સુરત: આરોપી પોલીસ સકંજામાં, આરોપીએ યુવતી સાથે લીવઇનમાં રહેવા કર્યો મોટો કાંડ

B india સુરત : સુરત પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં ગુનાખોરી ડામવા માટે ગુનેગારો સાથે ખોટા નામ ધારણ કરીને અથવા તો ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ કરીને રહેતા હોય તેવા ઈસમોને પકડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત પોલીસને માહિતી મળી હતી કે, રાંદેર વિસ્તારમાં રહેતો એક મુસ્લિમ યુવકે હિન્દુ યુવકનું નામ ધારણ કરી ખોટા ડોક્યુમેન્ટસના આધારે રહે છે. આ યુવકને પકડી પાડવા સુરત એસોજી પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આરોપીને ઝડપી પાડી એની પૂછપરછ શરૂ કરી હતી.સુરત શહેર ખાતે રહેતો 26 વર્ષનો મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદિપ મકબુલ શેખ છેલ્લા 14 વર્ષથી અલગ-અલગ સ્પામાં નોકરી કરતો હતો.

તે દરમ્યાન દોઢ વર્ષ પહેલા તેની ઓળખાણ મુંબઈમાં રહેતી એક હિંદુ યુવતી સાથે થઇ. તેની સાથે લવ મેરેજ કરવા માટે અને તેની સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેવા માટે તે હિન્દુ વિસ્તારમાં ભાડાનુ મકાન શોધતો હતો. પરંતુ તે મુસ્લીમ હતો. જેથી કોઈ તેને મકાન આપતું ન હતુ.જેથી તેણે પોતાના મોબાઈલ ફોનમાં એપ્લીકેશનની મદદથી પોતાના ખોટા નામનું બનાવટી આધારકાર્ડ, બનાવી હિંદુ વિસ્તારમાં છેલ્લા પાંચેક મહિનાથી રહેતો હોવાની હકીકત જણાવેલ હતી.

જોકે આરોપી પાસેથી પોલીસે બે અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ કિ.રૂ 200, પાનકાર્ડ-1 તથા આર.સી.બુક, મોબાઈલ ફોન નંગ-01 કિ.રૂ. 15000/- મળી કુલ કિ.રૂ. 15000 ની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ માટે રાંદેર પોલીસને સોંપવામાં આવ્યો છે. જોકે આરોપીએ કરેલા ગુનામાં અન્ય કોણ સંડોવાયા છે અને તે દિશામાં પણ પોલીસે જીણવટભરી તપાસ શરૂ કરી છે.

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *