મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરવાની અપિલ👆

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માં 100 ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપિલ કરી છે. લોકશાહીના આ પવિત્ર મહાપર્વ માં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપેલા સંદેશમાં જણાવ્યું કે, લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે. તેમણે કહ્યું કે, દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરોના સર્વાંગી વિકાસ ને વધુ વેગ આપશે.

મુખ્યમંત્રી એ રાજ્યના તમામ મતદારોને 26 એપ્રિલે પોતાના મતદાન મથક સુધી અવશ્ય પહોંચીને મતદાન કરવા તેમજ પરિવારજનો, મિત્રો, અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી.

“100 ટકા મતદાન”નો સંકલ્પ લઈને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા તેમણે સૌને આવાહન કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારતથી વિકસિત ગુજરાત ના નિર્માણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીમાં તારીખ ૨૬ એપ્રિલ , રવિવારે સૌને મતદાન અવશ્યપણે કરવા હાર્દિક અપિલ કરી છે.

  • Related Posts

    Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

    Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…

    ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

    પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…