અમદાવાદમાં પ્રેમસંબંધમાં ખેલાયો ખૂની ખેલ, શિક્ષકની હત્યા મુદ્દે મોટો ખુલાસો થયો

B INDIA અમદાવાદ : અમદાવાદનાં વિરમગામ શહેરમાં શિક્ષકની હત્યા મુદ્દે મોટો ખુલાસો સામે આવ્યો છે. શિક્ષકનો પરિણીત યુવતી સાથેનો પ્રેમસંબંધ હત્યાનું કારણ બન્યો. મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરિણીત મહિલા હર્ષાબેન સાથે મૈત્રી કરાર સાથે વિરમગામ રહેતો હતો. પત્નીના લગ્નેતર સંબંધથી નારાજ પતિએ વિરગામના શિક્ષક પર ઘાતકી હુમલો કર્યો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ શિક્ષકનું સારવાર દરમ્યાન મોત નિપજયું. ઉલ્લેખનિય છે કે, વિરમગામના એક શિક્ષક નરેશ ચાવડાને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. નરેશ ચાવડા વિરમગામની જે.જે.શાહ શાળામાં શિક્ષક હતા. રાત્રિના સમયે જ્યારે તેઓ વિરમગામ-માંડલ રોડ પર પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા.

ત્યારે અચાનક એક કાર ધસી આવી. અને આ કારમાંથી અજાણ્યા શખ્સો ઉતર્યા અને બોથડ પદાર્થ હથિયાર વડે શિક્ષક પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં શિક્ષક ગંભીરપણે ઘાયલ થયા.બોથડ પદાર્થ વડે હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જો કે ઘાયલ થયેલા શિક્ષકને ત્યાં હાજર લોકો સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ દરમ્યાન જીવલેણ હુમલામાં ઘાયલ થયેલ શિક્ષકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સમગ્ર મામલે વિરમગામ પોલીસે તપાસ હાથ ધરી. ઘટનાની તપાસ કરતાં પોલીસે ઘટના વખતે હાજર લોકોની પૂછપરછ કરતાં આસપાસ વિસ્તારના સીસીટીવીની ચકાસણી કરી.તપાસમાં સામે આવ્યું કે, શિક્ષક નરેશ ચાવડાના એક પરિણીત મહિલા સાથે સંબંધ હતા.

પરિણીત મહિલા હર્ષાબેન અને શિક્ષક નરેશ ચાવડા મૈત્રી કરાર કરી વિરમગામ શહેરમાં મહાલક્ષ્મી પોળ ખાતે રહેતા હતા.  હર્ષાબેનના પતિ કલાભાઇ ગોહિલ આ સંબંધથી નારાજ હતા. આથી પત્નીના પ્રેમીને પાઠ ભણાવવા કલાભાઈ ગોહિલ અને તેમના મિત્રોએ શિક્ષક પર હુમલો કર્યો. જો કે, આ હુમલો શિક્ષક માટે જીવલેણ બન્યો અને તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. વિરમગામ ટાઉન પોલીસે હત્યા મામલે કલાભાઇ હીરાભાઈ ગોહિલ,અજીતભાઈ ખેંગારભાઇ ગોહિલ બંને રહે શંખેશ્વર પાટણ તેમજ જેસંગભાઇ ઉર્ફે ગોકાભાઇ રામાભાઇ કટારીયા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.

Related Posts

New Tourism Era In Gujarat Maritime Wonders 2026: રાજ્યના ૧૭ લાઇટહાઉસ હવે બનશે ટૂરિસ્ટ હોટસ્પોટ

Gujarat Maritime Tourism: રાજ્યના 17 લાઇટહાઉસ આધુનિક સુવિધાઓ સાથે બન્યા પ્રવાસન કેન્દ્રો ગુજરાતમાં મેરિટાઈમ Tourismને વેગ આપવા 17 લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. દ્વારકા, માંડવી, ગોપનાથ, વેરાવળ અને હજીરા સહિતના લાઇટહાઉસમાં કેફેટેરિયા, બગીચા, એમ્ફિથિએટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ગાંધીનગર, 14 ઓગસ્ટ 2026: ગુજરાતના લાંબા દરિયાકિનારા અને સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રવાસન સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં મેરિટાઈમ Tourismને નવી ઊંચાઈ આપવાના હેતુથી કુલ 17 ઐતિહાસિક લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. હવે જહાજોને દરિયાઈ માર્ગદર્શન આપતી આ દીવાદાંડીઓ માત્ર નેવિગેશન માટે જ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા દેશના…

PM SVANidhi :Aadhar card થી ₹90,000 ની લોન મળશે ? જાણો સંપૂર્ણ માહિતી…Safety & Awareness

Aadhar card ધાર કાર્ડથી મળશે ₹90,000 સુધીની લોન? 75 લાખથી વધુ લોકોએ લીધો લાભ, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી PM SVANidhi  સરકારની એક યોજના હેઠળ નાના વેપારીઓ અને જરૂરિયાતમંદ લોકોને લોનની સુવિધા મળે છે. ₹90,000 સુધીની લોન, પાત્રતા, અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિશે જાણો. આજના સમયમાં નાનો વ્યવસાય શરૂ કરવા અથવા પહેલેથી ચાલી રહેલા ધંધાને આગળ વધારવા માટે મૂડીની જરૂર પડે છે. પરંતુ ઘણા નાના વેપારીઓ અને સ્વરોજગાર સાથે જોડાયેલા લોકો માટે બેન્કમાંથી લોન મેળવવી મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને ગેરંટી, જામીન અને વિવિધ દસ્તાવેજોની પ્રક્રિયાને કારણે લોકો લોન લેવાનું ટાળે છે. આવી સ્થિતિમાં સરકારની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના (PM SVANidhi) નાના સ્ટ્રીટ વેન્ડર્સ માટે મહત્વપૂર્ણ સહાય બની છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને કોલેટરલ એટલે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *