સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો આતંક, વધુ એક યુવાને આપઘાત કર્યો

B INDIA સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી સડલા ગામના યુવકે આત્મહત્યા કરી છે. સડલા ગામના યુવક મહેશ કાનેટિયાએ વ્યાજખોરોને તેમના રૂપિયા પરત કરવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વ્યાજખોર ગણેશ પટેલના ત્રાસથી યુવક મહેશ કાનેટિયાએ આત્મહત્યા કરી. મહેશે આત્મહત્યા કરતાં 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે.

-> દવા પીને જીવન ટુંકાવ્યું :- વ્યાજખોરોના આંતકથી મહેશ કાનેટિયા નામના યુવકે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી. 32 વર્ષે યુવકે વ્યાજે લીધેલા રૂપિયા પરત આપ્યા પછી પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વ્યાજખોર ગણેશ પટેલ ઉંપરાંત પ્રતીક ઉર્ફે ગની ઘનશ્યામ અને રઘુ નાનજી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે.

-> વ્યાજખોરોનો ત્રાસ :- મળતી માહિતી મુજબ વ્યાજખોર ગણેશ પટેલને યુવકે રૂપિયા પરત કર્યા હતાં છતાં ગણેશ પટેલ મહેશ પાસેથી વધુ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હતો. ગણેશ પટેલ અવાર નવાર પોતાના માણસો મોકલી મહેશને ધમકી આપતો હતો. ગણેશ પટેલના માણસ મહેશ ઉપરાંત તેમના પરિવારને પણ હેરાન કરવા લાગ્યા હતાં. આખરે વ્યાજખોરોનો ત્રાસ વધતા મહેશ કાનેટિયા નામનો યુવાન કંટાળી ગયો અને અંતિમ પગલું ભરતાં આત્મહત્યા કરી હતી.

Related Posts

વિશ્વ સિંહ દિવસ: માનવ હુમલાખોર સિંહો માટે આંબરડીમાં બનશે100 હેક્ટરનું ખાસ ક્ષેત્ર Smart Solution

9 ઓગસ્ટ 2026: ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવાની દિશામાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રીતે રાખવા માટે અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવામાં આવશે. આ ક્ષેત્રને ફેન્સિંગ કરીને સિંહોને તેમની કુદરતી હેબિટેટને અનુરૂપ વાતાવરણમાં રાખવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *