હીરા ઉદ્યોગમાં મંદી કેમ છે? જૂનાગઢમાં ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ કહ્યું-“લેબગ્રોન ડાયમંડને કારણે…”

B INDIA ગાંધીનગર :  હાલમાં હિરા ઉદ્યોગમાં મંદીના કારણે કારણે રત્ન કલાકારોને હાલાકી વેઠવાની વારી આવી છે. હાલ વાત કરીયે તો આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગ માં સતત ઘટાડો થતાં 50 વર્ષના ઇતિહાસમાં હીરાબજાર સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયું છે. દિવાળી બાદ નાના કારખાના હજી ખુલ્યા નથી, તો બીજી તરફ મોટા કારખાના પણ અન્ય જગ્યા પર નોકરી શોધો એવી વાતો કરી રહ્યા છે, અને આ તમામ ની વચ્ચે હવે રત્નકલાકારોને રાતે પાણીએ રડવાનો વારો આવ્યો છે.

જુનાગઢમાં એક કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ આપેલ નિવેદન ચર્ચામાં આવ્યું હતું. ગોવિંદ ધોળકીયાએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં આવેલી મંદીનું મુખ્ય કારણ લેબગ્રોન ડાયમંડ છે. આગામી સમયમાં લેબગ્રોન ડાયમંડ ટનના હિસાબે વેચાશે, આ લેબગ્રોન ડાયમંડના કારણે હિરા ઉદ્યોગમાં મંદી થવા પામી છે.

સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે પરંતુ કયારેય ન જોઈ હોઈ તેવી ભાયનક મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટું સંકટ ઊભું થયું છે. બેથી ચાર ઘંટી ચાલતી હોય તેવા 90 ટકા એટલે કે 1000 ફેકટરીઓ બંધ થઈ ગઈ છે અને બે લાખ લોકો ની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20થી 50 ટકા સુધી પગાર ઘટી ગયો છે અને આ બધાં કારણોને લીધે એક વર્ષમાં સુરતમાં જ 45 રત્નકલાકારે આપઘાત કરી લીધો હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે.

Related Posts

Bhadranમાં નશામુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમ: નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગુટખા, નશાના નુકસાન અંગે Policeની સમજ

આણંદ જિલ્લાના Bhadran પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે નશામુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરણ પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને યુવાનોને નશામુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને NDPS કાયદા, નશીલા પદાર્થોથી સર્જાતા ગુનાઓ અને ગુટખા-તમાકુના સેવનથી થતા ગંભીર આરોગ્ય જોખમો અંગે માહિતી આપવામાં આવી હતી. PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, Bhadran ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલી CBSE સાથે સંકળાયેલી જવાહર નવોદય વિદ્યાલય છે. સત્તાવાર CBSE રેકોર્ડમાં પણ આ સંસ્થાનું સરનામું ભાદરણ, જિલ્લા આણંદ, ગુજરાત તરીકે નોંધાયેલું છે. પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આ જાગૃતિ કાર્યક્રમમાં Bhadran પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જી.…

Bravery Award For Gujarati Pilot Smit Machhar 2026: ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરને ગુજરાત ગરિમા એવોર્ડ..

Pilot Smit Machharને Gujarat Garima Award: Flydubai ફ્લાઇટની ઘટનામાં બહાદુરી બદલ સન્માન Flydubaiની ફ્લાઇટ દરમિયાન બનેલી ઘટનામાં હિંમત અને જવાબદારીપૂર્વકની કામગીરી બદલ ગુજરાતી Pilot Smit Machharને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત ગુજરાત માટે ગૌરવની વાત સામે આવી છે. Flydubaiની ફ્લાઇટ દરમિયાન બનેલી એક ગંભીર ઘટનામાં હિંમત અને જવાબદારીપૂર્વકની કામગીરી બદલ ગુજરાતી Pilot Smit Machharને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. Pilot Smit Machharની કામગીરીની નોંધ લેતા તેમને ગુજરાતની ગરિમા વધારનારા વ્યક્તિ તરીકે સન્માન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. વિમાન ઉડ્ડયન ક્ષેત્રમાં પાઇલટની જવાબદારી અત્યંત મહત્વપૂર્ણ હોય છે. Pilot Smit Machhar ફ્લાઇટ દરમિયાન કોઈપણ પ્રકારની અસામાન્ય અથવા ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારે પાઇલટ દ્વારા લેવામાં આવતા નિર્ણયો મુસાફરોની સુરક્ષા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *