શ્રાવણ 2026 : ભક્તિની શરૂઆત, જાણો ક્યારે છે પહેલો સોમવાર અને શું છે શિવજીને પ્રસન્ન કરવાના ઉપાયો?

શ્રાવણ મહિનો 2026 : ભક્તિ અને આસ્થાનો મહાસાગર, જાણો પૂજા વિધિ, વ્રત અને ઉપાયોની સંપૂર્ણ માહિતી! અમદાવાદ: હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. તેને ‘મહિનાઓનો રાજા’ માનવામાં આવે છે. આ મહિનો સંપૂર્ણપણે ભગવાન શિવને સમર્પિત છે. વર્ષ ૨૦૨૬માં શ્રાવણ મહિનાની શરૂઆત ૨૫ જુલાઈ, ૨૦૨૬ થી થઈ રહી છે. સમગ્ર શ્રાવણ માસ ભક્તિમય વાતાવરણમાં વીતશે અને શિવજીની આરાધના માટે આ શ્રેષ્ઠ સમયગાળો છે. શ્રાવણ મહિનાનું ધાર્મિક મહત્વ: પુરાણો અનુસાર, દેવાધિદેવ મહાદેવને શ્રાવણ મહિનો અત્યંત પ્રિય છે. માન્યતા છે કે આ મહિનામાં કરવામાં આવેલી શિવ પૂજા, અન્ય મહિનાઓ કરતા અનેક ગણું વિશેષ ફળ આપે છે. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા વિષને પીધા પછી શિવજીને જે દાહ (જલન) થઈ હતી, તેને શાંત કરવા માટે દેવતાઓએ શ્રાવણ મહિનામાં જળાભિષેક કર્યો…