અમદાવાદનાં થલતેજમાં વિદ્યાર્થિનીનું મોત, સીડી ચડતા આવ્યો હતો હાર્ટ એટેક

B india અમદાવાદ :- અમદાવાદના થલતેજમાં વિદ્યાર્થિનીનું મોત નિપજતા શાળામાં શોકનો માહોલ છવાયો છે. થલતેજની ઝેબર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 3ની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સીડી ચડાતા સમયે છાતીમાં દુખાવો થયો હતો.

ઝેબર શાળામાં સીડી પર જ વિદ્યાર્થિની ઢળી પડી હતી. જો કે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. સંચાલકોના જણાવ્યા અનુસાર શાળામાં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીઓની મેડિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. પરંતુ આ વિદ્યાર્થિનીની આ પ્રકારની કોઈ મેડિકલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે.

જો કે પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસે શાળાએ પહોંચી હતી. અને સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થિની સવારે 7 વાગ્યે રિક્ષામાં ઝેબર શાળામાં પહોંચી હતી. ત્યારે શાળાની સીડી પર ચડવા ગઈ હતી ત્યારે જ દુખાવો થતા તાત્કાલિક તે સીડી પર બેસી ગઈ હતી. તેની જાણ થતા શાળાના શિક્ષકો દ્વારા PCR આપવામાં આવ્યું હતું છતા સારું ન થતા તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Related Posts

“સાયબર ક્રાઈમ એલર્ટ: અજાણી લિંક્સ પર ભૂલથી પણ ન કરતા ક્લિક!”

સાયબર ક્રાઈમ સામે દેશવ્યાપી લાલબત્તી: અજાણી લિંક્સ પર ક્લિક કરવું પડી શકે છે ભારે, પોલીસની કડક કાર્યવાહી નવી દિલ્હી/ગાંધીનગર: આજના ડિજિટલ યુગમાં જ્યાં ઓનલાઇન લેવડ-દેવડ સરળ બની છે, ત્યાં જ…

“મોસમી બીમારીઓનો કહેર: વાયરલ ફિવર અને ડેન્ગ્યુ સામે બચવા અપનાવો આ સાવચેતી.”

આરોગ્ય ચેતવણી: બદલાતા વાતાવરણમાં વાયરલ અને ડેન્ગ્યુનો ખતરો, તંત્રની એડવાઈઝરી જાહેર ગાંધીનગર: ચોમાસાની ઋતુ અને બદલાતા હવામાનને કારણે રાજ્યમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *