રાજકોટમાં મધરાત્રે કરાઈ હત્યા, બે સગાભાઈઓેને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા

B INDIA રાજકોટ : રાજકોટ શહેરના સંતકબીર રોડ પર બે સગા ભાઈઓની હત્યાને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. સંતકબીર રોડ પર આર્યનગરમાં બે સગાભાઈઓની પરપ્રાંતિય શખ્સ સાથે માથાકૂટ થઈ હતી. પરપ્રાંતિય યુવકે અદાવત રાખી બે ભાઈઓની ઘાતકી હત્યા કરી હતી. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

-> બે સગાભાઈઓનાં મોત :-  બે સગાભાઈઓની હત્યાના સમાચારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બંને ભાઈઓના વિકી જૈન અને અમિત જૈન હોવાનું સામે આવ્યું. આ બંને ભાઈઓ છોટુ નામના શખ્સ સાથે રૂમ શેર કરીને રહે છે. ત્રણેય યુવાનો એક જ રૂમમાં રહી પોતાના કામ અર્થે દિવસ દરમ્યાન બહાર જતા હોય છે. આ દરમિયાન ગતરોજ વિકી જૈન અને અમિત જૈન બે સગાભાઈઓને સાથે રહેતા પરપ્રાંતીય યુવાન છોટુ સાથે કોઈ બાબતે બબાલ થાય છે. પરપ્રાંતીય યુવાન વધુ આક્રમક બની છરીથી બંને ભાઈઓ પર હુમલો કરે છે.આ ઘાતકી હુમલામાં વિકી જૈન અને અમિત જૈન ગંભીરપણે ઘાયલ થાય છે. પરપ્રાંતીય યુવકે ઘાતકી છરીના ઘા ઝીંકતા વિકી જૈનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું જયારે તેના ભાઈ અમિત જૈનનું સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયું.

હુમલો કર્યા બાદ પરપ્રાંતિય ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરતાં એક જ રૂમમાં રહેતા છોટુ નામના શખ્સ દ્વારા કોઈ કારણોસર હત્યા કરી હોવાનું સામે આવ્યું. પોલીસે ઘટનાસ્થળ પર મૃત્યુ પામનાર વિકી જૈનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી રોજગાર માટે પરપ્રાંતીયો ગુજરાતમાં આવ્યા છે.

Related Posts

વિશ્વ સિંહ દિવસ: માનવ હુમલાખોર સિંહો માટે આંબરડીમાં બનશે100 હેક્ટરનું ખાસ ક્ષેત્ર Smart Solution

9 ઓગસ્ટ 2026: ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવાની દિશામાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રીતે રાખવા માટે અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવામાં આવશે. આ ક્ષેત્રને ફેન્સિંગ કરીને સિંહોને તેમની કુદરતી હેબિટેટને અનુરૂપ વાતાવરણમાં રાખવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *