મહાકુંભમાં પ્રયાગરાજ ગયેલા તમામ ગુજરાતીઓની શું છે પરિસ્થિતિ

B INDIA ગાંધીનગર : ગુજરાત એસટી નિગમની વોલ્વો બસ આજે સવારે પાંચ વાગે ત્યાં પહોંચી છે. ત્યારે તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને વધારે પડતી ભીડને જોતા GSRTCના અધિકારીઓ ત્યાંની પરિસ્થિતિ જોઈને વ્યવસ્થા કરશે. નોંધનીય છે કે, મહાકુંભમાં ભાગદોડ બાદ પણ ગુજરાતથી પ્રયાગરાજ જતી બસ સેવા રાબેતા મુજબ જ ચાલશે. ગુજરાતનાં યાત્રિકોની વિગતો મેળવવા માટે રાહત કમિશ્નર દ્વારા યુપીનાં વહીવટી તંત્ર સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તેઓએ જણાવ્યું હતું કે, સ્થિતિ સામાન્ય થયા બાદ વિગતો સામે આવશે.  તેમજ વોલ્વો બસમાં ગયેલા યાત્રિકો સુરક્ષિત હોવાની વિગતો મળી રહી છે. તેમજ ખાનગી પ્રવાસ અને અન્ય રીતે ગયેલા પ્રવાસીઓની વિગતો મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. તેમજ કુંભમાં થયેલી નાસભાગમાં ગુજરાતનાં યાત્રિકો સુરક્ષિત હોવાના સમાચાર મળી રહ્યા છે.મહાકુંભમાં…

હીરા ઉદ્યોગમાં મંદી કેમ છે? જૂનાગઢમાં ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ કહ્યું-“લેબગ્રોન ડાયમંડને કારણે…”

B INDIA ગાંધીનગર :  હાલમાં હિરા ઉદ્યોગમાં મંદીના કારણે કારણે રત્ન કલાકારોને હાલાકી વેઠવાની વારી આવી છે. હાલ વાત કરીયે તો આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગ માં સતત ઘટાડો થતાં 50 વર્ષના ઇતિહાસમાં હીરાબજાર સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયું છે. દિવાળી બાદ નાના કારખાના હજી ખુલ્યા નથી, તો બીજી તરફ મોટા કારખાના પણ અન્ય જગ્યા પર નોકરી શોધો એવી વાતો કરી રહ્યા છે, અને આ તમામ ની વચ્ચે હવે રત્નકલાકારોને રાતે પાણીએ રડવાનો વારો આવ્યો છે. જુનાગઢમાં એક કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ આપેલ નિવેદન ચર્ચામાં આવ્યું હતું. ગોવિંદ ધોળકીયાએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં આવેલી મંદીનું મુખ્ય કારણ લેબગ્રોન ડાયમંડ છે. આગામી સમયમાં લેબગ્રોન ડાયમંડ ટનના હિસાબે વેચાશે, આ લેબગ્રોન ડાયમંડના કારણે હિરા ઉદ્યોગમાં મંદી થવા પામી છે.…

વડાપ્રધાન મોદીએ ઓડિસાની બિઝનેસ સમિટમાં કોલ્ડપ્લે કોનસર્ટનો ઉલ્લેખ કેમ કર્યો ?

પીએમ મોદી આજે ઓડિશાના ભુવનેશ્વર પહોંચ્યા. અહીં તેમણે ઓડિશા સરકારના બિઝનેસ સમિટ ‘ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025’નું ઉદ્ઘાટન કર્યું. આ સમિટ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે આયોજિત થઈ રહી છે, જે બે દિવસ સુધી ચાલશે. આ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ ભારતીય અર્થતંત્ર સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વાતો જણાવી. આ સાથે, તેમણે ખાસ કરીને બ્રિટિશ રોક બેન્ડ ‘કોલ્ડપ્લે’નો ઉલ્લેખ કર્યો જેણે તાજેતરમાં મુંબઈ અને અમદાવાદમાં પર્ફોર્મ કર્યું હતું. -> પૂર્વી ભારત દેશનું વિકાસ એન્જિનઃ પીએમ મોદી :- પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં ઓડિશાના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે પૂર્વી ભારત દેશનું વિકાસ એન્જિન છે અને ઓડિશા તેનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે એમ પણ કહ્યું કે મને કહેવામાં આવ્યું છે કે આ ઓડિશાના ઇતિહાસમાં સૌથી…

અયોધ્યાની નજીકમાં રહેતા લોકોને 15-20 દિવસ પછી દર્શને આવવા રામ મંદિર ટ્રસ્ટની અપીલ

પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન પછી, એવી શક્યતા છે કે ભક્તો અને યાત્રાળુઓનું એક જૂથ રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા જશે. આ દરમિયાન, રામ મંદિર ટ્રસ્ટે એક મોટી અપીલ કરી છે. ટ્રસ્ટે કહ્યું છે કે નજીકના વિસ્તારોના લોકોએ 15-20 દિવસ પછી અયોધ્યા આવવું જોઈએ.શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય દ્વારા સોશિયલ મીડિયા સાઇટ X પર એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે મૌની અમાવસ્યાનું મુખ્ય સ્નાન 29 જાન્યુઆરીએ પ્રયાગરાજના કુંભમાં છે. એવો અંદાજ છે કે 29 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં લગભગ 10 કરોડ ભક્તો સ્નાન કરશે. પ્રયાગરાજથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. ભક્તો પ્રયાગથી ટ્રેન અને રોડ બંને રીતે અયોધ્યા આવી રહ્યા છે. -> ભક્તોને વધુ ચાલવું પણ પડી રહ્યું…

વધુ એક નેતાએ આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યુ, AAPને વોટ આપવા કરી લોકોને અપીલ

આસામની પાર્ટી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે સોમવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટી અપીલ કરી છે. બદરુદ્દીન અજમલે ધર્મનિરપેક્ષ લોકોને આમ આદમી પાર્ટીને જીત અપાવવા અપીલ કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બદરુદ્દીન અજમલે કહ્યું, “હું દિલ્હીના તમામ ધર્મનિરપેક્ષ મતદારોને વિનંતી કરું છું કે કૃપા કરીને તમારા ધર્મનિરપેક્ષ મતોને વિભાજીત ન કરો કારણ કે દેશની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે અને પહેલાથી જ ખરાબ થઈ ગઈ છે. તેથી તમારા ધર્મનિરપેક્ષ મતોને વિભાજીત ન કરો, અને આમ આદમી પાર્ટીને મોટી સંખ્યામાં મત આપો. -> લોકોએ અરવિંદ કેજરીવાલના કામની ખૂબ પ્રશંસા કરી છે – અજમલ :- તેમણે વધુમાં કહ્યું, “અરવિંદ કેજરીવાલને ફરીથી સરકાર…

ઇસ્લામ નહીં માનનારા મુસ્લિમો પર કયો કાયદો લાગુ કરી શકાય, સુપ્રીમનો કેન્દ્રને સવાલ

શું મુસ્લિમ પરિવારમાં જન્મેલા હોવા છતાં, નાસ્તિક વ્યક્તિ પર શરિયાને બદલે સામાન્ય નાગરિક કાયદા લાગુ કરી શકાય? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ મહત્વપૂર્ણ પ્રશ્ન પર 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે. કેરળની રહેવાસી સફિયા પીએમ નામની એક છોકરી દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. તે કહે છે કે તેનો પરિવાર નાસ્તિક છે, પરંતુ શરિયાની જોગવાઈઓને કારણે, તેના પિતા ઇચ્છે તો પણ તેને તેની મિલકતના ત્રીજા ભાગથી વધુ આપી શકતા નથી. ભવિષ્યમાં બાકીની મિલકત પિતાના ભાઈઓના પરિવારો દ્વારા કબજે કરવામાં આવે તેવી શક્યતા છે.ગયા વર્ષે, સુપ્રીમ કોર્ટે આ પ્રશ્નને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો અને એટર્ની જનરલને તેમની મદદ માટે વકીલની નિમણૂક કરવા કહ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટ મે મહિનાના બીજા અઠવાડિયામાં આ કેસની સુનાવણી કરશે. 24 ઓક્ટોબર 2024…

કેમ અમેરિકાએ બધા દેશોને સહાય બંધ કરી પરંતુ આ બે દેશોને જ સહાય યથાવત રાખી?

અમેરિકા વિશ્વભરના લગભગ 180 દેશોને કોઈને કોઈ સ્વરૂપે આર્થિક સહાય પૂરી પાડી રહ્યું છે. આ નાણાકીય સહાય, લશ્કરી સહાય, માનવતાવાદી સહાય અને આર્થિક વિકાસ ભંડોળના રૂપમાં આપવામાં આવે છે. વર્ષ 2022 માં જ, યુનાઇટેડ સ્ટેટ્સે વિશ્વભરના દેશોને આર્થિક સહાય તરીકે લગભગ 640 અબજ યુએસ ડોલરનું વિતરણ કર્યું હતું, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સત્તામાં આવતાની સાથે જ વિશ્વભરમાં આપવામાં આવતી આર્થિક સહાય બંધ કરવાની જાહેરાત કરી છે. જોકે, ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ફક્ત ઇઝરાયલ અને ઇજિપ્તને જ પૈસા આપવાનું ચાલુ રાખશે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ટ્રમ્પે દુનિયાભરમાંથી મળતી સહાય કેમ બંધ કરી અને ફક્ત આ બે દેશોને જ સહાયની જાહેરાત કેમ કરી? અમેરિકાના ઇઝરાયલ સાથેના ગાઢ સંબંધો સમજી શકાય છે, પરંતુ અમેરિકાની ઇજિપ્ત સાથે…

પીએમ મોદીને અમેરિકા આવવા ટ્રમ્પનું આમંત્રણ, ટ્રમ્પની વાતચીતમાં બે ગર્ભિત સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્હાઇટ હાઉસ તરફથી આમંત્રણ મળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને આમંત્રણ મોકલ્યું છે. ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા પછી ટ્રમ્પે પહેલી વાર પીએમ મોદી સાથે વાત કરી. સોમવારે થયેલી આ વાતચીતમાં પીએમ મોદીની અમેરિકા મુલાકાત અંગે પણ યોજનાઓ બનાવવામાં આવી હતી. વ્હાઇટ હાઉસના નિવેદનમાં આ વાત સામે આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે બંને દેશો વચ્ચે મિત્રતા અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ દરમિયાન પીએમ મોદીની વ્હાઇટ હાઉસ મુલાકાતની યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે હંમેશા સારો સમન્વય રહ્યો છે. પોતાના પહેલા રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે જાહેર મંચ પર ઘણી…

અમદાવાદમાં પ્રેમસંબંધમાં ખેલાયો ખૂની ખેલ, શિક્ષકની હત્યા મુદ્દે મોટો ખુલાસો થયો

B INDIA અમદાવાદ : અમદાવાદનાં વિરમગામ શહેરમાં શિક્ષકની હત્યા મુદ્દે મોટો ખુલાસો સામે આવ્યો છે. શિક્ષકનો પરિણીત યુવતી સાથેનો પ્રેમસંબંધ હત્યાનું કારણ બન્યો. મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરિણીત મહિલા હર્ષાબેન સાથે મૈત્રી કરાર સાથે વિરમગામ રહેતો હતો. પત્નીના લગ્નેતર સંબંધથી નારાજ પતિએ વિરગામના શિક્ષક પર ઘાતકી હુમલો કર્યો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ શિક્ષકનું સારવાર દરમ્યાન મોત નિપજયું. ઉલ્લેખનિય છે કે, વિરમગામના એક શિક્ષક નરેશ ચાવડાને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. નરેશ ચાવડા વિરમગામની જે.જે.શાહ શાળામાં શિક્ષક હતા. રાત્રિના સમયે જ્યારે તેઓ વિરમગામ-માંડલ રોડ પર પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા. ત્યારે અચાનક એક કાર ધસી આવી. અને આ કારમાંથી અજાણ્યા શખ્સો ઉતર્યા અને બોથડ પદાર્થ હથિયાર વડે શિક્ષક પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં…

મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગના રેકેટનો પર્દાફાશ, પોલીસે 6 આરોપીની કરી ધરપકડ

B INDIA મહેસાણા : પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગના રેકેટનો પર્દાફાશ કર્યો છે. વિજાપુરના ગુંછળી ગામના બસ સ્ટેન્ડ પાસે ડબ્બા ટ્રેડિંગનો ખેલમાં પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી છે. મહેસાણાનાવિજાપુરના ગુંછળી ગામના બસ સ્ટેન્ડ પાસે ડબ્બા ટ્રેડિંગનો ખેલ ધમધમતો હતો. લાડોલ પોલીસે બાતમીના આધારે રેડ કરતા 92 હજારના મુદ્દામાલ સાથે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, વિજાપુરના ગુંછળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ડબ્બા ટ્રેનિંગ ઝડપાયુ છે. લાડોલ પોલીસે બાતમી આધારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 92 હજારના મુદ્દામાલ સાથે વડનગરના શાહપુર અને ગોઠવાના 6 શખ્સો ઝડપાયા છે. આ આરોપીઓ શેરબજારના રોકાણ કરતા ગ્રાહકોને ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસની પૂછપરછમાં ગોંડલના માંડવીયા વિજય વસંતના નામનું સીમકાર્ડના…