NEET-UG 2026 માટે વાયુસેનાની મદદ લેશે સરકાર, Mi-17 હેલિકોપ્ટરથી પહોંચાડાશે પ્રશ્નપત્રો

NEET-UG 2026ની પુનઃપરીક્ષાને સંપૂર્ણ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકારે આ વખતે કડક અને અભૂતપૂર્વ પગલાં ભર્યા છે. ગયા વર્ષે પેપર લીક વિવાદ બાદ પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા જાળવવા માટે પ્રથમ વખત દેશભરમાં પ્રશ્નપત્રોના પરિવહન માટે ભારતીય વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટર અને અન્ય સૈન્ય વિમાનોનો ઉપયોગ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 21 જૂને યોજાનારી NEET-UG 2026 પરીક્ષાના પ્રશ્નપત્રોને દેશના વિવિધ રાજ્યોમાં સમયસર અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે એરફોર્સની વિશેષ મદદ લેવામાં આવશે. પ્રશ્નપત્રોને પહેલા પસંદ કરાયેલા એરફોર્સ સ્ટેશનો પર પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ પરીક્ષા કેન્દ્રો સુધી મોકલવામાં આવશે. પેપર લીક બાદ બદલાઈ સુરક્ષા વ્યૂહરચના ગયા વર્ષે NEET પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિઓના આરોપોને કારણે દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના કારણે પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા અને…

ઈરાન-અમેરિકા-ઈઝરાયલ સંઘર્ષમાં ખાડી દેશો કેમ બની રહ્યા છે નિશાન? જાણો તેની પાછળના વ્યૂહાત્મક કારણો

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. જોકે આ સીધી ટક્કરની અસર માત્ર આ ત્રણ દેશો સુધી મર્યાદિત નથી રહી. ખાડી ક્ષેત્રના અનેક દેશો પણ આ સંઘર્ષની આડઅસરમાં આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર પ્રદેશમાં ચિંતા અને અનિશ્ચિતતા વધી રહી છે. વિશ્લેષકોના મતે, ઈરાનની વ્યૂહરચના માત્ર અમેરિકા અને ઈઝરાયલ સુધી સીમિત નથી. તેહરાન ખાડી દેશોને પણ અમેરિકાના મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સહયોગી તરીકે જુએ છે. આ દેશોમાં આવેલી અમેરિકાની સૈન્ય હાજરી અને લશ્કરી માળખાને ધ્યાનમાં રાખીને ઈરાન તેમના પર દબાણ વધારવાની નીતિ અપનાવી રહ્યું છે. ખાડી દેશો પર કેમ છે ઈરાનની નજર? ઈરાનનું માનવું છે કે ખાડી ક્ષેત્રના ઘણા દેશો અમેરિકાની સૈન્ય કામગીરી માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે કામ…

લેબનોન માટે ઈરાન કેમ છે એટલું સંવેદનશીલ? જાણો શું છે વ્યૂહાત્મક અને રાજકીય મહત્ત્વ

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેની ટક્કરમાં લેબનોન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. તાજેતરના હુમલાઓ અને પ્રતિક્રિયાઓએ એ પ્રશ્ન ઉભો કર્યો છે કે આખરે લેબનોન માટે ઈરાન કેમ આટલું મહત્વ આપે છે અને શા માટે તે પોતાના વ્યૂહાત્મક હિતોની રક્ષા માટે મોટા જોખમો લેવા તૈયાર થઈ જાય છે. ઈરાન માટે લેબનોન માત્ર પડોશી દેશ નથી વિશ્લેષકોના મતે, ઈરાન માટે લેબનોન માત્ર એક સ્વતંત્ર દેશ નથી, પરંતુ તેની પ્રાદેશિક વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ છે. વર્ષોથી ઈરાને લેબનોનમાં સક્રિય રહેલા હિઝબુલ્લાહ સાથે નજીકના સંબંધો જાળવી રાખ્યા છે. આ સંગઠનને ઈરાન પોતાના મહત્વપૂર્ણ પ્રાદેશિક સહયોગી તરીકે જુએ છે. ઈરાનનું માનવું છે કે લેબનોનમાં તેની અસર જળવાઈ રહેવી મધ્ય પૂર્વમાં તેના વ્યૂહાત્મક પ્રભાવ માટે જરૂરી છે. આ…

કચ્છના વિકાસને મળશે નવી ગતિ: 6 મુખ્ય રસ્તાઓ ફોરલેન બનશે, ₹630 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

કચ્છ જિલ્લાના માર્ગ માળખાને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં આવેલા 6 મુખ્ય માર્ગોને ફોરલેનમાં અપગ્રેડ કરવા માટે અંદાજે ₹630 કરોડના વિકાસ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી કચ્છમાં માર્ગ વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે. રસ્તાઓના વિસ્તરણથી સ્થાનિક નાગરિકોને મુસાફરીમાં સરળતા મળશે તેમજ વિવિધ ગામો, શહેરો અને ઔદ્યોગિક વિસ્તારો વચ્ચેનું જોડાણ વધુ ઝડપી બનશે. સરકારના જણાવ્યા અનુસાર, ફોરલેન માર્ગોના નિર્માણથી લોકોના જીવનમાં સુવિધા વધશે અને “ઈઝ ઓફ લિવિંગ”ને પ્રોત્સાહન મળશે. સાથે જ કચ્છના પર્યટન ક્ષેત્રને પણ મોટો લાભ મળશે. જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોએ પહોંચવા માટે વધુ સારી અને સુરક્ષિત માર્ગ સુવિધા ઉપલબ્ધ થતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો…

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક અકસ્માત: પીગળેલા સ્ટીલની લીકેજથી 8 મજૂરોના મોત

વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત સ્ટીલ પ્લાન્ટમાં થયેલા ભયાનક ઔદ્યોગિક અકસ્માતમાં 8 મજૂરોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે અનેક કામદારો ઘાયલ થયા છે. ઘટનાને પગલે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સ્ટીલ પ્લાન્ટના SMS-2 અને STC-3 હીટ ફેસિલિટી વિસ્તારમાં લગભગ 1600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળેલા સ્ટીલથી ભરેલો લાડલ (Ladle) અચાનક ફાટી જતાં મોટી માત્રામાં પીગળેલું સ્ટીલ બહાર વહી ગયું હતું. અત્યંત ઊંચા તાપમાને રહેલા સ્ટીલના સંપર્કમાં આવતા અનેક કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. અકસ્માત બાદ પ્લાન્ટ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને કામદારો પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્ટીલ પ્લાન્ટની ઇમરજન્સી ટીમ અને ફાયર સેફ્ટી સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા…

આણંદ: સ્વચ્છતાના નામે નેતાઓનું 5 મિનિટનું ‘ફોટો સેશન’!

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ભાજપની ચૂંટાયેલી પાંખ હવે એક્શનમાં તો આવી છે, પણ આ એક્શન જનતાની સેવા માટે છે કે પછી સોશિયલ મીડિયા પર ‘રીલ્સ’ અને ‘ફોટો સેશન’ માટે? આ સવાલ અમે નથી પૂછી રહ્યા, પરંતુ આણંદની જનતામાં સોશિયલ મીડિયાના ક્રેઝ પાછળ ઘેલી બનેલી નેતાગીરી સામે ભારે આક્રોશ સાથે ચર્ચાઈ રહ્યો છે. આજે આણંદના નવા બસ સ્ટેન્ડ પાસે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા ‘સ્વચ્છતા અભિયાન’માં જે વરવું સત્ય સામે આવ્યું છે, તેણે તંત્રના દાવાઓની પોલ ખોલી નાખી છે. સફાઈ કરેલી જગ્યા પર જ ફરી સફાઈ! જુઓ નેતાઓનો અનોખો ખેલ આજે કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ, ડેપ્યુટી કમિશનર કમલેશ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુર સુથાર સહિત કોર્પોરેટરોનો મોટો કાફલો નવા બસ સ્ટેન્ડ પાસે ‘સ્વચ્છતા અભિયાન’ ચલાવવા…

શિમલા-મનાલી જવાનું છોડો! આ ઉનાળામાં પરિવાર સાથે માણો ભારતના આ ૫ છુપા સ્વર્ગ જેવા સ્થળોની મજા!

ઉનાળાની કાળઝાળ ગરમી અને મેટ્રો સિટીઝના પ્રદૂષણથી કંટાળીને લોકો  પ્લાન કરી રહ્યા છે. જ્યારે પણ ઠંડી જગ્યાએ ફરવાની વાત આવે, ત્યારે લોકોના મગજમાં સૌથી પહેલો વિચાર શિમલા કે મનાલીનો આવે છે. પરંતુ, અત્યારે આ પોપ્યુલર હિલ સ્ટેશનો પ્રવાસીઓની ભારે ભીડ, ટ્રાફિક જામ અને મોંઘી હોટેલોના કારણે પરેશાનીનું કેન્દ્ર બન્યા છે. ક્રમ સ્થળ અને રાજ્ય વિશેષતા કોના માટે બેસ્ટ છે? ૧ ઝીરો ખીણ (Ziro Valley) અરુણાચલ પ્રદેશ પૂર્વીય હિમાલયના ખોળામાં વસેલું લીલુંછમ સ્વર્ગ, અદભુત પાઈનના વૃક્ષો અને અપાતાની સંસ્કૃતિ. પ્રકૃતિ પ્રેમીઓ અને શાંતિની શોધ કરનારા માટે ૨ ગોકર્ણ (Gokarna) કર્ણાટક ગોવા જેવા જ સુંદર અને કુદરતી દરિયાકિનારા, પણ બિલકુલ શાંત અને ભીડભાડ વગરના બીચ. બીચ વાઇબ્સ અને રિલેક્સેશનના શોખીનો માટે ૩ માજુલી ટાપુ (Majuli Island) આસામ બ્રહ્મપુત્ર…

રાશિફળ/08 જૂન 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો, આમ કરવા થી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે, તે તમારી આર્થિક સ્થિતિ ને પણ ખરાબ કરે છે. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ…

અંક જ્યોતિષ/08 જૂન 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પંચાંગ /08 જૂન 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી અષ્ટમી (આઠમ) +03:26 AM નક્ષત્ર શતભિષ 09:10 AM કરણ : બાલવ 03:32 PM કૌલવ 03:32 PM પક્ષ કૃષ્ણ યોગ વિશ્કુમ્ભ 09:27 AM દિવસ સોમવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:22 AM ચંદ્રોદય +00:45 AM ચંદ્ર રાશિ કુંભ સૂર્યાસ્ત 07:17 PM ચંદ્રાસ્ત 12:09 PM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન અવધિ…