US-ઈરાન શાંતિ મંત્રણાની અસર: ભારતમાં પેટ્રોલ-ડીઝલ, LPG અને દૈનિક ચીજવસ્તુઓના ભાવમાં મળી શકે રાહત

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાના સમાચાર બાદ વૈશ્વિક બજારોમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવમાં ઘટાડો નોંધાતા ભારતીય અર્થતંત્રને પણ તેનો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રૂપિયાની મજબૂતી, શેરબજારમાં તેજી અને ક્રૂડ ઓઈલના ઘટતા ભાવ વચ્ચે હવે સામાન્ય લોકોની નજર પેટ્રોલ-ડીઝલ, LPG અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓના ભાવ પર ટકેલી છે. તાજેતરમાં ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો છે. રૂપિયાની કિંમત 95.11થી વધીને 94.65 સુધી પહોંચી છે, જેના કારણે ભારત માટે આયાતી ક્રૂડ ઓઈલની કિંમતમાં રાહત મળી છે. બીજી તરફ શેરબજારમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. તેલ અને ગેસ, આઈટી, બેંકિંગ અને ધાતુ ક્ષેત્રના શેરોમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. પેટ્રોલ-ડીઝલમાં ક્યારે મળશે રાહત? નિષ્ણાતોના મતે આગામી…

૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરનાર ઠાસરાના શખ્સને નડિયાદ પોક્સો કોર્ટે ફટકારી સજા

– ૪ વર્ષની કેદ અને ₹ ૨૫૦૦ દંડ ફટકારવામાં આવ્યો – ₹ ૨૫૦૦ દંડ ન ભરે તો વધુ ૨ માસની કેદ પંકજ મકવાણા – નડિયાદ: ખેડા જિલ્લાના ઠાસરામાંથી માત્ર ૧૫ વર્ષ અને ૨ માસની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી જવાના ગંભીર ગુનામાં નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ જજ પી. પી. પુરોહિતે આરોપી અક્ષયકુમાર ઉર્ફે અક્કીને કસૂરવાર ઠેરવી ૪ વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૨,૫૦૦નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર માસૂમ દીકરીને વળતર પેટે રૂ. ૫૦,૦૦૦ ચૂકવવાનો પણ સંવેદનશીલ આદેશ કર્યો છે. એક્ટિવા પર બેસાડી ભગાડી ગયો હતો આરોપી બનાવની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૩માં ઠાસરાના હુસેની ચોક વિસ્તારમાંથી આરોપી અક્ષયકુમાર (ઉં.વ. ૨૨) ભોગ બનનાર…

પોરબંદરમાં અચાનક વરસાદી ઝાપટાં, અરબી સમુદ્રમાં ભારે કરંટથી વિશાળ મોજા ઉછળ્યા

રાજ્યમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં સોમવારે બપોર બાદ અચાનક પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી હતી. શહેરમાં કાળાડિબાંગ વાદળો છવાઈ જતા પવનના જોરદાર સુસવાટા સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને બફારાથી પરેશાન રહેલા પોરબંદરવાસીઓને વરસાદી માહોલથી મોટી રાહત મળી છે. વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. ઉનાળાની ગરમી વચ્ચે અચાનક થયેલા આ વાતાવરણના પલટાએ લોકોને આનંદિત કરી દીધા છે. વરસાદી માહોલની અસર અરબી સમુદ્ર પર પણ જોવા મળી રહી છે. દરિયામાં ભારે કરંટ સર્જાતા વિશાળ મોજા ઉછળતા જોવા મળ્યા હતા. સમુદ્રની સ્થિતિ તોફાની બનતા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં…

ખેડૂતોના આંદોલન વચ્ચે હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન, કહ્યું- મુખ્યમંત્રી ખેડૂતો માટે ઉદાર મનથી વિચારે છે

ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને શરૂ થયેલા આંદોલન વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગાંધીનગર કૂચ કરી રહેલા ખેડૂતો અને રાજ્યમાં સર્જાયેલી સ્થિતિ વચ્ચે તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી હંમેશા લોકોના હિતમાં ઉદાર મનથી વિચારે છે અને ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે પણ સંવેદનશીલ અભિગમ ધરાવે છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. સેક્ટર-30 સર્કલ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસે ત્રણ શંકાસ્પદ ટ્રેક્ટર ચાલકોને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી અને ગાંધીનગરમાં પ્રવેશતા ટ્રેક્ટરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. મહાત્મા મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી…

શ્રીડુંગરગઢ નજીક કાર-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 6 લોકોના મોત, યુવતી ગંભીર

રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં સોમવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શ્રીડુંગરગઢ નજીક નેશનલ હાઈવે પર સીઝરાલ હોટલ પાસે કાર અને ટ્રક વચ્ચે થયેલી સામસામેની ભીષણ ટક્કરમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. મળતી માહિતી મુજબ, પૂરઝડપે દોડી રહેલી કાર અને ટ્રક વચ્ચે અચાનક સામસામે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ અને ટોલ પ્લાઝાની ઇમરજન્સી ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. સેવાદારો અને સ્થાનિક લોકોની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે…

RTIની અવગણના ભારે પડી: PI અને મામલતદારને રાજ્ય માહિતી આયોગનો 10-10 હજારનો દંડ

– રાજ્ય માહિતી આયોગની લાલ આંખ: નિયત સમયમાં દંડ નહીં ભરે તો પગારમાંથી રકમ વસૂલવાનો કડક આદેશ; વહીવટીતંત્રના લાપરવાહ અધિકારીઓ સામે દાખલો બેસાડતી કાર્યવાહી પંકજ મકવાણા – વડોદરા/સાવલી: માહિતીનો અધિકાર (RTI) કાયદા હેઠળ માંગવામાં આવેલી વિગતો સમયસર અને યોગ્ય રીતે ન આપનારા બે સરકારી અધિકારીઓ સામે ગુજરાત રાજ્ય માહિતી આયોગે કડક વલણ અપનાવ્યું છે. સાવલી તાલુકા સાથે સંકળાયેલા બે અલગ-અલગ કેસોમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને તત્કાલીન મામલતદારને રૂ.10,000-10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે દંડની રકમ નિયત સમયમર્યાદામાં નહીં ભરાય તો તે સંબંધિત અધિકારીઓના પગારમાંથી વસૂલ કરવામાં આવશે. PIએ બહાના બતાવ્યા, આયોગે ગુનાહિત બેદરકારી ગણાવી: પ્રથમ કેસ ભાદરવા પોલીસ મથકનો છે, જેમાં RTI અરજદાર દ્વારા તત્કાલીન PI એ.ઓ. ભરવાડની ચેમ્બરના CCTV ફૂટેજની…

પુરુષોત્તમ માસમાં સોમવતી અમાસનો દુર્લભ સંયોગ, 30 વર્ષ બાદ મળ્યો શુભ અવસર; જાણો પૂજા-દાનનું મહત્ત્વ

હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે. પિતૃ તર્પણ, દાન, સ્નાન અને ભગવાનની ઉપાસના માટે અમાસને અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ (અધિક માસ) દરમિયાન આવતી સોમવતી અમાસનું મહત્વ અનેકગણું વધી ગયું છે, કારણ કે લગભગ 30 વર્ષ બાદ અધિક માસમાં સોમવતી અમાસનો દુર્લભ સંયોગ સર્જાયો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન વિષ્ણુ અને પિતૃઓની આરાધના કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ક્યારે છે સોમવતી અમાસ? હિન્દુ પંચાંગ મુજબ જેઠ અધિક માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ 14 જૂને બપોરે 12:22 વાગ્યે શરૂ થઈ હતી અને 15 જૂને સવારે 8:26 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિના આધારે સોમવતી અમાસ 15 જૂન, સોમવારના રોજ ઉજવવામાં આવશે.…

LRD લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ: 12,733 જગ્યાઓ માટે 2.40 લાખ ઉમેદવારો હાજર, OMR શીટ ઓનલાઈન મળશે

ગુજરાત પોલીસમાં ભરતીની રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર (LRD)ની કુલ 12,733 જગ્યાઓ માટે યોજાયેલી લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. રાજ્યભરમાંથી આશરે 2.40 લાખ ઉમેદવારોએ પરીક્ષામાં હાજરી આપી હતી. હવે ઉમેદવારો આગામી 24 કલાકમાં પોતાની સ્કેન કરેલી OMR શીટ ઓનલાઈન જોઈ અને ડાઉનલોડ કરી શકશે. 12,733 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 હેઠળ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF કોન્સ્ટેબલ અને જેલ સિપાહી સહિત કુલ 12,733 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 14 જૂન, 2026ના રોજ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને આણંદ સહિત રાજ્યના 7 શહેરોમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું…

ભારતમાં મેમરી ચિપ ઉદ્યોગને મળશે નવી ગતિ! અનેક કંપનીઓ રોકાણ માટે તૈયાર

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટરની વધતી માંગ વચ્ચે મેમરી ચિપ ઉત્પાદન ક્ષેત્રમાં મોટા રોકાણની સંભાવનાઓ ઊભી થઈ રહી છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે સંકેત આપ્યા છે કે આગામી સમયમાં અનેક નવી કંપનીઓ ભારતમાં મેમરી ચિપ ઉત્પાદન માટે રોકાણ કરી શકે છે. મંત્રીએ જણાવ્યું કે વૈશ્વિક સ્તરે હાઈ-બેન્ડવિડ્થ મેમરી (HBM) ચિપ્સની ભારે અછત જોવા મળી રહી છે. ખાસ કરીને AI આધારિત ડેટા સેન્ટરોના ઝડપી વિસ્તરણને કારણે મેમરી ચિપ્સની માંગમાં જબરદસ્ત વધારો થયો છે, જેના કારણે સપ્લાય અને માંગ વચ્ચે મોટું અંતર સર્જાયું છે. AI અને ડેટા સેન્ટરની માંગથી વધ્યો અવસર અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વિશ્વભરમાં AI ટેક્નોલોજીના વધતા ઉપયોગને કારણે મેમરી ચિપ્સનું મહત્વ સતત વધી રહ્યું છે. આ પરિસ્થિતિ ભારત માટે…

ઝારખંડમાં આકાશી આફતનો કહેર: 24 કલાકમાં વીજળી પડવાથી 8નાં મોત, અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

ઝારખંડમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન સાથે જ વરસાદી આફતોનો કહેર શરૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. સતત બની રહેલી આ ઘટનાઓને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેતરમાં કામ કરતી વખતે વીજળીનો પ્રહાર મળતી માહિતી મુજબ, રાંચી જિલ્લાના પિથોરિયા વિસ્તારમાં વરસાદ દરમિયાન ખેતરમાં કામ કરી રહેલા એક વ્યક્તિ પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઉપરાંત કટમકુલી વિસ્તારમાં ખેતરમાં કામ કરતી એક મહિલા પણ વીજળીનો ભોગ બની હતી. અન્ય એક ઘટનામાં એક વૃદ્ધ વ્યક્તિ વીજળી પડવાથી ગંભીર રીતે દાઝી ગયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે ગઢવા જિલ્લાના કેતાર…