અમેરિકામાં ટ્રમ્પ ટેરિફના સૌથી મોટા રિફંડની પ્રક્રિયા શરૂ, ₹13.8 લાખ કરોડ પરત થશે

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન લાદવામાં આવેલી ટેરિફને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા બાદ હવે રિફંડ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ નિર્ણયને અમેરિકન ઇતિહાસનું સૌથી મોટું ટેરિફ રિફંડ માનવામાં આવી રહ્યું છે, જેમાં અંદાજે 166 અબજ ડોલર (લગભગ ₹13.8 લાખ કરોડ) પરત કરવાના રહેશે. નવા નિર્ણય મુજબ અમેરિકાની કંપનીઓ સોમવારથી ઓનલાઈન પોર્ટલ મારફતે ક્લેમ ફાઈલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં જણાવાયું હતું કે ટ્રમ્પ પ્રશાસને ઈમરજન્સી સત્તાનો અયોગ્ય ઉપયોગ કરીને ટેરિફ લગાવ્યા હતા. આ કેસ બાદ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે આદેશ આપ્યો છે કે આયાતકારોને તેમની જમા રકમ સાથે વ્યાજ પણ પરત કરવામાં આવે. અંદાજ મુજબ લગભગ 3.3 લાખ આયાતકારોને આ નિર્ણયનો લાભ મળશે, જેમણે કાર…

PM મોદીનો રાજસ્થાન પ્રવાસ રદ, પચપદરા રિફાઈનરીમાં આગને કારણે લોકાર્પણ સ્થગિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંગળવારે યોજાનારો રાજસ્થાન પ્રવાસ અચાનક રદ કરવામાં આવ્યો છે. બાલોતરા જિલ્લામાં આવેલી પચપદરા રિફાઈનરીમાં લાગેલી ભયંકર આગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન દ્વારા આ રિફાઈનરીનું લોકાર્પણ થવાનું હતું, પરંતુ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર કાર્યક્રમને સ્થગિત કરવો પડ્યો. આગ એટલી ભયંકર હતી કે સમગ્ર વિસ્તારમાં ઘાટો ધુમાડો છવાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની 24થી વધુ ગાડીઓ આગ બુઝાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ત્રણ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. હાલ પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલુ છે. સ્થળ પર સુરક્ષા એજન્સીઓ અને તંત્ર તૈનાત છે અને પરિસ્થિતિ પર…

ગુજરાતમાં માવઠાની આગાહી: ગરમી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં હળવો થી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનમાં આ બદલાવનું મુખ્ય કારણ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે, જેના પ્રભાવથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ સર્જાઈ શકે છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ વધુ રહેશે, જેના કારણે બફારાવાળું વાતાવરણ અનુભવાશે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી…

ઈટાલીમાં બૈસાખી ઉત્સવ દરમિયાન ફાયરિંગ: બે ભારતીયોની હત્યા, હુમલાખોર ફરાર

ઈટાલીના ઉત્તર ભાગમાં આવેલ બર્ગામો પ્રાંતમાં બૈસાખી તહેવાર દરમિયાન ભયાનક ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં બે ભારતીય નાગરિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક ભારતીય સમુદાયમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. માહિતી મુજબ, ઘટના ગુરુદ્વારા માતા સાહિબ કૌર જીની બહાર બની હતી, જ્યાં લોકો બૈસાખી ઉજવવા માટે ભેગા થયા હતા. શુક્રવારે મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરે અચાનક આવીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. હુમલામાં 48 વર્ષીય રાગિન્દર સિંહ અને 48 વર્ષીય ગુરમીત સિંહના મોત થયા છે. રાગિન્દર સિંહ કોવોના રહેવાસી હતા, જ્યારે ગુરમીત સિંહ અગ્નાડેલોમાં રહેતા હતા. બંને ગુરુદ્વારામાંથી બહાર નીકળતા હતા ત્યારે આ હુમલો થયો હતો. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, હુમલાખોર ઘટનાસ્થળે આવીને ગોળીબાર કર્યા બાદ પોતાની કારમાં બેસીને ફરાર થઈ ગયો. પોલીસે…

વડાપ્રધાન PM મોદીનો ઝાલમુરી પ્રેમ, જાણો કેમ છે આ સ્ટ્રીટ ફૂડ ખાસ

પશ્ચિમ બંગાળના  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ચૂંટણી રેલી દરમિયાન સ્થાનિક સ્ટ્રીટ ફૂડ ઝાલમુરીનો સ્વાદ માણ્યો. તેમણે આ અનુભવ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કર્યો અને સ્થાનિક વિક્રેતા સાથે પણ વાતચીત કરી. શું તમે જાણો છો કે પશ્ચિમ બંગાળનું આ સ્ટ્રીટ ફૂડ ઝાલમુરી શા માટે આટલું પ્રખ્યાત છે અને તે કેવી રીતે બને છે ? વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ, ‘X’ પર આ ક્ષણના ફોટા અને વીડિયો પણ શેર કર્યા. તેમની પોસ્ટમાં, તેમણે લખ્યું છે કે રવિવારના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પશ્ચિમ બંગાળમાં મારી ચાર જાહેર સભાઓ દરમિયાન મેં ઝારગ્રામમાં સ્વાદિષ્ટ મસાલેદાર ઝાલમુરીનો સ્વાદ માણ્યો. ઝાલમુરી કેમ આટલી પ્રખ્યાત ? ઝાલમુરી ફક્ત કોલકાતામાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યમાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તે મસાલા, મમરા,…

સાધ્વીથી ગ્લેમરસ લાઇફમાં વાપસી! મમતા કુલકર્ણી,દારુની પાર્ટી કરી સેલીબ્રેટ કર્યો બર્થ ડે,વીડિયો થયો વાયરલ

20 એપ્રિલે મમતા કુલકર્ણી તેનો 54 મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે મમતા કુલકર્ણીએ તો તેનો જન્મદિવસ શનિવાર રાત્રે જ ઉજવી લીધો હતો. તેણે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે .જેમાં તે સેટર ડે નાઈટ અને જન્મદિવસની ઉજવણી માણતી જોવા મળે છે. આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર એટલા માટે છે કે અભિનેત્રીમાંથી સાધ્વી બનેલી મમતા કુલકર્ણી દારુ પીને જન્મદિવસ ઉજવી રહી છે. સાધ્વીથી  મમતા કુલકર્ણી, આ વાત લોકોને ખૂબ ખટકી છે. મમતા કુલકર્ણીએ તેના ઈંસ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે કેટલાક લોકો સાથે જન્મદિવસ ઉજવતી જોવા મળે છે. મમતા કુલકર્ણીએ મોર્ડન ડ્રેસ પહેર્યો છે, તેની સાથે રહેલા લોકો પણ પાર્ટીના મૂડમાં જોવા મળે છે અને તેમના ટેબલ પર વાઈન અને અલગ…

આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિનો બોલિવુડમાં ભવ્ય ડેબ્યૂ, ‘કૃષ્ણાવતારમ’થી શરૂ થશે સફર

મનોરંજન જગતમાં હાલ એક ખાસ ચર્ચા જોર પકડી રહી છે, રાજકારણ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક અનોખું મિલન. આનંદીબેન પટેલની પૌત્રી સંસ્કૃતિ જયના હવે રૂપેરી પડદે પોતાની ઓળખ બનાવા માટે તૈયાર છે. તેની ડેબ્યુ ફિલ્મ કૃષ્ણાવતારમ પાર્ટ 1: ધ હાર્ટને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સંસ્કૃતિ જયના આ ફિલ્મમાં ‘સત્યભામા’ ના મહત્વપૂર્ણ અને શક્તિશાળી પાત્રમાં જોવા મળશે. તેના રાજકીય પૃષ્ઠભૂમિ હોવા છતાં, તેણે પોતાની મહેનત અને પ્રતિભાના આધારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ મોટો મોકો મેળવ્યો છે. ટ્રેલરમાં તેની શાહી અંદાજ, અભિનય અને વ્યક્તિત્વે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ ફિલ્મનું નિર્દેશન હાર્દિક ગજ્જરએ કર્યું છે. ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તા ભગવાનકૃષ્ણના  પાત્રમાં છે, જ્યારે સુષ્મિતા ભટ્ટ રાધાના પવિત્ર પાત્રમાં નજરે પડશે. પૌરાણિક અને ભક્તિભાવથી ભરપૂર આ ફિલ્મ…

ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી: “સમાધાન નહીં તો કડક પગલાં”, યુએસ પ્રતિનિધિમંડળ પાકિસ્તાન તરફ રવાના

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાન સામે કડક વલણ દાખવતાં ગંભીર ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે હવે ઈરાન પ્રત્યે વધુ ઉદારતા દાખવવામાં નહીં આવે અને જો તે સમાધાન નહીં કરે તો અમેરિકા જરૂરી પગલાં લેવા માટે તૈયાર છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર પોસ્ટ શેર કરીને ઈરાન પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો. તેમના જણાવ્યા અનુસાર, 18 એપ્રિલે Strait of Hormuz વિસ્તારમાં ગોળીબાર થયો હતો, જેમાં ફ્રાંસ અને યુકેના જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં કહ્યું કે આ ઘટના “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓનો અંત આવવો જ જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે “જો ઈરાન સમાધાન નહીં કરે, તો જરૂરી હોય તેવા તમામ પગલાં લેવા મારા માટે ગૌરવની વાત હશે.” આ…

યમુનોત્રી-ગંગોત્રી ધામના કપાટ ખુલ્યા: વૈદિક મંત્રોચ્ચાર સાથે ચારધામ યાત્રાની શરૂઆત

ઉત્તરાખંડમાં સ્થિત પવિત્ર યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ રવિવારે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા છે. આ સાથે જ હિન્દુ ધર્મની મહત્વપૂર્ણ ચાર ધામ યાત્રાની વિધિવત શરૂઆત થઈ છે. યમુનોત્રી ધામના કપાટ બપોરે 12:35 વાગ્યે અને ગંગોત્રી ધામના દરવાજા 12:15 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. કપાટ ખુલતાની સાથે સમગ્ર વિસ્તાર “જય મા યમુના”ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ પાવન અવસર પર સ્થાનિક ગ્રામજનો સહિત દેશ-વિદેશથી આવેલા સેંકડો ભક્તોએ હાજરી આપી હતી. સવારથી જ મંદિરોમાં પૂજા-અર્ચના અને ધાર્મિક અનુષ્ઠાનો ચાલી રહ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર, મંદિર સમિતિ અને જનપ્રતિનિધિઓએ યાત્રાળુઓનું ભવ્ય સ્વાગત કર્યું છે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુવિધા, સુરક્ષા અને સરળ દર્શન માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ પ્રસંગે ઉત્તરાખંડ…

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ: 19નાં મોત, અનેક દટાયેલા હોવાની આશંકા

તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટે મોટી દુર્ઘટના સર્જી છે. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના કટ્ટનારપટ્ટી વિસ્તારમાં આવેલી એક ક્રેકર યુનિટમાં બની હતી, જ્યાં અચાનક થયેલા બ્લાસ્ટે આજુબાજુના ચાર યુનિટોને પણ ઝપેટમાં લઈ લીધા હતા. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે આસપાસની ઇમારતોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. દુર્ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહી છે. પ્રશાસને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. આ દુર્ઘટનાને લઈને તમિલનાડુના મુખ્યમંત્રીએમ.…