ગાંધીનગર: DGP વિકાસ સહાયનો આદેશ, આજથી સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત

B INDIA ગાંધીનગર : હાઈકોર્ટના કડક વલણને પગલે હવે સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં હેલ્મેટ ફરજીયાત કરાયો છે. રાજ્યના DGP વિકાસ સહાયએ આદેશ કરતાં આજથી હેલ્મેટ વગરના કર્મચારીને દંડ કરવામાં આવશે. હેલ્મેટના નિયમનને લઈને પોલીસ એકશનમાં આવતા તમામ સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. અને આ ટ્રાફિક પોલીસ સરકારી કચેરીના ગેટ પર જ સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરી હેલ્મેટના નિયમોનું પાલન કરાવશે.

-> સરકારી કચેરીમાં હેલ્મેટ ફરજીયાત :- રાજ્યના ડીજીપી વિકાસ સહાયે સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજીયાત કર્યો. ડીજીપીના પરિપત્ર મુજબ આજથી 11 ફેબ્રુઆરીના રોજથી તમામ સરકારી કચેરીમાં હેલ્મેટ વગર વાહન ચલાવનાર કર્મચારી સામે પગલાં લેવાશે. રાજ્યભરની તમામ સરકારી કચેરી અને ખાસ કરીને સચિવાલયર ગેટ બહાર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે. ડીજીપીના આદેશ મુજબ સરકારી કચેરીમાં આવતા તમામ સરકારી કર્મચારી તેમજ ટુ-વ્હીલર આવતાં બંને વ્યક્તિઓએ ફરજીયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે. કોઈપણ કર્મચારી હેલ્મેટના કાયદાનું ઉલ્લંઘન કરતાં પકડાશે. દંડ સહિત કાયદાકીય કાર્યવાહી પણ કરાશે.

-> પોલીસ એકશનમાં :- હાઈકોર્ટે પોલીસની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. છેલ્લા કેટલાક સમયથી અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા વધી હોવાના આંકડા સામે આવ્યા છે. જેના બાદ હાઈકોર્ટે અકસ્માતથી બનતી ગંભીર ઘટનાઓ ઘટાડવા અસરકારક પગલાં લેવા પોલીસને નિર્દેશ કર્યો હતો. પોલીસે માર્ગ સલામતીની સાથે ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન કરવા લોકોમાં જાગૃતિ આવે માટે એક શોર્ટ વીડિયો પણ બનાવવામાં આવ્યો. આ વીડિયો દ્વારા પોલીસે સંદેશ આપ્યો છે કે, તમારી ઉતાવળ અને બેદરકારી તેમજ સ્પીડથી વાહન ચલાવવાનો ક્રેઝ તમારા અને અન્ય માટે ગંભીર ઇજા તેમજ મોત જેવી ઘટનાઓને આમંત્રણ આપે છે.

Related Posts

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરની ટક્કરે યુવકનું મોત

અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર મંગળવારે વહેલી સવારે ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ ઝડપે દોડી રહેલા ડમ્પરે એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે…

ઈંધણ બચાવવા ગુજરાત સરકારના 11 કડક આદેશ, જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચત અને આત્મનિર્ભરતા અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *