ગુજરાતીઓને હવે મહાકુંભ જવું સસ્તુ પડશે, રાજ્ય સરકારે વિશેષ બસ દોડાવી, ટૂર પેકેજ કર્યું જાહેર

B INDIA અમદાવાદ : ગુજરાતથી મહાકુંભ જવા માગતા શ્રદ્ધાળુઓ માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર મહાકુંભ માટે વિશેષ બસ દોડાવી રહી છે. ગુજરાત સરકારે કુંભ મેળા માટે ખાસ ટુર પેકેજ જાહેર કર્યું છે, જે સાવ સસ્તુ છે. મહાકુંભ માટે એસટી વિભાગની એસી વોલ્વો બસ દોડાવશે. આવવા-જવાની વ્યવસ્થા સાથે ટૂર પેકેજ તૈયાર કરાયું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પવિત્ર મહાકુંભના મેળામાં કરોડો લોકો પોતાની આસ્થાની ડુમકી મારવા જઈ રહ્યા છે.

ત્યારે ગુજરાતનાં તમામ શ્રદ્ધાળુઓ માટે ગુજરાત ટુરિઝમ અને GSRTC એ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતથી રોજ એક હાઇટેક્નિક AC વોલ્વો શરૂ કરવામાં આવી છે. 27 જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યાત્રાળુઓની પહેલી બસની લીલી ઝંડી આપશે. માત્ર 8,100 રૂપિયામાં કુંભ જવા માટેની યાત્રાનું આયોજન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે.

પાર્કિંગથી કુંભના સ્થાન સુધી ખુબ લાબું અંતર છે. તેથી એને ધ્યાનમાં રાખી લોકો બુકીંગ કરાવે. શ્રદ્ધાળુઓને કુંભ રહેવાની વ્યવસ્થા પણ આ જ પેકેજમાં કરવામાં આવી છે. ઓછી કિંમતે લોકો ટ્રાવેલ કરી શકે તે માટે સરકારનું આયોજન છે. ગુજરાત ટુરિઝમે પહેલેથી વ્યવસ્થા કરી છે. જેથી કરીને શ્રદ્ધાળુઓ પવિત્ર મહાકુંભના મેળાનો આનંદ માણી શકે, અને શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે નહી.

Related Posts

Khedbrahma : ભાદરવી પૂનમ મેળા માટે અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ Easy Transit 2026

ભાદરવી પૂનમ મેળા માટે અસારવા-Khedbrahma વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ Khedbrahmaમાં યોજાતા પ્રસિદ્ધ ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેના Ahmedabad મંડળ દ્વારા અસારવા અને Khedbrahmaવચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. 19 સપ્ટેમ્બર 2026થી શરૂ થયેલી આ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન 1 ઓક્ટોબર 2026 સુધી દરરોજ દોડાવવામાં આવશે. ભાદરવી પૂનમના પ્રસંગે Khedbrahma ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પહોંચે છે. આ દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોવાથી તેમને સરળ અને સુવિધાજનક પરિવહન મળી રહે તે માટે રેલવે દ્વારા આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. -> શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ ટ્રેન : Khedbrahma ખાતે યોજાતા ભાદરવી પૂનમ મેળામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. ખાસ…

Ahmedabad જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કલેક્ટરની સૂચના Problem Shift 2026

Ahmedabad જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કલેક્ટરની સૂચના Ahmedabad જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન Ahmedabad જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેમનું સત્વરે અને હકારાત્મક રીતે નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. -> સંકલન બેઠકમાં વિવિધ પ્રશ્નો પર ચર્ચા  : જિલ્લા સંકલન સમિતિની બેઠકનો મુખ્ય હેતુ વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંકલન વધારીને લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવાનો રહ્યો હતો. બેઠક દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના પ્રાથમિક પ્રશ્નો ઉપરાંત માળખાકીય સુવિધાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.શહેરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *