લગ્ન પહેલાં લોકશાહીનું કર્તવ્ય: નવપરિણીત યુવાને મતદાનથી આપી અનોખી મિસાલ

સાણંદ: આજે જ્યારે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સાણંદ તાલુકાના બકરાણા ગામમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. અંગત જીવનના સૌથી મહત્વના એવા લગ્ન પ્રસંગના દિવસે પણ એક યુવાને પોતાની નાગરિક ફરજને પ્રથમ પ્રાધાન્ય આપીને સમાજને જાગૃતતાનો સુંદર સંદેશ આપ્યો છે.

​બકરાણાના નિવાસી ગૌતમ પટેલના સુપુત્ર વૈભવના આજે શુભ લગ્ન હતા. લગ્ન માટે જાન પ્રસ્થાનનું મુહૂર્ત સવારે 7:31 કલાકે નિર્ધારિત કરવામાં આવ્યું હતું.સામાન્ય રીતે લગ્નની ધમાલ અને તૈયારીઓ વચ્ચે લોકો અન્ય કામો વિસરી જતા હોય છે, પરંતુ વૈભવે અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

​તેમણે પોતાના લગ્નના વેશમાં સજ્જ થઈ, જાન લઈને નીકળતા પહેલા મતદાન મથકની મુલાકાત લીધી હતી. ‘પહેલા મતદાન, પછી લગ્ન ના સૂત્રને સાર્થક કરતા વૈભવે પોતાનો અમૂલ્ય મત આપીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

મતદાન કર્યા બાદ જ તેમણે નિર્ધારિત મુહૂર્તે લગ્ન માટે પ્રસ્થાન કર્યું હતું.

​ વૈભવના આ જાગૃત અભિગમ વિશે વાત કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે:​”આ પ્રસંગ દર્શાવે છે કે વ્યક્તિગત ખુશીઓ જેટલી જ દેશ અને લોકશાહી પ્રત્યેની જવાબદારી પણ મહત્વની છે. યુવા પેઢીનો આવો ઉત્સાહ અન્ય મતદારો માટે પણ પ્રોત્સાહન પૂરું પાડે છે.”

​બકરાણાના આ નવયુવાને લગ્નના પવિત્ર દિવસે મતદાન કરી ન માત્ર પોતાની ફરજ નિભાવી, પરંતુ સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પણ પ્રસ્તુત કર્યું છે.

  • Related Posts

    Awarapan 2 ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ હિંસા અને ડ્રગ્સના દ્રશ્યોમાં કરાયા મોટા ફેરફાર Strict Directive.

    Awarapan 2ને CBFCનું UA 16+ સર્ટિફિકેટ: રિલીઝ પહેલાં ફિલ્મમાં કરાયા ફેરફાર, હિંસા અને ડ્રગ્સ સીન પર નજર ઇમરાન હાશ્મીની Awarapan 2ને CBFC તરફથી UA 16+ સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મમાં હિંસા અને ડ્રગ્સ સંબંધિત કેટલાક દૃશ્યોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઇમરાન હાશ્મીની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘Awarapan 2’ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલાં જ ચર્ચામાં આવી છે. ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી UA 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થયો છે. જોકે, સર્ટિફિકેશન પ્રક્રિયા દરમિયાન ફિલ્મના કેટલાક દૃશ્યો અને કન્ટેન્ટમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.‘Awarapan 2’ ઇમરાન હાશ્મીના ચાહકો માટે ખાસ ફિલ્મ છે, કારણ કે તેમાં તેઓ ફરી એકવાર શિવમ પંડિતના પાત્રમાં જોવા મળશે.…

    India’s Iconic Desert Zoo & Night Safari: ડીસા ખાતે Epic Clash ₹542 કરોડનો ‘ડેઝર્ટ ઝૂ’ પ્રોજેક્ટ મંજૂર

    Juna Deesa Desert Zoological Park: ₹542.14 કરોડના પ્રોજેક્ટને Central Zoo Authorityની મંજૂરી Night Safari ગુજરાતના પ્રવાસન અને વન્યજીવ ક્ષેત્ર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના જુના ડીસા ખાતે ₹542.14 કરોડના Desert Zoological Park અને Night Safari પ્રોજેક્ટને Central Zoo Authority (CZA)ની મંજૂરી મળી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ અને પ્રવાસન વિકાસને નવી દિશા આપનાર પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. પ્રસ્તાવિત Juna Deesa Desert Zoological Park આશરે 103 હેક્ટર સરકારી જમીન પર વિકસાવવાનો છે. રણપ્રદેશની ભૌગોલિક અને કુદરતી વિશેષતાઓને ધ્યાનમાં રાખીને અહીં વન્યજીવો માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવાની સાથે પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. ₹542.14 કરોડના પ્રોજેક્ટથી શું બદલાશે? જુના ડીસા ખાતે વિકસનારો આ પ્રોજેક્ટ માત્ર સામાન્ય ઝૂ પૂરતો મર્યાદિત…