રાજયમાં પવન સાથે ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ, જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
B INDIA અમદાવાદ : રાજયમાં 4-5 દિવસનાં રાહત બાદ ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે, સાથે સાથે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે.જેમાં નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે તેવી આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે,રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જેના કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. -> કયાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી,રાજકોટમાં 12.1 ડિગ્રી, કેશોદમાં 12.4 ડિગ્રી,ભુજમાં 13.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.8 ડિગ્રી,કંડલા અને ડીસામાં 13.9 ડિગ્રી,અમરેલીમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 14.7 ડિગ્રી,મહુવામાં 14.8 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગની…
વડોદરાની ત્રણ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની અપાઈ ધમકી, ડોગસ્ક્વોડ સાથે પોલીસ ઘટનાસ્થળે
B INDIA વડોદરા : વડોદરા શહેરની નવરચના યુનિવર્સિટી અને તેની હેઠળ આવતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સ્કૂલના પ્રિન્સપાલને નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઈમેઇલમાં પાઈપલાઈનમાં બોંબ મુક્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેની જાણકારી પોલીસને કરાતાં BDSની ટીમની સ્કૂલ, યુનિવર્સિટીમાં સઘન તપાસ કરાઈ રહી છે. સ્કૂલ બસમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. -> ત્રણ સ્કૂલમાં ધમકી ભર્યો ઈમેલ મળ્યો :- નવરચના સ્કૂલ, યુનિવર્સિટીમાં બોંબ સ્ક્વોર્ડે ચેકિંગ હાથ ધર્યું છે. નોંધનીય છે કે, જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયનો સમાવેશ થાય છે. ધમકી ભર્યો ઈમેલ મળતા બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી. -> બોમ્બ…
ગુજરાતીઓને હવે મહાકુંભ જવું સસ્તુ પડશે, રાજ્ય સરકારે વિશેષ બસ દોડાવી, ટૂર પેકેજ કર્યું જાહેર
B INDIA અમદાવાદ : ગુજરાતથી મહાકુંભ જવા માગતા શ્રદ્ધાળુઓ માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર મહાકુંભ માટે વિશેષ બસ દોડાવી રહી છે. ગુજરાત સરકારે કુંભ મેળા માટે ખાસ ટુર પેકેજ જાહેર કર્યું છે, જે સાવ સસ્તુ છે. મહાકુંભ માટે એસટી વિભાગની એસી વોલ્વો બસ દોડાવશે. આવવા-જવાની વ્યવસ્થા સાથે ટૂર પેકેજ તૈયાર કરાયું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પવિત્ર મહાકુંભના મેળામાં કરોડો લોકો પોતાની આસ્થાની ડુમકી મારવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતનાં તમામ શ્રદ્ધાળુઓ માટે ગુજરાત ટુરિઝમ અને GSRTC એ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતથી રોજ એક હાઇટેક્નિક AC વોલ્વો શરૂ કરવામાં આવી છે. 27 જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યાત્રાળુઓની પહેલી બસની લીલી ઝંડી આપશે. માત્ર 8,100 રૂપિયામાં કુંભ…
ફારૂક અબ્દુલ્લા માતા વૈષ્ણોદેવીની ભક્તિમાં થયા લીન, ગાયુ ‘તુને મુજે બુલાયા શેરાવાલીયે’
નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા એક સદાબહાર રાજકારણી છે. રાજકારણની સાથે, ધાર્મિક મુદ્દાઓ પર તેમના જુદા જુદા વિચારો સમયાંતરે જોઈ શકાય છે. ફરી એકવાર ફારુક અબ્દુલ્લા વૈષ્ણો દેવી મંદિર પાસે કટરા સ્થિત એક આશ્રમમાં માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા. તેમણે કટરા આશ્રમમાં ‘તુ ને મુઝે બુલાયા શેરાવાલીયે’ ભજન ગાઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.હવે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અગાઉ એપ્રિલ 2024 માં પણ તેમનો રામધૂન ગાતો એક વીડિયો વાયરલ થયો હતો. -> રોપવેના મુદ્દા પર કટરાના લોકોને ટેકો આપ્યો :- હકીકતમાં, ફારુક અબ્દુલ્લા, કટરા સ્થિત એક આશ્રમમાં ‘ભજન’ કાર્યક્રમમાં એક ગાયક અને બાળકો સાથે જોડાયા, તેમણે ગાયું, ‘તુને મુઝે બુલાયા શેરાવાલીયે, મૈં આયા, મૈં…
પાકિસ્તાન-બાંગ્લાદેશની વધતી નિકટતા ભારત માટે બની શકે છે ચિંતાનું કારણ
શેખ હસીનાની સરકારના પતન પછી બાંગ્લાદેશમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી રહ્યા છે. હવે બાંગ્લાદેશ પાકિસ્તાનની નજીક આવતું દેખાય છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા દક્ષિણ એશિયામાં સંતુલન બદલી રહી હોય તેવું લાગે છે. બંને દેશો વચ્ચે મિત્રતાના નવા સમીકરણો રચાઈ રહ્યા છે. ઉપરાંત, બાંગ્લાદેશ હવે પાકિસ્તાન સાથેના તેના રાજકીય, લશ્કરી અને અન્ય મતભેદોને ઉકેલવામાં વ્યસ્ત છે. આ બે પડોશી દેશોની નિકટતાએ ભારતની ચિંતાઓ વધારી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર દેશને ભારતના પ્રભાવથી દૂર કરવામાં વ્યસ્ત છે. -> ISI ચીફ બાંગ્લાદેશની મુલાકાતે :- પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના વડા લેફ્ટનન્ટ જનરલ આસિફ મલિક બાંગ્લાદેશની મુલાકાતે છે. ISI ચીફની મુલાકાતના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયાની શરૂઆતમાં મંગળવારે બાંગ્લાદેશના ઉચ્ચ કક્ષાના લશ્કરી…
મહારાષ્ટ્રમાં 3 નાયબ મુખ્યમંત્રી હશે, અને ત્રીજા ડે.સીએમ એકનાથ શિંદેની શિવસેનામાંથી હશેઃ સંજય રાઉત
શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે પોતાના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમનું કહેવું છે કે હવે મહારાષ્ટ્રમાં બે નહીં પણ ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. સંજય રાઉતે એવો પણ દાવો કર્યો છે કે નવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના નેતા હશે. એકનાથ શિંદે પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, “આ લાચાર અને કાયર લોકો છે. તેઓ ED-CBI થી ડરીને ભાગી ગયા હતા. મોદી-શાહ તેમને છોડશે નહીં. આગળ બોલતા તેઓએ કહ્યું કે ટૂંક સમયમાં મહારાષ્ટ્રને એક નવો નાયબ મુખ્યમંત્રી મળશે, અને તે ફક્ત શિંદેના પક્ષમાંથી જ હશે. બસ રાહ જુઓ અને જુઓ શું થાય છે.” -> સંજય રાઉતે કહ્યું- ‘એકનાથ શિંદે કોણ છે? :- 23 જાન્યુઆરી (ગુરુવારે) એકનાથ શિંદેની રેલીમાં સોનુ નિગમનો શો હતો, ત્યારબાદ…
Manoj vs Gambhir: ‘કોઈએ આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ’, મનોજ તિવારીએ કોચ ગૌતમ પર લગાવ્યા ગંભીર આરોપ
મનોજ તિવારી અને ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર વચ્ચે બધુ બરાબર નથી. તિવારીએ છેલ્લા કેટલાક દિવસોમાં ગૌતમ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. હવે એક ઈન્ટરવ્યુમાં તેણે ફરીથી ભારતીય કોચને લઈને નિવેદન આપ્યું છે. તિવારીએ ગંભીર પર ‘દુરુપયોગ અને ધમકીઓ’નો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તિવારીએ તેના કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના દિવસોમાં થયેલી ચર્ચાને યાદ કરી. તેણે કહ્યું કે, બંને વચ્ચે લગભગ ટક્કર થઈ ગઈ હતી અને તેઓ લડવાના હતા. તિવારીએ કહ્યું કે, તેમની વચ્ચે લગભગ ઝઘડો થયો હતો, પરંતુ કેકેઆરના તત્કાલિન બોલિંગ કોચ વસીમ અકરમે તેમને રોક્યા હતા. તિવારીએ કહ્યું, ‘જ્યારે કોઈ નવો ખેલાડી ઉભરે છે, ત્યારે તેને અખબારમાં જગ્યા આપવામાં આવે છે. કદાચ આ એક કારણ છે કે, ગંભીર મારાથી ગુસ્સે થયો હતો. જો…
અમદાવાદ: અમિત શાહનાં હસ્તે 3 દિવસીય મિનીકુંભનો પ્રારંભ, ગુજરાતીઓને અપીલ કરતા કહ્યું- ‘ મહાકુંભમાં તો જરૂર જવું જોઈએ’
B INDIA અમદાવાદ : અમદાવાદનાં વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો યોજાયો છે. કેન્દ્રીય ગૃહ અમિત શાહે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભૈયાજી જોશી, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, લીંબડી નિંબાર્ક પીઠના મહામંડલેશ્વર 1008 લલિત કિશોરદાસજી મહારાજ, છારોડી સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી માધવ પ્રિયદાસજી તેમજ વિવિધ સંપ્રદાયના સાધુ સંતો પણ જોડાયા હતા. મહત્વનું છે કે, આજથી શરૂ થયેલા મેળામાં વિભિન્ન સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળામાં ઝાંખી મૂકવામાં આવી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…
રણજી ટ્રોફી માટે અર્જુન તેંડુલકર તૈયાર, ધમાકેદાર કરી શકે છે એન્ટ્રી
ક્રિક્રેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન રણજી ટ્રોફીમાં પોતાનુ દમ-ખમ બતાવવા જોવા મળી શકે છે. લાંબા સમયથી અર્જુન તેંડુલકરે કોઇ મોટી ટુર્નામેંટ નથી રમી. પરંતુ હવે તેઓ પોતાના ઉત્કૃષ્ટ દેખાવ માટે તૈયાર છે. રણજી ટ્રોફીમાં ગોવા માટે તેઓ પરત ફરવા તૈયાર છે. ગોવાના ઓલરાઉંડર નાગાલૈંડ વિરુદ્ધ રણજી ટ્રોફીના પ્લેટ ગ્રુપ ફાઇનલમાં રમતા જોવા મળશે. ગોવાના સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી દરમિયાન અર્જુનને ટીમમાં સ્થાન મળ્યુ ન હતુ. પરંતુ રણજી સીઝનમાં ટીમમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજા નંબરના ખેલાડી બન્યા છે. અર્જુન તેંડુલકરે હમણા સુધી 4 મેચમાં 16 વિકેટ ઝડપી છે. ફાઇનલમાં તેઓેએ 20 વિકેટના આંકડા પાર કરે તેવી શક્યતા છે. ગોવા અને નાગાલેંડ વચ્ચે 23થી 27 જાન્યુઆરી સુધી દીમાપુરમાં ક્રિક્રેટ મેચ રમવામાં…
















