ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, હવે કાનૂની પ્રક્રિયા બનશે મજબૂત

B india અમદાવાદ :- ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે. સાથો સાથ આ નકલ પક્ષકારોને રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા પણ મોકલવામાં આવશે. કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હુકમોના માત્ર સારાંશની નકલ મોકલવામાં આવતી હતી, પરંતુ હાલની કાનૂની જરૂરિયાતોને અનુલક્ષીને હવેથી સમગ્ર હુકમની નકલ રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા વિનામૂલ્યે મોકલવામાં આવશે. આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે. આ પહેલના અમલીથી ચેરીટીતંત્રના વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેમજ પક્ષકારો માટે ન્યાયની સુલભતા સુનિશ્ચિત થશે. પોતાના કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી નાગરિકોનો…

મહા કુંભ 2025થી યૂપીની અર્થવ્યવસ્થાને મળશે બુસ્ટર ડોઝ, આટલા કરોડની આવકનો અંદાજ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં મહાકુંભ2025 ની તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે, હવે બસ મહાકુંભની શરૂઆત થવાની રાહ જોવાઇ રહી છે. સંગમ નગરી વિશ્વભરના ભક્તોનું સંપૂર્ણ ઉત્સાહ સાથે સ્વાગત કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે આ વખતે પ્રયાગરાજ મહાકુંભમાં 40 કરોડથી વધુ ભક્તો આવવાની અપેક્ષા છે. આ કારણોસર, યુપીની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. -> UP કેટલી કમાણી કરશે? :- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક પરિષદને સંબોધિત કરતી વખતે ખુલાસો કર્યો હતો કે મહાકુંભમાં 40 કરોડ શ્રદ્ધાળુઓ હાજરી આપે તેવી અપેક્ષા છે અને તેનાથી ઉત્તર પ્રદેશને બે લાખ કરોડ રૂપિયા સુધીનો આર્થિક વેગ મળવાની અપેક્ષા છે. સીએમ યોગીએ કહ્યું છે કે મહાકુંભ એ ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક…

બાંગ્લાદેશની યુનુસ સરકારે બળતામાં ઘી હોમ્યું, ભારતના આમંત્રણને નકારી કાઢયું

હવામાન વિભાગના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારતમાં આયોજિત સેમિનારમાં બાંગ્લાદેશી અધિકારીઓ હાજરી આપશે નહીં. યુનુસ સરકારના બાંગ્લાદેશના અધિકારીઓએ સરકારી ખર્ચે બિન-આવશ્યક વિદેશ યાત્રા પર પ્રતિબંધ હોવાનો ઉલ્લેખ કરીને ભારત સરકારના આમંત્રણને નકારી કાઢ્યું.સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આઇએમડીના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દિલ્હીમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૪ જાન્યુઆરીએ દિલ્હીના મંડપમ ખાતે યોજાનાર આ સેમિનાર માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત અવિભાજિત ભારતનો ભાગ રહેલા પડોશી દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાને પણ પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી છે. જોકે, બાંગ્લાદેશે તેમાં જોડાવાનો ઇનકાર કર્યો છે -> આમંત્રણ 1 મહિના પહેલા મળ્યું – બાંગ્લાદેશ :- બાંગ્લાદેશ હવામાન વિભાગ (BMD) ના કાર્યકારી નિર્દેશક મોમિનુલ ઇસ્લામે એક મહિના પહેલા IMD તરફથી આમંત્રણ મળવાની પુષ્ટિ કરી…

અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને 1 વર્ષ પુરુ થવા પર આજથી ત્રણ દિવસ થશે ભવ્ય ઉજવણી

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાની મૂર્તિની આજથી (એટલે કે શનિવાર, ૧૧ જાન્યુઆરી) ત્રણ દિવસીય ઉજવણી શરૂ થવા જઈ રહી છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ભવ્ય અને દિવ્ય મંદિરમાં રામલલાનો રાજ્યાભિષેક થયો. તે વર્ષના શુભ મુહૂર્ત મુજબ, આ વખતે પ્રતિષ્ઠા દ્વાદશીનો તહેવાર ૧૧ જાન્યુઆરીએ એટલે કે આજે ઉજવવાનો થાય છે. આ સંદર્ભે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ૧૧ થી ૧૩ જાન્યુઆરી સુધી ત્રણ દિવસીય મહોત્સવની જાહેરાત કરી છે. પહેલા દિવસથી જ સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થશે. આમાં, સંગીત, કલા અને સાહિત્યની દુનિયાની ઘણી પ્રખ્યાત હસ્તીઓ પોતાનું પ્રદર્શન આપશે. -> મંદિર પરિસરને 50 ક્વિન્ટલથી વધુ ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે :- ટ્રસ્ટ દ્વારા પ્રથમ વર્ષગાંઠના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, ત્રણ દિવસ માટે તમામ પ્રકારના પાસ બંધ…

ગોપાલનાં પડીકા ખાવાની આદત હોય તો ચેતી જજો, ગાંઠીયાના પેકેટમાંથી નીકળ્યો મરેલો ઉંદર

B india અમદાવાદ :- ગોપાલ કંપનીના નમકીન પેકેટમાંથી મરેલો ઉંદર નીકળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રેમપુર ગામની છે. જ્યાં બાળકી આરામથી નમકીન ખાતી હતી. આ દરમિયાન અંદરથી મરેલો ઉંદર નીકળ્યો. એવું કહેવાય છે કે, બાળકીને આ પેકેટનું નમકીન ખાવાનું ભારે પડી ગયું. કારણ કે હવે તેને ડાયેરિયા થઈ ગયો છે. બાળકીના પિતાના જણાવ્યાં મુજબ, તેની પત્ની તેની પુત્રીને નમકીનનું પેકેટ ખવડાવી રહી હતી. બાળકીને અચાનક ઝાડા ઉલ્ટી થવા લાગ્યા અને તપાસ કરવામાં આવતા પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો. બાળકી બીમાર પડી ગઈ અને તેને સારવાર માટે દાવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ્સને બેદરકારી બદલ નમકીન કંપની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે. આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ…

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

B india અમદાવાદ :- ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ત્યારે અમદાવાદમાં આજે 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નો CMનાં હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે. અમદાવાદમાં દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે. લોકસંસ્કૃતિ, કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની પ્રસિદ્ધિના ભાગરૂપે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ અગત્યની ભૂમિકા ભજવે છે. શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે યોજાતો આ પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવે…

ગુજરાતમાં વાદળો મંડરાયા, હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં પડ્યા છાંટા

B india અમદાવાદ :-  ગુજરાતનાં વાતાવરણ સતત પલટો થઈ રહ્યો છે. ઠંડીની આવજા ચાલુ છે. આ વચ્ચે હવે ગુજરાતમાં વાદળો મંડરાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી ગુજરાતમાં સંકટના વાદળો છવાશે. તેમજ કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં વરસાદી છાંટા પડ્યા છે. -> બનાસકાંઠાનાં ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ આવ્યો ? :- ગુજરાતમાં ઠંડીનો પારો ઉંચોનીચો થઈ રહ્યો છે. શુક્રવાર સુધી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. પરંતું શનિવારથી અચાનક રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ છે. જેથી લોકોને રાહત અનુભવાઈ રહી છે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો નીચે ગયો છે. તો બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણમાં પલટા બાદ પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા આવ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતાઓ…

ભૂલો દરેકથી થતી હોય છે, મારાથી પણ થઇ છે, હું કોઇ દેવતા નથીઃ પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પહેલા પોડકાસ્ટમાં વડાપ્રધાન તરીકેના તેમના જુદા જુદા કાર્યકાળ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથેના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, ‘પ્રથમ કાર્યકાળમાં, લોકો મને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને હું દિલ્હીને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીજા કાર્યકાળમાં હું ભૂતકાળના પરિપ્રેક્ષ્યથી વિચારતો હતો. ત્રીજી ટર્મમાં મારી વિચારસરણી બદલાઈ ગઈ છે, મારું મનોબળ ઊંચું થયું છે અને મારા સપના મોટા થઈ ગયા છે. -> ‘સરકારી યોજનાઓની 100% ડિલિવરી હોવી જોઈએ’ :- આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે – હું ઈચ્છું છું કે વિકસિત ભારત માટે 2047 સુધીમાં તમામ સમસ્યાઓનો ઉકેલ આવે, સરકારી યોજનાઓની 100% ડિલિવરી હોવી જોઈએ. આ જ વાસ્તવિક સામાજિક ન્યાય અને બિનસાંપ્રદાયિકતા છે. આની પાછળનું પ્રેરક બળ છે…

અમદાવાદનાં થલતેજમાં વિદ્યાર્થિનીનું મોત, સીડી ચડતા આવ્યો હતો હાર્ટ એટેક

B india અમદાવાદ :- અમદાવાદના થલતેજમાં વિદ્યાર્થિનીનું મોત નિપજતા શાળામાં શોકનો માહોલ છવાયો છે. થલતેજની ઝેબર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 3ની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સીડી ચડાતા સમયે છાતીમાં દુખાવો થયો હતો. ઝેબર શાળામાં સીડી પર જ વિદ્યાર્થિની ઢળી પડી હતી. જો કે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. સંચાલકોના જણાવ્યા અનુસાર શાળામાં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીઓની મેડિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. પરંતુ આ વિદ્યાર્થિનીની આ પ્રકારની કોઈ મેડિકલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસે શાળાએ પહોંચી હતી. અને…

ક્રિકેટર અશ્વિનના નિવેદનથી હોબાળો, કહ્યું “હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી.”

ક્રિકેટર અશ્વિનનાં નિવેદનથી હોબાળો મચી ગયો છે. ક્રિકેટર અશ્વિને એક કાર્યક્રમમાં હિન્દી ભાષાને લઈને એક નિવેદન આપ્યું હતું. જેને લઈને સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો હતો. તેમણે કહ્યું કે, “હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી.”ક્રિકેટર અશ્વિને તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હવે રવિચંદ્રન અશ્વિને એવું નિવેદન આપ્યું છે, જેના કારણે વિવાદ ઉભો થયો છે. ચેન્નાઈમાં એક એન્જિનિયરિંગ કોલેજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે અશ્વિને કહ્યું કે, હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી. અશ્વિનના આ નિવેદનથી ફરી એકવાર ભાષા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. પોતાના સંબોધન દરમિયાન, અશ્વિને વિદ્યાર્થીઓને પૂછ્યું કે, શું કોઈને હિન્દીમાં પ્રશ્નો પૂછવામાં રસ છે, જેમાં કોઈએ રસ દાખવ્યો નહીં. આ પછી અશ્વિને કહ્યું, ‘મને લાગ્યું કે મારે આ કહેવું જોઈએ.’ હિન્દી…