BZ ગ્રુપ કૌભાંડ: આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની કરાઈ તપાસ

B india અમદાવાદ : BZ ગ્રુપના કરોડોના કૌભાંડનો મામલે CIDની તપાસમાં દિવસે દિવસે ચોકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોને લઈને CID દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગરની આંગડિયા પેઢીમાં હિસાબોની તપાસ હાથ ધરવામાં આવશે.

CIDએ આંગડિયા સંચાલકો પાસેથી તમામ વિગતો મંગાવી છે. વ્યવહારોની વિગતો લઈ હાજર થવા સંચાલકોને નોટિસ આપવામાં આવી છે. કેટલાક વ્યવહારોને લઈને પણ અનેક ખુલાસા થઈ શકે છે. અનેક વ્યવહારો શંકાસ્પદ હોવાને લઈને CIDએ તપાસ હાથ ધરી છે.

રોકાણકારોના કરોડો રૂપિયા મોજશોખમાં ઉડાવ્યાની વિગતો પણ સૂત્રો પાસેથી મળી રહી છે. પોન્ઝી સ્કીમના પ્રોટેક્શન માટે મોટી રકમ ખર્ચી હોવાનું પણ સામે આવી રહ્યું છે. જો કે, હવે રોકડ અને ગિફ્ટ મેળવનારા લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *