ગુજરાતમાં વાદળો મંડરાયા, હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં પડ્યા છાંટા

B india અમદાવાદ :-  ગુજરાતનાં વાતાવરણ સતત પલટો થઈ રહ્યો છે. ઠંડીની આવજા ચાલુ છે. આ વચ્ચે હવે ગુજરાતમાં વાદળો મંડરાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી ગુજરાતમાં સંકટના વાદળો છવાશે. તેમજ કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં વરસાદી છાંટા પડ્યા છે.

Gujarat rain : ગુજરાતમાં ફરી કોઈ સિસ્ટમ આવશે અને વરસાદ શરૂ થશે? - BBC News  ગુજરાતી

-> બનાસકાંઠાનાં ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ આવ્યો ? :- ગુજરાતમાં ઠંડીનો પારો ઉંચોનીચો થઈ રહ્યો છે. શુક્રવાર સુધી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. પરંતું શનિવારથી અચાનક રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ છે. જેથી લોકોને રાહત અનુભવાઈ રહી છે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો નીચે ગયો છે. તો બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણમાં પલટા બાદ પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા આવ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. પાલનપુરના જગાણા, ભાગળ લાલાવડા સહિતના ગ્રામ પંથકમાં વરસાદી છાંટા અનુભવાયા છે. ત્યારે આ કમોસમી માવઠાને કારણે ગુજરાતોનો જીવ તાળવે ચોંટ્યો છે. ઘઉં, રાયડો, જીરું જેવા પાકોને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને નુકસાનની શક્યતાઓ છે.

ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી - Light to  Moderate rain thundershowers in gujarat and Saurashtra-Kutch

-> ક્યાં રાજ્યમાં પડશે વરસાદ? :- હવામાન વિભાગે આગાહી કરી છે કે, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, ઉત્તર ભારતના હવામાન પર 10-12 જાન્યુઆરી સુધી અસર થશે. આના કારણે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ પડશે. તે જ સમયે, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં ૧૧ જાન્યુઆરીએ, ઉત્તરાખંડમાં ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ અને રાજસ્થાનમાં પણ ૧૧ જાન્યુઆરીએ વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ ભારે વરસાદ પડશે, કેરળ અને માહેમાં ૧૨ જાન્યુઆરીએ ભારે વરસાદ પડશે. ઉપરાંત, 11 જાન્યુઆરીએ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાત, વરસાદ, આગાહી, અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત,  સૌરાષ્ટ્ર, ભારે વરસાદ, હવામાન વિભાગ - Gujarat Rainfall heavy rain many  cities Gujarat ...

સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 જાન્યુઆરી સુધી દેશના 10 રાજ્યોમાં હળવા, મધ્યમ અને ભારે વરસાદનું એલર્ટ રહેશે. 20 રાજ્યોમાં કેટલીક જગ્યાએ ધુમ્મસ અને કેટલીક જગ્યાએ શીત લહેર રહેશે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.

Related Posts

Ahmedabad AMC Food Dept Crackdown 2026: લાયસન્સ વગરનું ગોડાઉન સીલ! Food Safety Raid સાવચેત રહેજો અમદાવાદવાસીઓ

Ahmedabadમાં તહેવાર પહેલાં મીઠાઈ પર AMCની તવાઈ: કાજુ કતરીના વરખમાં અન્ય ધાતુ મળતા એકમ સીલ Ahmedabadમાં તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં જ મીઠાઈ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને AMCના ફૂડ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં મીઠાઈ અને માવાની દુકાનો તથા ઉત્પાદન એકમોમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કાજુ કતરીમાં ચાંદીના વરખના બદલે અન્ય ધાતુનો ઉપયોગ થતો હોવાની શંકા સામે આવી છે. આ તપાસ દરમિયાન કુલ 22 જેટલા ખાદ્ય એકમોમાં રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કાલુપુર-બાપુનગર વિસ્તારમાં આવેલા શ્રી કનૈયાલાલ માવાવાળાના એકમમાં કાજુ કતરીના વરખ અંગે ગંભીર બાબત સામે આવતા એકમને સીલ કરવામાં આવ્યો હતો. તહેવારો દરમિયાન મીઠાઈની માંગ સામાન્ય દિવસોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધી જાય છે. લોકો પોતાના પરિવાર અને સંબંધીઓ માટે મીઠાઈ…

Suratમાં ₹40 લાખની સાયબર છેતરપિંડી: નકલી WhatsApp પ્રોફાઇલથી કંપની માલિકના ખાતામાંથી ઉડાવ્યા લાખો રૂપિયા Fake WhatsApp Trap

Suratમાં ₹40 લાખની સાયબર છેતરપિંડી: નકલી WhatsApp પ્રોફાઇલથી કંપની માલિકના ખાતામાંથી ઉડાવ્યા લાખો રૂપિયા Surat Cyber Crime News 2026: ગુજરાતના Surat શહેરમાં સાયબર છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક કંપનીના 64 વર્ષીય માલિકને નિશાન બનાવીને સાયબર ઠગોએ ₹40 લાખની રકમ પડાવી લીધી હોવાનો આરોપ છે. પ્રાથમિક માહિતી મુજબ, ઠગોએ કંપનીના માલિકના નામે નકલી WhatsApp પ્રોફાઇલ બનાવી અને કર્મચારીને વિશ્વાસમાં લઈને કંપનીના ખાતામાંથી મોટી રકમ ટ્રાન્સફર કરાવી હતી. આ મામલે પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના ફરી એક વખત સાબિત કરે છે કે સાયબર ગુનેગારો હવે માત્ર સામાન્ય લોકોને જ નહીં પરંતુ વ્યવસાયિકો, કંપની માલિકો અને તેમના કર્મચારીઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. ખાસ કરીને કંપનીના નાણાકીય વ્યવહારો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *