વડોદરાની ત્રણ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની અપાઈ ધમકી, ડોગસ્ક્વોડ સાથે પોલીસ ઘટનાસ્થળે

B INDIA વડોદરા : વડોદરા શહેરની નવરચના યુનિવર્સિટી અને તેની હેઠળ આવતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સ્કૂલના પ્રિન્સપાલને નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઈમેઇલમાં પાઈપલાઈનમાં બોંબ મુક્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેની જાણકારી પોલીસને કરાતાં BDSની ટીમની સ્કૂલ, યુનિવર્સિટીમાં સઘન તપાસ કરાઈ રહી છે. સ્કૂલ બસમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

-> ત્રણ સ્કૂલમાં ધમકી ભર્યો ઈમેલ મળ્યો :- નવરચના સ્કૂલ, યુનિવર્સિટીમાં બોંબ સ્ક્વોર્ડે ચેકિંગ હાથ ધર્યું છે. નોંધનીય છે કે, જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયનો સમાવેશ થાય છે. ધમકી ભર્યો ઈમેલ મળતા બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી.

-> બોમ્બ સ્કવોર્ડની ટીમ દ્વારા સ્કૂલમાં તપાસ :- આ અંગેની પોલીસને જાણ કરાતા તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી. ધમકીને પગલે BDSની ટીમની સ્કૂલ, યુનિવર્સિટીમાં તપાસ કરવા પહોંચી છે. યુનિવર્સિટી અને શાળાઓમાં બોંબ સ્ક્વોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ, PCB પોલીસની ટીમ પણ સ્કૂલ અને યુનિવર્સિટી પર દોડી આવી હતી.

Related Posts

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે 31 ઓગસ્ટથી શરૂ થવાની આશા, 8 કલાકની સફર હવે માત્ર 4 કલાકમાં!

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-મુંબઈ સેક્શનની રાહ જોઈ રહેલા લાખો વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં આ મહત્વપૂર્ણ માર્ગ વિભાગને 31 ઓગસ્ટ, 2026 સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવાનું આયોજન છે. જોકે, અંતિમ તારીખ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તરફથી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. આ વિભાગ શરૂ થયા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે રોડ કનેક્ટિવિટીમાં મોટો સુધારો થવાની શક્યતા છે. ખાસ કરીને વડોદરા અને મુંબઈ વચ્ચે નિયમિત મુસાફરી કરતા લોકો માટે આ એક્સપ્રેસવે સમય અને અંતર બંનેની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વડોદરા-મુંબઈ મુસાફરીમાં મોટો ફેરફાર હાલમાં ટ્રાફિક, શહેરોમાંથી પસાર થતો માર્ગ અને અન્ય પરિસ્થિતિઓને કારણે વડોદરાથી મુંબઈ પહોંચવામાં સામાન્ય રીતે લાંબો સમય લાગી શકે છે.…

Ahmedabad AMC Food Dept Crackdown 2026: લાયસન્સ વગરનું ગોડાઉન સીલ! Food Safety Raid સાવચેત રહેજો અમદાવાદવાસીઓ

Ahmedabadમાં તહેવાર પહેલાં મીઠાઈ પર AMCની તવાઈ: કાજુ કતરીના વરખમાં અન્ય ધાતુ મળતા એકમ સીલ Ahmedabadમાં તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં જ મીઠાઈ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને AMCના ફૂડ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં મીઠાઈ અને માવાની દુકાનો તથા ઉત્પાદન એકમોમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કાજુ કતરીમાં ચાંદીના વરખના બદલે અન્ય ધાતુનો ઉપયોગ થતો હોવાની શંકા સામે આવી છે. આ તપાસ દરમિયાન કુલ 22 જેટલા ખાદ્ય એકમોમાં રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કાલુપુર-બાપુનગર વિસ્તારમાં આવેલા શ્રી કનૈયાલાલ માવાવાળાના એકમમાં કાજુ કતરીના વરખ અંગે ગંભીર બાબત સામે આવતા એકમને સીલ કરવામાં આવ્યો હતો. તહેવારો દરમિયાન મીઠાઈની માંગ સામાન્ય દિવસોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધી જાય છે. લોકો પોતાના પરિવાર અને સંબંધીઓ માટે મીઠાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *