ઈરાન–અમેરિકા તણાવ ફરી ભડક્યો: અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યાના દાવા બાદ ટ્રમ્પની કડક ચેતવણી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ હવે વધુ ગંભીર સ્થિતિમાં પહોંચ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ દાવો કર્યો છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અમેરિકાનું એક અપાચે હેલિકોપ્ટર ઈરાની દળોએ નિશાન બનાવી તોડી પાડ્યું છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકાનો ગંભીર આક્ષેપ ટ્રમ્પના જણાવ્યા મુજબ ઘટના અત્યંત સંવેદનશીલ સમુદ્રી માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક બની હતી, જ્યાં અમેરિકી સૈન્યનું હેલિકોપ્ટર નિયમિત પેટ્રોલિંગમાં હતું. આ હુમલા બાદ અમેરિકા તરફથી ઈરાનને કડક ચેતવણી આપવામાં આવી છે અને “જડબાતોડ જવાબ” આપવાની પણ વાત કરવામાં આવી છે. અમેરિકી રક્ષા વિભાગના સૂત્રોના હવાલાથી મળતી માહિતી મુજબ, ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પાયલટો સુરક્ષિત,…

શેરધારકના સવાલ પર ચેરમેન ચંદ્રશેખરનનો ‘ગણિતવાળો’ જવાબ: શેર કેમ ઘટ્યો? જાણો મુખ્ય કારણો

જાણીતી IT TCS કંપનીના શેરમાં થયેલા ભારે ઘટાડા બાદ યોજાયેલી 31મી વાર્ષિક સામાન્ય સભામાં (AGM) એક શેરધારકે ચેરમેન સમક્ષ સીધો સવાલ ઉઠાવ્યો હતો કે “મજબૂત નફા છતાં શેરનો ભાવ કેમ સતત ઘટી રહ્યો છે?” આ પ્રશ્નનો જવાબ આપતાં કંપનીના ચેરમેન એન. ચંદ્રશેખરનએ સ્થિતિને સરળ ભાષામાં સમજાવી અને જણાવ્યું કે આ ઘટાડો માત્ર કંપની પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વૈશ્વિક IT ક્ષેત્રમાં જોવા મળી રહેલા મોટા ટ્રેન્ડનો ભાગ છે. શેર 4,000થી ઘટીને 2,200ની રેન્જમાં અહેવાલ મુજબ, કંપનીનો શેર 2024ના ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન લગભગ ₹4,289ની ઊંચી સપાટીએ હતો, પરંતુ ત્યારબાદ સતત ઘટાડો જોવા મળ્યો. હાલમાં શેર લગભગ ₹2,200–₹2,500ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ ઘટાડાને કારણે રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. ઘટાડાના બે મુખ્ય કારણો ચેરમેનના જણાવ્યા મુજબ…

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ વરસતા ગરમીથી મળી રાહત

છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત દક્ષિણ ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે નવસારી અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વરસાદના પ્રથમ છાંટા પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. નવસારીના પશ્ચિમ વિસ્તારોમાં બપોર બાદ અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. થોડા જ સમયમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને વાતાવરણમાં ખુશનુમા બદલાવ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી સાબિત થઈ સાચી હવામાન વિભાગે અગાઉથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને નવસારી, વલસાડ અને દરિયાકાંઠાના…

ઈરાન યુદ્ધ બાદ ઈઝરાયલ કેમ પડી રહ્યું છે એકલું? અમેરિકા, UAE સહિતના દેશો સાથે વધ્યું અંતર

ઈરાન સાથેના તણાવ અને યુદ્ધ બાદ મધ્ય પૂર્વની રાજકીય સ્થિતિમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં અમેરિકા, યુનાઇટેડ આરબ અમીરાત (UAE) અને બહેરીન જેવા દેશોનું સમર્થન મેળવનાર ઈઝરાયલ હવે ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડતું હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ખાસ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચેના સંબંધોમાં વધતી કડવાશ ચર્ચાનો વિષય બની છે. અમેરિકા અને ઈઝરાયલના હેતુઓમાં તફાવત નિષ્ણાતોના મતે ઈરાન મુદ્દે અમેરિકા અને ઈઝરાયલના અભિગમમાં સ્પષ્ટ તફાવત જોવા મળી રહ્યો છે. અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમને કેન્દ્રમાં રાખીને રાજદ્વારી વાટાઘાટો અને નિયંત્રણની નીતિ અપનાવવા માંગે છે, જ્યારે ઈઝરાયલ ઈરાન અને તેના સમર્થિત પ્રોક્સી સંગઠનો સામે વધુ આક્રમક વલણ જાળવવા ઈચ્છે છે. આ અભિગમના તફાવતને કારણે બંને દેશો વચ્ચે…

શું છે આ 1200 કિમી ચાલતી કારનું અસલી રહસ્ય? પેટ્રોલ અને બેટરીની એવી જુગલબંધી જે તમે ક્યારેય નહીં જોઈ હોય!

નવી દિલ્હી / અમદાવાદ: ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં અત્યાર સુધી જેની માત્ર ચર્ચાઓ ચાલતી હતી, તે ક્રાંતિની હવે સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની BYD (Build Your Dreams) એ ભારતમાં એક એવો મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો છે, જે દેશની ઓટોમોબાઈલ માર્કેટના આખા સમીકરણો બદલી નાખશે. ચીની દિગ્ગજ ઓટોમેકરે ભારતમાં તેની અદભુત અને ગેમ-ચેન્જિંગ હાઇબ્રિડ ટેકનોલોજી રજૂ કરી દીધી છે. કંપનીએ તેની પ્રથમ સુપર પ્લગ-ઇન હાઇબ્રિડ કાર BYD Seal U ની પુષ્ટિ કરી છે, જે એક જ ચાર્જ અને ફુલ ટેન્ક પર આખા ૧૨૦૦ કિલોમીટરની અવાસ્તવિક રેન્જ આપશે! અત્યાર સુધી ભારતીય માર્કેટમાં માત્ર પ્યોર ઈલેક્ટ્રિક (EV) કારો જ વેચતી BYD હવે ભારતીય ગ્રાહકોની નાડી પારખીને પોતાની પ્રથમ પ્લગ-ઇન હાઇબ્રિડ કાર લાવી રહી છે…

ઉજ્જવલા યોજના લાભાર્થીઓને ઝટકો: હવે વર્ષમાં માત્ર 4 સબસિડીવાળા LPG સિલિન્ડર મળશે

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ મળતા સબસિડીવાળા LPG સિલિન્ડરની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે. અગાઉ લાભાર્થીઓને વર્ષમાં 9 સબસિડીવાળા સિલિન્ડર મળતા હતા, પરંતુ હવે આ મર્યાદા ઘટાડીને માત્ર 4 સિલિન્ડર કરી દેવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણય લાભાર્થી પરિવારોના સરેરાશ વાર્ષિક LPG વપરાશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મે 2016માં શરૂ કરાયેલી ઉજ્જવલા યોજનાનો હેતુ ગરીબ પરિવારોની મહિલાઓને ડિપોઝિટ વિના મફત LPG કનેક્શન ઉપલબ્ધ કરાવવાનો હતો. શરૂઆતમાં યોજનાના લાભાર્થીઓને વર્ષમાં 12 સબસિડીવાળા 14.2 કિલોગ્રામના સિલિન્ડર મળતા હતા. ત્યારબાદ આ સંખ્યા ઘટાડીને 9 કરવામાં આવી હતી અને હવે તેને વધુ ઘટાડીને માત્ર 4 સિલિન્ડર સુધી મર્યાદિત કરવામાં આવી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી પ્રવીણ મલ ખનૂજાએ જણાવ્યું…

રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસા પૂર્વે અનોખો ડબલ ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં એક તરફ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 12થી 14 જૂન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, 8થી 14 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ તેમજ દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિનો વ્યાપ વધીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ દરમિયાન 15થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના…

રાશિફળ/09 જૂન 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારા બળપણની યાદગીરીઓ આજે તમને વ્યસ્ત રાખશે. આ પ્રક્રિયામાં તમે તમારી જાત પર બિનજરૂરી માનસિક તાણ લાવશો. પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા ખોઈ બેસવામાંથી જ તમારી બેચેની અને તાણ ઉદભવ્યા છે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. ટીમ બનાવી…

અંક જ્યોતિષ/09 જૂન 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પંચાંગ /09 જૂન 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી નવમી (નોમ) +02:37 AM નક્ષત્ર પૂર્વભાદ્રપદ 09:40 AM કરણ : તૈતુલ 03:08 PM ગરજ 03:08 PM પક્ષ કૃષ્ણ યોગ પ્રીતિ 08:17 AM દિવસ મંગળવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:22 AM ચંદ્રોદય +01:15 AM ચંદ્ર રાશિ મીન સૂર્યાસ્ત 07:17 PM ચંદ્રાસ્ત 01:07 PM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન અવધિ…