રાજયમાં પવન સાથે ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ, જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

B INDIA અમદાવાદ : રાજયમાં 4-5 દિવસનાં રાહત બાદ ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે, સાથે સાથે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે.જેમાં નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે તેવી આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે,રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જેના કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

-> કયાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી,રાજકોટમાં 12.1 ડિગ્રી, કેશોદમાં 12.4 ડિગ્રી,ભુજમાં 13.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.8 ડિગ્રી,કંડલા અને ડીસામાં 13.9 ડિગ્રી,અમરેલીમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 14.7 ડિગ્રી,મહુવામાં 14.8 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે તેજ ગતિએ પવન ફૂંકાય છે.

અને રાજ્યમાં સૌથી ઓછી નલિયાનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે.મળતી માહિતી મુજબ, આવતીકાલ સુધી રાજયમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર રહેશે. જેના કારણે ગુજરાતભરમાં ઠંડીનો માહોલ હશે. અને પવનો પણ ફૂંકાશે. પવન 15 થી 20 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.

Related Posts

Air India Emergency Landing Jaipur Airport Security Protocols 2026: એર ઇન્ડિયા ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ..જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ..

Air India Flight Hijack Alert: જર્મનીથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું Jaipurમાં ઇમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ ATCને મળ્યો હાઇજેકનો સંકેત Air India Emergency Landing Jaipur: જર્મનીના ફ્રેન્કફર્ટથી દેશની રાજધાની દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ મળતાં ઉડ્ડયન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. 14 ઑક્ટોબર 2026ના રોજ ફ્લાઇટ AI-2030ને સુરક્ષા કારણોસર Jaipur ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનના સંદર્ભમાં અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને હાઇજેક સાથે સંકળાયેલો સંકેત મળ્યો હતો. આ પછી સુરક્ષા પ્રોટોકોલ હેઠળ વિમાનનું જયપુરમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાનમાં સવાર મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને વિમાન તથા સામાનની તપાસ શરૂ કરવામાં આવી હતી. -> ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં શું બન્યું? :-…

Ambaji Mohanthal Prasad Awarded Official GI Tag 2026: જય અંબે! અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળની ગરિમા વધી..

Ambajiના મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટૅગ, ગુજરાતની ધાર્મિક પરંપરાને મળી સત્તાવાર ઓળખ બનાસકાંઠાના શક્તિપીઠ Ambajiના પ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે મોહનથાળને GI ટૅગ આપવામાં આવ્યો છે. સત્તાવાર રજિસ્ટ્રીના રેકોર્ડ મુજબ આ નોંધણીનું પ્રમાણપત્ર 1 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવરાત્રિના પ્રથમ નોરતે, 11 ઓક્ટોબરે અંબાજીના ચાચર ચોકમાં યોજાયેલા સમારોહ દરમિયાન ટ્રસ્ટને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ માન્યતા સાથે Ambajiના મોહનથાળને માત્ર ધાર્મિક પ્રસાદ તરીકે જ નહીં, પરંતુ ચોક્કસ સ્થળ સાથે જોડાયેલી વિશિષ્ટ પરંપરાગત ખાદ્ય ઓળખ તરીકે પણ સત્તાવાર માન્યતા મળી છે. અંબાજી મંદિરના લાખો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *