ખંભાતમાં લાચિયો કોન્સ્ટેબલ ઝડપાયો, ફરિયાદનાં આધારે ACBએ છટકું ગોઠવી કરી ધરપકડ
ખંભાતમાં ACBએ ફરી લાચિયો કોન્સ્ટેબલ ઝડપી પાડ્યો છે. કોન્સ્ટેબલે રૂપિયા 2 લાખની માંગણી કરતા ACBએ છટકું ગોઠવ્યું હતું. અને આરોપી રોશનકુમાર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ફરિયાદી સામે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો હતો. જે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરના રાઇટર તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવી ફરિયાદીના મિત્રને હાજર કરાવવા તથા ફરિયાદીનું નામ પ્રોહિબિશનના ગુનામાં નહીં ખોલવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ રૂપિયા 200000ની લાંચની માંગણી કરી હતી. જોકે, રકમની રકઝકના અંતે રૂપિયા 120000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીએ ફરીથી ફરિયાદીને બીજા રૂપિયા 30000 રૂપિયા ઉમેરીને કુલ રૂપિયા 150000ની લાંચની માગણી કરી હતી. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી…
શા માટે અમેરિકામાં કોઇપણ નવા રાષ્ટ્રપતિની શપથવિધિ 20 જાન્યુઆરીએ જ થાય છે?
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ પ્રસંગે, વોશિંગ્ટનમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં વિશ્વભરના દેશોના નેતાઓ અને ઉદ્યોગપતિઓ પહોંચશે. ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત, અન્ય ઘણા દેશોના નેતાઓ પણ આવવાની શક્યતા છે. પરંતુ શું તમે જાણો છો કે અમેરિકાના ઇતિહાસમાં 20 જાન્યુઆરીની તારીખ શા માટે આટલી મહત્વપૂર્ણ છે? આજે અમે તમને આ પાછળનું કારણ જણાવીશું. -> ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ શપથ લેશે :- અમેરિકાના બધા રાષ્ટ્રપતિઓ ફક્ત 20 જાન્યુઆરીએ જ શપથ લે છે. આ જ ક્રમમાં, ડોનાલ્ડ ટ્રમ્પ પણ 20 જાન્યુઆરી 2025 ના રોજ શપથ લેશે. પણ શું તમે જાણો છો કે 20 જાન્યુઆરીએ શપથ લેવા પાછળનો ઇતિહાસ શું છે?…
2 સ્પેશિયલ ટ્રેન હવે મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડશે, ક્યાં ક્યાં સ્ટેશનો પર ઉભી રહેશે આ ટ્રેન
આગામી દિવસોમાં મુંબઇ-અમદાવાદ વચ્ચે 2 સ્પેશિયલ ટ્રેન દોડશે. પશ્ચિમ રેલ્વે 25 અને 26 જાન્યુઆરીના રોજ મુંબઈ અને અમદાવાદ વચ્ચે બે ખાસ ટ્રેનો ચલાવી રહી છે. આપને જણાવી દઈએ કે કોલ્ડપ્લેના કોન્સર્ટને કારણે બંને શહેરો વચ્ચે ફ્લાઇટના ભાડા આસમાને પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં બે ખાસ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે, જે લોકોને રાહત આપશે.એક અધિકારીએ જણાવ્યું હતું કે, બંને શિયાળુ વિશેષ ટ્રેનો રેલવે બોર્ડની સૂચના અનુસાર ચલાવવામાં આવશે. 25 અને 26 જાન્યુઆરીએ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને મુસાફરોની વધારાની ભીડ ઓછી કરવા માટે આ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. વધુમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, બંને ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી સવારે 6:15 વાગ્યે ઉપડશે જે અને 25 જાન્યુઆરીએ બપોરે 2:00 વાગ્યે અને 26…
રોહિત-વિરાટ સહિતના આ ક્રિકેટરો નહીં રમી શકે IPL ?, BCCIના નિયમે વધાર્યું ટેન્શન
ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ BCCI ખૂબ જ સક્રિય થઈ ગયું છે. એક નવી ‘૧૦-પોઇન્ટ પોલિસી’ લાગુ કરવામાં આવી છે. જેમાં ૧૦ નિયમો નક્કી કરવામાં આવ્યા છે જે ખેલાડીઓએ હવેથી અનુસરવા પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટીમમાં શિસ્ત, એકતા અને સકારાત્મક વાતાવરણ બનાવવા માટે આ કરવામાં આવ્યું છે. પરંતુ એક એવો નિયમ છે, જેના કારણે ખેલાડીને પગાર કાપ અને IPLમાંથી પ્રતિબંધ જેવી સજાનો સામનો કરવો પડી શકે છે. -> BCCI દ્વારા આ સ્પષ્ટ કહેવાયું :- હવે બધા ખેલાડીઓ માટે ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવો ફરજિયાત રહેશે. આ ઉપરાંત, ઘણા કડક નિયમો પણ જારી કરવામાં આવ્યા છે. બોર્ડે ચેતવણી પણ આપી છે કે, જો કોઈ ખેલાડી નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને સજા ભોગવવી પડશે. એક નવા નિયમમાં…
BZ ગ્રુપ કૌભાંડ: આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની કરાઈ તપાસ
B india અમદાવાદ : BZ ગ્રુપના કરોડોના કૌભાંડનો મામલે CIDની તપાસમાં દિવસે દિવસે ચોકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોને લઈને CID દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગરની આંગડિયા પેઢીમાં હિસાબોની તપાસ હાથ ધરવામાં આવશે. CIDએ આંગડિયા સંચાલકો પાસેથી તમામ વિગતો મંગાવી છે. વ્યવહારોની વિગતો લઈ હાજર થવા સંચાલકોને નોટિસ આપવામાં આવી છે. કેટલાક વ્યવહારોને લઈને પણ અનેક ખુલાસા થઈ શકે છે. અનેક વ્યવહારો શંકાસ્પદ હોવાને લઈને CIDએ તપાસ હાથ ધરી છે. રોકાણકારોના કરોડો રૂપિયા મોજશોખમાં ઉડાવ્યાની વિગતો પણ સૂત્રો પાસેથી મળી રહી છે. પોન્ઝી સ્કીમના પ્રોટેક્શન માટે મોટી રકમ ખર્ચી હોવાનું પણ સામે આવી રહ્યું છે. જો કે, હવે રોકડ અને ગિફ્ટ મેળવનારા લોકોમાં પણ ફફડાટ જોવા…
સુરત: આરોપી પોલીસ સકંજામાં, આરોપીએ યુવતી સાથે લીવઇનમાં રહેવા કર્યો મોટો કાંડ
B india સુરત : સુરત પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં ગુનાખોરી ડામવા માટે ગુનેગારો સાથે ખોટા નામ ધારણ કરીને અથવા તો ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ કરીને રહેતા હોય તેવા ઈસમોને પકડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત પોલીસને માહિતી મળી હતી કે, રાંદેર વિસ્તારમાં રહેતો એક મુસ્લિમ યુવકે હિન્દુ યુવકનું નામ ધારણ કરી ખોટા ડોક્યુમેન્ટસના આધારે રહે છે. આ યુવકને પકડી પાડવા સુરત એસોજી પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આરોપીને ઝડપી પાડી એની પૂછપરછ શરૂ કરી હતી.સુરત શહેર ખાતે રહેતો 26 વર્ષનો મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદિપ મકબુલ શેખ છેલ્લા 14 વર્ષથી અલગ-અલગ સ્પામાં નોકરી કરતો હતો. તે દરમ્યાન દોઢ વર્ષ પહેલા તેની ઓળખાણ મુંબઈમાં રહેતી એક હિંદુ યુવતી સાથે થઇ. તેની સાથે…
બોલીવુડના સૌથી ધનિક અભિનેતાઓમાંથી એક છે સૈફ અલી ખાન, જાણો છોટે નવાબ પાસે છે કેટલી સંપતિ
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે. તેઓ હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ઘરમાં ઘુસેલા ચોરોએ સૈફ પર હુમલો કર્યા બાદ હાલ સૈફ ખતરાની બહાર છે, પરંતુ આ ઘટના બાદ સૈફ સાથે જોડાયેલા સમાચારો ચર્ચામાં છે.. ચર્ચામાં એ સવાલ પણ છે કે સૈફ પાસે કુલ કેટલી સંપતિ છે. સૈફ બોલિવૂડનો ‘છોટે નવાબ’ છે. સૈફ અલી ખાન પટૌડી પરિવારના 10મા નવાબ છે. એટલા માટે તેમને બોલિવૂડમાં છોટે નવાબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૭૦ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. સૈફે બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત યશ ચોપરાની ફિલ્મ ‘પરંપરા’થી કરી હતી. પરંતુ તેને તેની ખરી ઓળખ ‘યે દિલ્લગી’ અને ‘મૈં ખિલાડી તુ અનાડી’ ફિલ્મો પછી મળી. અત્યાર સુધી તેમણે ઘણી ઉત્તમ…
ગુજરાત પોલીસની નવી પહેલ, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
B india અમદાવાદ : ગુજરાત પોલીસે નવી પહેલ શરૂ કરી છે. હવે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ થશે. ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ‘સાંત્વના કેન્દ્ર’માં ઉપલબ્ધ બનશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. આ ચાર સેવાઓ “સાંત્વના કેન્દ્ર”માં ઉપલબ્ધ બનશે -વુમન હેલ્પ ડેસ્ક: વુમન હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓને મદદરૂપ થવા…
અમદાવાદ ફ્લાવર શો: AMCની 12 દિવસમાં 6 કરોડ રૂપિયાની થઈ આવક
B india અમદાવાદ :- અમદાવાદ ફ્લાવર શોમાં રેકોર્ડ બ્રેક લોકોએ મુલાકાત લીધી છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાયેલો ફ્લાવર શો ત્રણ જાન્યુઆરીથી આજ દિન સુધી 8 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. જેનાથી એએમસીની તિજોરીમાં 6 કરોડ જેટલી રકમ આવી છે. આપને જણાવીએ કે, અત્યાર સુધી સૌથી વધુ મુલાકાતીઓનો ઘસારો મંગળવારે જોવા મળ્યો હતો. જેના કારણે ઉત્તરાયણ પર્વ નિમિત્તે AMCની તિજોરી છલકાઈ છે. કુલ 1,01,889 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લેતાં AMCના તિજોરીમાં એક જ દિવસમાં 86 લાખ રૂપિયા આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાયેલા ફ્લાવર શોમાં ઉત્તરાયણના દિવસે મુલાકાતીઓની સંખ્યાએ અલગ રેકોર્ડ સર્જ્યો હતો. 14મી જાન્યુઆરીની રજાનો લાભ લઇ 1.32 લાખ જેટલા મુલાકાતીઓ ઉમટી પડતાં રિવરફ્રન્ટના રોડ અને ફ્લાવર શોમાં જાણે કિડિયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો…
જામનગરમાં ગોઝારો અકસ્માત, કારે પલટી મારતા 3 લોકોના મોત, બે ઈજાગ્રસ્ત
B india જામનગર :- જામનગરના ધ્રોલમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. કાર પલટી જતા ત્રણ લોકોના મોત થયા છે. જેમા લતીપર-ગોકુળપુર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે .આ અકસ્માતમાં બે વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. -> કારે પલટી મારતા 3 લોકોના મોત :- જામનગરમાં ધ્રોલના લતીપર અને ગોકુળપુરની વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે. જેમાં પોલીસે અકસ્માત કઈ રીતે થયો અને કઈ રીતે કારે પલટી મારી તે દિશામાં તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં ત્રણ લોકોનાં માત થાય છે. જેમાં મૃત્યુ પામનાર રીસીભાઇ લતીપર…
















