રણજી ટ્રોફી માટે અર્જુન તેંડુલકર તૈયાર, ધમાકેદાર કરી શકે છે એન્ટ્રી

ક્રિક્રેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન રણજી ટ્રોફીમાં પોતાનુ દમ-ખમ બતાવવા જોવા મળી શકે છે. લાંબા સમયથી અર્જુન તેંડુલકરે કોઇ મોટી ટુર્નામેંટ નથી રમી. પરંતુ હવે તેઓ પોતાના ઉત્કૃષ્ટ દેખાવ માટે તૈયાર છે. રણજી ટ્રોફીમાં ગોવા માટે તેઓ પરત ફરવા તૈયાર છે. ગોવાના ઓલરાઉંડર નાગાલૈંડ વિરુદ્ધ રણજી ટ્રોફીના પ્લેટ ગ્રુપ ફાઇનલમાં રમતા જોવા મળશે. ગોવાના સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી દરમિયાન અર્જુનને ટીમમાં સ્થાન મળ્યુ ન હતુ. પરંતુ રણજી સીઝનમાં ટીમમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજા નંબરના ખેલાડી બન્યા છે.

અર્જુન તેંડુલકરે હમણા સુધી 4 મેચમાં 16 વિકેટ ઝડપી છે. ફાઇનલમાં તેઓેએ 20 વિકેટના આંકડા પાર કરે તેવી શક્યતા છે. ગોવા અને નાગાલેંડ વચ્ચે 23થી 27 જાન્યુઆરી સુધી દીમાપુરમાં ક્રિક્રેટ મેચ રમવામાં આવશે. ગોવા માટેના મેચમાં અર્જુન તેંડુલકરની ભૂમિકા ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.મહત્વપૂર્ણ છે કે, અર્જુન તેંડુલકર 2022-23ની સીઝન અગાઉ તેઓ ગોવા પહોંચ્યા હતા. ગોવામાં સામેલ થવા અગાઉ તેઓ ટી-20 ક્રિકેટ મેચ રમી ચુક્યા છે. તેઓએ રણજી ટ્રોફીમાં યાદગાર ડેબ્યુ કર્યુ હતુ. અને રાજસ્થાન વિરુદ્ધ શતક પણ ફટકાર્યો હતો. સચિનના પુત્ર અર્જુન તેંડુલકરે હમણા સુધી 17 ફર્સ્ટ ક્લાસ, 18 લિસ્ટ એ અને 24 ટી-20 મેચ રમ્યા છે. અર્જુને રેડ-બોલ ક્રિકેટમાં 37 અને વ્હાઇટ બોલ ક્રિકેટમાં 52 વિકેટ પોતાના નામે કર્યા છે.

-> મુંબઇ માટે રમતા જોવા મળશે અર્જુન :- અર્જુન તેંડુલકર પ્લેટ ગ્રુપ રણજી ટ્રોફી ફાઇનલ બાદ આ વર્ષે આઇપીએલમાં પરત ફરશે. જ્યાં તેઓ પાંચ વખત આઇપીએલ ચેમ્પિયંસ બની ચુકેલી મુંબઇ ઇંડિયન્સનો ભાગ બનશે. ગયા વર્ષે આયોજિત કરાયેલા મેગા ઓક્શનમાં મુંબઇની ટીમે તેમને બેસ પ્રાઇઝ 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. અર્જુન તેંડુલકર મુંબઇ ઇંડિયન્સ ટીમમાં વર્ષ 2021થી સામેલ છે. આઇપીએલ 2022ના મેગા ઓક્શનમાં તેઓને 30 લાખ રૂપિયામાં રિટેન કર્યા હતા. વર્ષ 2023માં અર્જુનને આઇપીએલમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો પુત્ર હોવાથી અર્જુન તેંડુલકર પર ચાહકોની ખાસ અપેક્ષાઓ જોડાયેલી હોય છે.

Related Posts

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…

ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *