ખેડાનાં કપડવંજ સેશન્સ કોર્ટે આપ્યો ચૂકાદો, સગીરા સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી

B INDIA ખેડા : ખેડાનાં કપડવંજ સેશન્સ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. આરોપીને કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી છે. આ કેસમાં પરિણીત આરોપી કિશન પરમાર ભોગ બનનાર સગીરાને લગ્નની લાલચ આપીને ફોસલાવી ભગાડી લઈ ગયો હતો. પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે મામલામાં કોર્ટે દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓને આધારે આરોપીને સજાનો હુકમ કર્યો હતો. આ મામલામાં કઠલાલ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે કપડવંજ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ મિનેષ પટેલ દ્વારા 13 થી વધુ દસ્તાવેજી પુરાવા અને 8 જેટલા મૌખિક પુરાવા રજૂ કર્યા હતા. આ પુરાવા અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી કપડવંજ સેશન્સ કોર્ટના સ્પે. જજ કે.એસ. પટેલ એ આરોપી કિશનભાઈ બાદરભાઈ પરમારને સજાનો હુકમ કર્યો હતો. સરકારી…

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો આતંક, વધુ એક યુવાને આપઘાત કર્યો

B INDIA સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી સડલા ગામના યુવકે આત્મહત્યા કરી છે. સડલા ગામના યુવક મહેશ કાનેટિયાએ વ્યાજખોરોને તેમના રૂપિયા પરત કરવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વ્યાજખોર ગણેશ પટેલના ત્રાસથી યુવક મહેશ કાનેટિયાએ આત્મહત્યા કરી. મહેશે આત્મહત્યા કરતાં 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. -> દવા પીને જીવન ટુંકાવ્યું :- વ્યાજખોરોના આંતકથી મહેશ કાનેટિયા નામના યુવકે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી. 32 વર્ષે યુવકે વ્યાજે લીધેલા રૂપિયા પરત આપ્યા પછી પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વ્યાજખોર ગણેશ પટેલ ઉંપરાંત પ્રતીક ઉર્ફે ગની ઘનશ્યામ અને રઘુ નાનજી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. -> વ્યાજખોરોનો ત્રાસ :- મળતી માહિતી મુજબ વ્યાજખોર ગણેશ પટેલને યુવકે રૂપિયા…

સુરતમાં RTO વિભાગની અંતે હડતાળ સમેટાઈ, પડતર પ્રશ્નોને લઈને કરાયો હતો વિરોધ

B INDIA સુરત : રાજ્યભરમાં RTO દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા દિવસોથી હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે આજે સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવતાં આર.ટી.ઓના ટેક્નિકલ ઓફિસર કામ પરત ફર્યા છે. વિરોધ પ્રદર્શનનો અંત આવતાં અરજદારોને હાશકારો થયો છે. સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન અંતગર્ત આર.ટી.ઓ.ના ટેક્નિકલ ઓફિસરો કામથી દૂર રહ્યા હતા. જેના લીધે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજે પણ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ સરકાર દ્વારા સકારાત્મક અભિગમ દાખવી પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણની બાંહેધરી આપવામાં આવી હતી. જેના કારણે તમામ ઓફિસરો કામ પર પરત ફર્યા છે. સુરતમાં RTO વિભાગની હડતાલ સમેટાઈ છે. સરકાર દ્વારા ખાતરી આપતા છેલ્લા બે દિવસથી ચાલી રહેલી હડતાલ આખરે સમેટાઈ છે. આ…

રાજકોટમાં મધરાત્રે કરાઈ હત્યા, બે સગાભાઈઓેને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા

B INDIA રાજકોટ : રાજકોટ શહેરના સંતકબીર રોડ પર બે સગા ભાઈઓની હત્યાને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. સંતકબીર રોડ પર આર્યનગરમાં બે સગાભાઈઓની પરપ્રાંતિય શખ્સ સાથે માથાકૂટ થઈ હતી. પરપ્રાંતિય યુવકે અદાવત રાખી બે ભાઈઓની ઘાતકી હત્યા કરી હતી. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. -> બે સગાભાઈઓનાં મોત :-  બે સગાભાઈઓની હત્યાના સમાચારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બંને ભાઈઓના વિકી જૈન અને અમિત જૈન હોવાનું સામે આવ્યું. આ બંને ભાઈઓ છોટુ નામના શખ્સ સાથે રૂમ શેર કરીને રહે છે. ત્રણેય યુવાનો એક જ રૂમમાં રહી પોતાના કામ અર્થે દિવસ દરમ્યાન બહાર જતા હોય છે. આ દરમિયાન ગતરોજ વિકી જૈન અને અમિત જૈન બે સગાભાઈઓને સાથે રહેતા પરપ્રાંતીય…

એલોન મસ્કના એક ટ્વિટે મચાવ્યો હંગામો, માઇક્રોસોફ્ટ AI ખરીદવાની કરી ઓફર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા છે. પીએમ મોદી પેરિસમાં AI સમિટની સહ-અધ્યક્ષતા કરશે. જોકે, આ સમિટ પહેલા જ સ્ટારલિંકના માલિક એલોન મસ્કના એક ટ્વિટે હંગામો મચાવી દીધો છે. હકીકતમાં, મસ્કે માઇક્રોસોફ્ટ એઆઈ ખરીદવાની ઓફર કરી છે. તમને જણાવી દઈએ કે એલોન મસ્ક તેમના બોલ્ડ નિર્ણયો માટે જાણીતા છે અને તાજેતરમાં તેમણે ઓપન એઆઈને ફરીથી હસ્તગત કરવામાં રસ દાખવ્યો છે. જે તેમણે સેમ ઓલ્ટમેન સાથે 2015 માં શરૂ કર્યું હતું. ઓપન એઆઈમાં મસ્કનો રસ તેમના ટ્વિટર સંપાદનની યાદ અપાવે છે, પરંતુ બંને કિસ્સાઓમાં કેટલાક મહત્વપૂર્ણ તફાવતો છે. એલોન મસ્કનું ટ્વિટર ટેકઓવર એક મોટો અને લાંબો સંઘર્ષ હતો. આખરે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર $44 બિલિયનમાં ખરીદ્યું, જેનાથી…

ટ્રમ્પે આ કાયદો રદ કર્યો, અદાણી જૂથ સામેના બનાવટી આરોપોનો હવે આવશે અંત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અડધી સદી જૂના યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ 1977 ને રદ કર્યો. આ કાયદા હેઠળ અદાણી ગ્રુપની તપાસ ચાલી રહી હતી. આ કાયદાની નાબૂદી સાથે અદાણી જૂથ સામેના આ બનાવટી આરોપોનો અંત લાવવાનો માર્ગ હવે સ્પષ્ટ થઈ ગયો છે. મંગળવારે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતી વખતે, ટ્રમ્પે આ કાયદાને અમેરિકન કંપનીઓને નબળી પાડતો ગણાવ્યો. યુએસ ન્યાય વિભાગને વિદેશી સરકારી અધિકારીઓને તેમના દેશોમાં વ્યવસાય મેળવવા માટે લાંચ આપવાના આરોપમાં અમેરિકનો સામે કાર્યવાહી બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે આ કાયદો સારો લાગે છે, પરંતુ તેનાથી દેશને ઘણું નુકસાન થઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમના પહેલા કાર્યકાળ દરમિયાન FCPA રદ કરવા માંગતા હતા. તેમણે તેને એક ભયંકર કાયદો ગણાવ્યો…

દિલ્હીમાં મુખ્યમંત્રી પસંદ કરવાને લઇને ભાજપના નેતાઓ શું કહે છે તે જાણો ,

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ મીડિયાને જણાવ્યું હતું કે નવા મુખ્યમંત્રીની પસંદગી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી થવી જોઈએ. તેમણે કહ્યું કે નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં ઘણા સક્ષમ નેતાઓ છે, જેમાં રાજ્ય ભાજપના બે પૂર્વ પ્રમુખો, પક્ષના એક રાષ્ટ્રીય સચિવ અને ઘણા પૂર્વ રાજ્ય અધિકારીઓનો સમાવેશ થાય છે જેમને લાંબો રાજકીય અનુભવ છે. -> વરિષ્ઠ નેતાઓએ શું કહ્યું? :- ભાજપના દિલ્હી એકમના અન્ય એક વરિષ્ઠ નેતાએ પણ નવા ચૂંટાયેલા ધારાસભ્યો (પક્ષના)માંથી એકને મુખ્ય પ્રધાન બનાવવાની હિમાયત કરી, અને કહ્યું કે આ પક્ષને આપવામાં આવેલા આદેશનું સન્માન ગણાશે. ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આવા ઉદાહરણો રજૂ કર્યા છે. વરિષ્ઠ નેતાએ કહ્યું કે 2008 ની દિલ્હી વિધાનસભા ચૂંટણી…

શું દિલ્હીમાં IPL મેચ નહીં થાય? શેડ્યૂલ અંગે ચોંકાવનારી અપડેટ સામે આવી

IPL 2025 નું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યું છે. અહેવાલ મુજબ, IPLનું સમયપત્રક આવતા અઠવાડિયા સુધીમાં જાહેર કરવામાં આવશે. રિપોર્ટમાં શેડ્યૂલ અંગે એક આશ્ચર્યજનક વાત પ્રકાશમાં આવી છે. રિપોર્ટ અનુસાર, આ વખતે IPL તેના બે ઘરેલું મેચ દિલ્હીમાં નહીં રમાય. દિલ્હી કેપિટલ્સને આ વખતે વિઝાગ (વિશાખાપટ્ટનમ) માં તેમના બે ઘરઆંગણાના મેચ રમવા પડી શકે છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ માટે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ટીમ રાજસ્થાનમાં તેની કેટલીક ઘરેલું મેચ પણ નહીં રમે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર અપડેટ આવ્યું નથી. IPL 2025 આ વખતે 21 માર્ચથી શરૂ થશે અને ફાઇનલ 25 મેના રોજ રમાશે. શેડ્યૂલ અંગે એક અપડેટ પણ આવ્યું છે કે, આ વખતે IPL 2025 ની પહેલી મેચ…

કોહલી-રોહિત-રુટ નહીં પણ આ ખેલાડી વિશ્વ ક્રિકેટનો શ્રેષ્ઠ બેટ્સમેન છે : કેન વિલિયમસન

ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસને તે બેટ્સમેન વિશે વાત કરી છે જેને તે વિશ્વનો સૌથી વર્લ્ડ ક્લાસ બેટ્સમેન માને છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં રમાઈ રહેલી ત્રિકોણીય ODI શ્રેણીમાં કેન વિલિયમસને પોતાના ODI કારકિર્દીની 14મી સદી ફટકારી હતી. વિલિયમસન વનડેમાં ૧૪ સદી ફટકારનાર બીજા ક્રમનો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. વિલિયમસનની ઇનિંગ્સના આધારે, ન્યુઝીલેન્ડની ટીમ દક્ષિણ આફ્રિકાને 6 વિકેટથી હરાવવામાં સફળ રહી. વિલિયમસને મેચમાં ૧૧૩ બોલમાં ૧૩૩ રનની અણનમ ઇનિંગ રમી હતી. કેન વિલિયમસનને તેની શાનદાર ઇનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. મેચમાં શાનદાર સદી ફટકાર્યા બાદ મીડિયાને સંબોધતા, વિલિયમસને બાબર આઝમ (કેન વિલિયમસન ઓન બાબર આઝમ) ના વર્ગની પ્રશંસા કરી અને તેને વિશ્વ ક્રિકેટનો શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો.વિલિયમસને કહ્યું, “ફેબ ફોર અથવા ફેબ…

ગાંધીનગર: DGP વિકાસ સહાયનો આદેશ, આજથી સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત

B INDIA ગાંધીનગર : હાઈકોર્ટના કડક વલણને પગલે હવે સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં હેલ્મેટ ફરજીયાત કરાયો છે. રાજ્યના DGP વિકાસ સહાયએ આદેશ કરતાં આજથી હેલ્મેટ વગરના કર્મચારીને દંડ કરવામાં આવશે. હેલ્મેટના નિયમનને લઈને પોલીસ એકશનમાં આવતા તમામ સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. અને આ ટ્રાફિક પોલીસ સરકારી કચેરીના ગેટ પર જ સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરી હેલ્મેટના નિયમોનું પાલન કરાવશે. -> સરકારી કચેરીમાં હેલ્મેટ ફરજીયાત :- રાજ્યના ડીજીપી વિકાસ સહાયે સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજીયાત કર્યો. ડીજીપીના પરિપત્ર મુજબ આજથી 11 ફેબ્રુઆરીના રોજથી તમામ સરકારી કચેરીમાં હેલ્મેટ વગર વાહન ચલાવનાર કર્મચારી સામે પગલાં લેવાશે. રાજ્યભરની તમામ સરકારી કચેરી અને ખાસ કરીને સચિવાલયર ગેટ બહાર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે. ડીજીપીના આદેશ મુજબ સરકારી…