ક્રિકેટર અશ્વિનના નિવેદનથી હોબાળો, કહ્યું “હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી.”

ક્રિકેટર અશ્વિનનાં નિવેદનથી હોબાળો મચી ગયો છે. ક્રિકેટર અશ્વિને એક કાર્યક્રમમાં હિન્દી ભાષાને લઈને એક નિવેદન આપ્યું હતું. જેને લઈને સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો હતો. તેમણે કહ્યું કે, “હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી.”ક્રિકેટર અશ્વિને તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હવે રવિચંદ્રન અશ્વિને એવું નિવેદન આપ્યું છે, જેના કારણે વિવાદ ઉભો થયો છે. ચેન્નાઈમાં એક એન્જિનિયરિંગ કોલેજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે અશ્વિને કહ્યું કે, હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી.

અશ્વિનના આ નિવેદનથી ફરી એકવાર ભાષા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. પોતાના સંબોધન દરમિયાન, અશ્વિને વિદ્યાર્થીઓને પૂછ્યું કે, શું કોઈને હિન્દીમાં પ્રશ્નો પૂછવામાં રસ છે, જેમાં કોઈએ રસ દાખવ્યો નહીં. આ પછી અશ્વિને કહ્યું, ‘મને લાગ્યું કે મારે આ કહેવું જોઈએ.’ હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી, તે એક સત્તાવાર ભાષા છે.અશ્વિનના આ નિવેદનથી હોબાળો મચી ગયો છે, પરંતુ આ બાબતે અશ્વિન કેટલા સાચા અને ખોટા છે તે આ અહેવાલમાં જાણીશું. હિન્દી વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે. જોકે, ઘણા લોકો હિન્દી વિશે જાણતા નથી. હિન્દી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. આથી, લોકો માને છે કે તે ભારતની રાષ્ટ્રીય ભાષા છે, જ્યારે એવું નથી. હિન્દીને ભારતની રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવ્યો નથી. આ પાછળનું કારણ શું છે, ચાલો જાણીએ…

આઝાદી પછી, કન્હૈયાલાલ માણિકલાલ મુનશી અને નરસિંહ ગોપાલસ્વામી આયંગરને ભાષા સંબંધિત કાયદા બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં હિન્દી ભાષા અંગે ઘણી ચર્ચા થઈ હતી. આખરે 14 સપ્ટેમ્બર 1949ના રોજ એક કાયદો બનાવવામાં આવ્યો હતો. બંધારણના અનુચ્છેદ 343 અને 351 હેઠળ બનાવવામાં આવેલા આ કાયદામાં જણાવાયું હતું કે, હિન્દી ભારતની સત્તાવાર ભાષારહેશે. ત્યારે તેને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો. ત્યારથી, 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે.

Related Posts

Ahmedabad AMC Food Dept Crackdown 2026: લાયસન્સ વગરનું ગોડાઉન સીલ! Food Safety Raid સાવચેત રહેજો અમદાવાદવાસીઓ

Ahmedabadમાં તહેવાર પહેલાં મીઠાઈ પર AMCની તવાઈ: કાજુ કતરીના વરખમાં અન્ય ધાતુ મળતા એકમ સીલ Ahmedabadમાં તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં જ મીઠાઈ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને AMCના ફૂડ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં મીઠાઈ અને માવાની દુકાનો તથા ઉત્પાદન એકમોમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કાજુ કતરીમાં ચાંદીના વરખના બદલે અન્ય ધાતુનો ઉપયોગ થતો હોવાની શંકા સામે આવી છે. આ તપાસ દરમિયાન કુલ 22 જેટલા ખાદ્ય એકમોમાં રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કાલુપુર-બાપુનગર વિસ્તારમાં આવેલા શ્રી કનૈયાલાલ માવાવાળાના એકમમાં કાજુ કતરીના વરખ અંગે ગંભીર બાબત સામે આવતા એકમને સીલ કરવામાં આવ્યો હતો. તહેવારો દરમિયાન મીઠાઈની માંગ સામાન્ય દિવસોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધી જાય છે. લોકો પોતાના પરિવાર અને સંબંધીઓ માટે મીઠાઈ…

Suratમાં ₹40 લાખની સાયબર છેતરપિંડી: નકલી WhatsApp પ્રોફાઇલથી કંપની માલિકના ખાતામાંથી ઉડાવ્યા લાખો રૂપિયા Fake WhatsApp Trap

Suratમાં ₹40 લાખની સાયબર છેતરપિંડી: નકલી WhatsApp પ્રોફાઇલથી કંપની માલિકના ખાતામાંથી ઉડાવ્યા લાખો રૂપિયા Surat Cyber Crime News 2026: ગુજરાતના Surat શહેરમાં સાયબર છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક કંપનીના 64 વર્ષીય માલિકને નિશાન બનાવીને સાયબર ઠગોએ ₹40 લાખની રકમ પડાવી લીધી હોવાનો આરોપ છે. પ્રાથમિક માહિતી મુજબ, ઠગોએ કંપનીના માલિકના નામે નકલી WhatsApp પ્રોફાઇલ બનાવી અને કર્મચારીને વિશ્વાસમાં લઈને કંપનીના ખાતામાંથી મોટી રકમ ટ્રાન્સફર કરાવી હતી. આ મામલે પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના ફરી એક વખત સાબિત કરે છે કે સાયબર ગુનેગારો હવે માત્ર સામાન્ય લોકોને જ નહીં પરંતુ વ્યવસાયિકો, કંપની માલિકો અને તેમના કર્મચારીઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. ખાસ કરીને કંપનીના નાણાકીય વ્યવહારો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *