મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગના રેકેટનો પર્દાફાશ, પોલીસે 6 આરોપીની કરી ધરપકડ

B INDIA મહેસાણા : પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગના રેકેટનો પર્દાફાશ કર્યો છે. વિજાપુરના ગુંછળી ગામના બસ સ્ટેન્ડ પાસે ડબ્બા ટ્રેડિંગનો ખેલમાં પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી છે. મહેસાણાનાવિજાપુરના ગુંછળી ગામના બસ સ્ટેન્ડ પાસે ડબ્બા ટ્રેડિંગનો ખેલ ધમધમતો હતો. લાડોલ પોલીસે બાતમીના આધારે રેડ કરતા 92 હજારના મુદ્દામાલ સાથે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, વિજાપુરના ગુંછળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ડબ્બા ટ્રેનિંગ ઝડપાયુ છે. લાડોલ પોલીસે બાતમી આધારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 92 હજારના મુદ્દામાલ સાથે વડનગરના શાહપુર અને ગોઠવાના 6 શખ્સો ઝડપાયા છે. આ આરોપીઓ શેરબજારના રોકાણ કરતા ગ્રાહકોને ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસની પૂછપરછમાં ગોંડલના માંડવીયા વિજય વસંતના નામનું સીમકાર્ડના આધારે ગ્રાહકોનો કોન્ટેક્ટ લિસ્ટ મેળવતા હતા. શેર બજારમાં વધુ રૂપિયા કમાવવાની લાલચ આપી રોકાણ કરાવવાનું કહી છેતરપિંડી આચરતા ભાંડો ફૂટ્યો હતો. લાડોલ પોલીસે 8 મોબાઇલ, એક બાઈક મળી કુલ 92,000નો મુદ્દા માલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી: દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને લોકોને માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યમાં 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં…

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *