સૈફ અલી ખાનના ઘરમાં ઘુસી, હુમલો કરનાર આરોપી સુધી કઇ રીતે પહોંચી પોલીસ, જાણો ઇનસાઇડ સ્ટોરી

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરનાર આરોપીની મુંબઈ પોલીસે થાણે પશ્ચિમ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. પોલીસે રાત્રે 2-3 કલાકે આરોપીની ધરપકડ કરી હતી. આ માટે પોલીસે 100 અધિકારીઓની ટીમ બનાવી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પોલીસને જણાવ્યું કે તેનું નામ મોહમ્મદ સજ્જાદ છે. -> ઘટના બાદ આરોપીએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો :- ગુનો કર્યા બાદ આરોપીએ તેનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ પછી તેણે પોતાનો ફોન સ્વીચ ઓન કર્યો અને કોલ કર્યો. વાતચીત પૂરી થયા બાદ તેણે ફરી પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. જ્યારે પણ તે બજારમાં અથવા રસ્તામાં સીસીટીવી ફૂટેજ જોતો ત્યારે આરોપી પોતાનો ચહેરો છુપાવતો…

વડોદરામાં ઠગબાજો બેફામ,નકલી પોલીસની ઓળખ આપી યુવકનું કરાયું અપહરણ

B india વડોદરા : વડોદરાનાં કપુરાઈ પોલીસે 3 નકલી પોલીસનો પર્દાફાશ કર્યો છે. નકલી પોલીસે યુવકનું અપહરણ કરી રૂપિયા 10 લાખની માંગણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમાં નકલી પોલીસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવીએ છીએ તેમ કહી રૂપિયાની માગ કરી હતી. પરંતુ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે. -> યુવકનું કરાયું હતું અપહરણ :- નકલી પોલીસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી અને યુવકનું અપહરણ કર્યુ હતું. આશિક મુલ્લાનું અપહરણ કરી અમદાવાદ લાવ્યા અને ખોટા કેસ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ પહેલા રૂપિયા 1.45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. કપુરાઈ પોલીસે CCTVના આધારે આરોપીને ઝડપી પાડયા હતા. જેમાં જય મેતીયા, ચિરાગ ચાવડા, મોહમ્મદ મેમણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ખોટા કેસમાં તને…

હવે ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે, અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રાયલ રન સફળ, અહીં જાણો ખાસિયત…

B india અમદાવાદ : અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ રન સફળ રહ્યો છે. હવે ટૂંક સમયમાં આધુનિક સુવિધાઓ સાથે વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે. આ ટ્રેનની ટ્રાયલ રન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે કરવામાં આવી હતી, જેણે 6 કલાક 21 મિનિટમાં મુસાફરી પૂરી કરી હતી. ટ્રેન સરેરાશ 130 કિલોમીટર પ્રતિ કલાક અને મહત્તમ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. બુધવારે આ ટ્રેન અમદાવાદથી સવારે 7:30 વાગ્યે ઉપડી અને બપોરે 1:50 વાગ્યે મુંબઈ પહોંચી હતી. આ ટ્રેન મુંબઈથી બપોરે 2:45 વાગ્યે ઉપડી અને રાત્રે 9 વાગ્યે અમદાવાદ પહોંચી હતી. રાજસ્થાનમાં ટ્રાયલ રન કર્યા બાદ તેનું અમદાવાદમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. શુક્રવારે, ટ્રેનને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) માં પરત મોકલવામાં આવી હતી, જ્યાં RDSO ની સૂચનાઓ અનુસાર…

ગુજરાતમાં કડકડાતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો શું કહ્યું અંબાલાલે…….

B india ગાંધીનગર : રાજ્યમાં સતત કાતિલ ઠંડી પડી રહી છે. પરંતું હવે પવનની દિશા બદલાઈ રહી છે. જેના કારણે તાપમાન હવે ઊંચું જઈ રહ્યું છે. લોકોને ઠંડીમાંથી થોડી રાહત મળી છે. ત્યારે હવે જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “20 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે. ગુજરાતના ભાગોમાં ઠંડી ઘટશે. જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવી શકે છે. અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે.”માવઠા અંગેની વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “27, 28, 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને અમુક વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેશે. તારીખ 18,19…

સુરેન્દ્રનગરનાં ચુડાનાં રેલવે ડ્રાયવરનુ મુંબઈમાં વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સમ્માનિત કરાયું.

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડાનાં રહીશ તથા સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતનાં સહમંત્રી શ્રી સબ્બીરખાન હિંસામખાન પઠાણ રેલવે ભાવનગર ડિવિઝનમાં લોકો પાયલટ (રેલવે ડ્રાયવર) તરીકે કાર્યરત છે તાજેતરમાં મુંબઈમાં આયોજિત એક સમારોહમાં જનરલ મેનેજર દ્વારા તેઓના ક્ષેત્રમાં કરવામાં આવેલ હતું તેમનાં નોંધપાત્ર કાર્ય, તેમની કાર્યદક્ષતા અને સમર્પણ બદલ સન્માન પત્ર તથા શિલ્ડ સાથે રેલ સેવા પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સબ્બીરખાન હિંસામખાન પઠાણ એક એવા રેલ કર્મચારી છે કે જેમને અગાઉનાં વર્ષોમાં ડિવિઝનલ રેલવે મેનેજર એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.     અને તેમની આ સિધ્ધીઓ બદલ વરિષ્ઠ અધિકારિઓ તથા સહકર્મીઓએ અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરી કુટુંબ સમાજ અને દેશનું નામ રોશન કરો તેવી અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.  

જેસોર તાલુકા સેવાસદન ખાતે આજે પોષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી

જેસોર તાલુકા સેવાસદન ખાતે નાની છોકરીઓ દ્વારા સ્વાગત ગીત ગાઈને અને દીપ પ્રગટાવીને નેતાઓનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેસોર તાલુકાના તમામ આંગણવાડી કાર્યકરોએ બાજરી જુવાર રાગી અને અન્ય અનાજ જેવા THR તૈયાર કરીને પ્રદર્શિત કર્યા. સાથે જેસોર તાલુકાના મહાનુભાવો, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સંજય ઠાકુર, તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શ્રી ભૂપેનભાઈ ભાદરકા અને અન્ય આગેવાનોએ તેનો સ્વાદ માણ્યો હતો.   આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ અધ્યક્ષ શ્રી નિતેન્દ્રસિંહ સરવૈયા, જેસર ગામના સરપંચ શ્રી વિરેન્દ્રસિંહ સરવૈયા, દેપલા ગામના સરપંચ શ્રી રામદેવસિંહ સરવૈયા અને જેસર તાલુકાના તમામ આંગણવાડી કાર્યકરો અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.  

કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાનો મામલો, સંજય રોય દોષીત જાહેર, સોમવારે થશે સજાનું એલાન

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદહ કોર્ટે સંજય રોયને દોષી ઠેરવ્યો છે. આ દરમિયાન પીડિતાના માતા-પિતા પણ કોર્ટ પરિસરમાં હાજર હતા. સંજય રોયને સોમવારે સજા સંભળાવવામાં આવશે. -> મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો – સંજય રોય :- આરોપી સંજયે જજને કહ્યું, “મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. મેં આ કર્યું નથી. જેમણે આ કર્યું છે તેમને છોડી દેવામાં આવી રહ્યા છે. એક IPS અધિકારી આમાં સામેલ છે.”મહત્વનું છે કે 9 ઓગસ્ટ 2024 ની સવારે, ઉત્તર કોલકાતાની સરકારી મેડિકલ કોલેજ આરજી કરમાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટરનો મૃતદેહ અનેક ઈજાના નિશાનો સાથે મળી આવ્યો હતો. -> આ કલમો હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે :- કોર્ટનું…

સુરતમાં બે જૂથ વચ્ચે બબાલ, અસામાજિક તત્વોએ દુકાનમાં કર્યો તોડફોડ

B india સુરત : સુરત શહેરમાં કાયદાની સ્થિતિ દિવસેને દિવસે લથડી રહી છે. ક્રિષ્ના નગર વિસ્તારમાં સામાન્ય બાબતે બે જૂથો આમને-સામને આવી ગયા હતા. અને જોતજોતામાં લાકડીના ફટકા લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. જોકે દુકાનમાં નુકસાન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સુરતમાં આ સામાજિક તત્વો અને કાયદાની બીક રહી નથી તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના નગર ખાતે સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બન્યો હતો અને જોતજોતામાં બે જૂથો વચ્ચે આમને-સામને આવી ગયા હતા અને લાકડીના ફટકા લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. મારામારી સાથે દુકાનમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, શ્વાન દ્વારા ટોયલેટ કરવા બાબતે થયેલી…

Champions Trophy: આખરે સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ થઈ ફાઇનલ

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ ફાઇનલ થઈ ગઈ છે. ટીમમાં કોણ હશે અને કોણ નહીં તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમમાં સિનિયર ખેલાડીઓમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનું નેતૃત્વ લગભગ રોહિત શર્માના હાથમાં જ હશે તેમ માનવામાં આવી રહ્યું હતું અને તેવું જ થયું છે. આ સિવાય મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહના નામ અંગે જે સસ્પેન્સ હતું તેના પરથી પણ આજે પડદો ઉઠી ગયો છે. ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલને સ્થાન મળ્યું છે. વનડે વર્લ્ડ કપ બાદ ટીમમાં મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે જોકે, તે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં પણ રમતો જોવા મળશે. જોકે, સંજુ સેમનસને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેને વિકેટકીપર…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છાઓ

ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. રાજપાલના જન્મદિવસ નિમિત્તે રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રક્તદાન કેમ્પની પણ મુલાકાત લીધી હતી. આજે સવારે આઠ વાગ્યાથી રક્તદાન કેમ્પનો પ્રારંભ થયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રત્યે સ્નેહ અને સન્માન ભાવ પ્રગટ કરતાં માનવતાની સેવા માટે અનેક લોકો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રહ્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ રાજભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર પણ રાજભવન પધાર્યા હતા અને તેમણે રાજ્યપાલશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.જન્મદિવસની સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લેડી ગવર્નર દર્શનાદેવી અને પરિવારજનો સાથે રાજભવન પરિસરમાં આવેલી…