ખેડાનાં કપડવંજ સેશન્સ કોર્ટે આપ્યો ચૂકાદો, સગીરા સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી

B INDIA ખેડા : ખેડાનાં કપડવંજ સેશન્સ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. આરોપીને કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી છે. આ કેસમાં પરિણીત આરોપી કિશન પરમાર ભોગ બનનાર સગીરાને લગ્નની લાલચ આપીને ફોસલાવી ભગાડી લઈ ગયો હતો. પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે મામલામાં કોર્ટે દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓને આધારે આરોપીને સજાનો હુકમ કર્યો હતો.

આ મામલામાં કઠલાલ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે કપડવંજ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ મિનેષ પટેલ દ્વારા 13 થી વધુ દસ્તાવેજી પુરાવા અને 8 જેટલા મૌખિક પુરાવા રજૂ કર્યા હતા. આ પુરાવા અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી કપડવંજ સેશન્સ કોર્ટના સ્પે. જજ કે.એસ. પટેલ એ આરોપી કિશનભાઈ બાદરભાઈ પરમારને સજાનો હુકમ કર્યો હતો.

સરકારી વકીલ મિનેષ પટેલે જણાવ્યું હતું કે, ‘આજરોજ કોર્ટ દ્વારા પોક્સો એક્ટ હેઠળ આરોપી કિશનભાઈ બાદરભાઈ પરમાર જે ભેજલી, તા. કપડવંજનો રહીશ છે તેને સજા કરી છે. બનાવની હકીકત એવી છે કે, તારીખ 15 માર્ચ, 2022 ના રોજ આરોપીએ પોતાના ગામેથી ભોગ બનનારને ભગાડીને લઈ ગયો હતો. ત્યારબાદ તેને કુહા ગામની સીમમાં આવેલ એક કંપનીની ઓરડીમાં રાખી તેની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરતો હતો. આ અંગેનો ગુનો કઠલાલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને તેનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.

Related Posts

Sabarmatiમાં ઉધારમાં પડીકી આપવાની બાબતે આધેડની હત્યા… Tragedy 2026

Sabarmatiમાં ઉધારમાં પડીકી આપવાની બાબતે આધેડની હત્યા: ધર્મનગર સ્ટેશન બહાર પાનના ગલ્લાવાળા પર છરીથી હુમલો, અનિલ ઠાકોર ઝડપાયો અમદાવાદના Sabarmati વિસ્તારમાં ઉધારમાં પડીકી આપવાના મુદ્દે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ધર્મનગર રેલવે સ્ટેશનની બહાર પાનનો ગલ્લો ચલાવતા આધેડ પર એક યુવકે છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી આરોપી અનિલ ઠાકોરને ઝડપી પાડ્યો હોવાની માહિતી છે. નાની રકમના વ્યવહારને લઈને શરૂ થયેલો વિવાદ હત્યા સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. -> Sabarmati : ધર્મનગર રેલવે સ્ટેશન બહાર બની ઘટના : મળતી માહિતી મુજબ, અમદાવાદના Sabarmatiવિસ્તારમાં આવેલા ધર્મનગર રેલવે…

Mahuvaમાં ગાંધી જયંતિએ કોંગ્રેસની ભવ્ય ઉજવણી… PRIDE 2026

Mahuvaમાં ગાંધી જયંતિએ કોંગ્રેસની ભવ્ય ઉજવણી: ગાંધીજીના પૂતળાને સૂતરની આંટી પહેરાવી, નગરપાલિકાની કામગીરી સામે રેલી ભાવનગર જિલ્લાના Mahuvaમાં 2 ઓક્ટોબર, ગાંધી જયંતિના અવસરે મહુવા શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીજીના પૂતળા પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા હતા અને સૂતરની આંટી પહેરાવીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ શહેરના રાજમાર્ગો પર વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ મહાત્મા ગાંધીના વિચારોને યાદ કર્યા હતા અને શહેરની વિવિધ સ્થાનિક સમસ્યાઓને લઈને પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. -> ગાંધી જયંતિએ બાપુને શ્રદ્ધાંજલિ : 2 ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ. દેશભરમાં ગાંધી જયંતિની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે Mahuva શહેરમાં પણ કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *