આવતીકાલથી રાજકોટ માર્કેટ યાર્ડ 1 એપ્રિલ સુધી રહેશે બંધ, નાણાકીય વર્ષનાં અંતને લઈ લીધો નિર્ણય
આવતીકાલથી રાજકોટ માર્કેટ યાર્ડ 1 એપ્રિલ સુધી યાર્ડ બંધ રહેશે. 26 માર્ચથી લઈ 1 એપ્રિલ સુધી યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડના સત્તાવાળાઓએ નાણાકીય વર્ષના અંતને કારણે આ નિર્ણય લીધો છે. જેથી ખરીદ-વેચાણની પ્રવૃત્તિઓ બંધ રહેશે. ખેડૂતોને માલ વેચાણ માટે યાર્ડમાં ન લાવવાની સૂચના પણ આપવામાં આવી છે.આજે યાર્ડમાં 200થી વધુ માલ ભરેલા વાહનો ઉતરાણ માટે આવ્યા હતા. યાર્ડમાં આજે કઈ કઈ જણસીની આવક થઈ હતી અને ખેડૂતોને કેટલો ભાવ મળ્યો હતો તે અહીં જાણીએ. –> કપાસની આવક:- માર્કેટ યાર્ડમાં આજે 600 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ છે. ખેડૂતોને કપાસના ભાવ 1330 થી 1484 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળ્યા હતા, જે ખેડૂતો માટે સારી ખુશીનો વિષય રહ્યો છે. –> વટાણાની આવક:- વટાણાની આવકમાં પણ વધારો નોંધાયો…
Raid 2: અજયની સામે ‘દાદા ભાઈ’ તરીકે રિતેશ દેશમુખ ઉભા રહેશે, ‘Raid 2’નો ફર્સ્ટ લુક રિલીઝ
બોલિવૂડ અભિનેતા અજય દેવગનની આગામી ફિલ્મ ‘રેડ 2’ માંથી રિતેશ દેશમુખનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તે એક નેતાની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. તેમનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન રાજકુમાર ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે. મંગળવાર, 25 માર્ચના રોજ, ફિલ્મ ‘રેડ 2’ માંથી રિતેશ દેશમુખની પહેલી ઝલક સામે આવી, જેની માહિતી ફિલ્મના કલાકારોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા શેર કરી. અજય દેવગન અને રિતેશ દેશમુખે તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું – “દાદા ભાઈ કાયદા પર નિર્ભર નથી, તેઓ કાયદાના માસ્ટર છે.” પોસ્ટરમાં, રિતેશ દેશમુખ લોકોની વચ્ચે ઊભો જોવા મળે છે, તેણે સફેદ કુર્તો અને ઘેરા ભૂરા…
ફરાહ ખાનની ટિપ્પણીથી ‘ભાઉ’ ગુસ્સે: FIR નોંધાવવાની માંગણી સાથે હાઇકોર્ટ પહોંચ્યો; હોળીને ‘છપરીનો તહેવાર’ કહેવામાં આવતું હતું.
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાન, જેમણે પોતાની સ્પષ્ટવક્તા શૈલી માટે પ્રશંસા મેળવી છે, તે હવે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગે છે. તાજેતરમાં, તેમણે હોળી પર એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના પછી સોશિયલ મીડિયા પ્રભાવક અને ‘બિગ બોસ 13’ ફેમ વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ ખૂબ ગુસ્સે થયા હતા અને તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે તેણે ફરાહ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. –> ફરાહ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી :- હિન્દુસ્તાની ભાઉએ ફરાહ ખાન પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લગાવ્યો છે અને તેની સામે FIR નોંધવાની માંગ કરી છે. તેમણે FIR નોંધાવવા માટે બોમ્બે હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો છે. અગાઉ, ભાઉએ 20 ફેબ્રુઆરીએ ખાર પોલીસ સ્ટેશનમાં ફરાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી,…
પીએમ મોદી ‘છાવા’ જોશે: વિકી કૌશલની ₹500 કરોડની ફિલ્મ સંસદમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે પ્રદર્શિત કરવામાં આવશે
વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘છાવા’ને લઈને વધુ એક વિવાદ ગરમાયો છે, બીજી તરફ, આ ફિલ્મને દર્શકો તરફથી એટલો બધો પ્રેમ મળ્યો છે કે તે આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે 500 કરોડ રૂપિયાનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. આ દરમિયાન, સંસદમાં ‘છાવા’નું ખાસ સ્ક્રીનિંગ યોજાવાનું છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. અહેવાલો અનુસાર, 27 માર્ચે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ‘છાવા’નું ખાસ સ્ક્રીનિંગ યોજાશે અને પીએમ મોદી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ વિકી કૌશલની ફિલ્મ સાથે જોશે. આ સ્ક્રીનિંગમાં વડાપ્રધાન મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અન્ય મંત્રીઓ હાજર રહેશે. આ સ્ક્રીનિંગમાં ફિલ્મના સમગ્ર કલાકારો અને ક્રૂ, જેમાં ફિલ્મમાં સંભાજી મહારાજની ભૂમિકા ભજવનાર અભિનેતા વિક્કી કૌશલનો પણ સમાવેશ થાય છે,…
ગોંડલ યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો હરાજીમાં કેટલો ભાવ બોલાયો ?
ગોંડલના માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. કેસરની સાથે રત્નાગિરી હાફૂસ પણ માર્કેટમાં આજે જોવા મળી હતી. ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની 10 કિલોના 100 બોક્સની આવક થઈ છે. આ તરફ હરાજીમાં 10 કિલોના 1 બોક્સનો ભાવ રૂ. 2500થી 3500 બોલાયો હતો. ગોંડલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. ખેડૂતોની ગીરની કેસર કેરીના 10 કિલોના 100 બોક્સની આવક થવા પામી હતી. ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી છે. જેમાં હરાજીમાં 10 કિલોના 1 બોક્સનો ઉંચો ભાવ રૂ.3500 તથા નીચો ભાવ રૂપિયા 2500 બોલાયો હતો. ઉનાળાની સીઝનની કેસર કેરીની પ્રથમ આવક થવા પામી હતી. સ્વાદના શોખીનો કેસર કેરીની તગડી કિંમત ચુકવી ખરીદી કરી રહ્યા છે.…
ભાવનગરમાં હત્યાનો ઉકેલાયો ભેદ, આરોપીઓએ મહિલાની હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકયો હતો
ભાવનગરમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. શહેરમાં ગત વર્ષ 2023માં સીદસર ગામે પોલીસને એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી અને લાશને સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી અને પી.એમ. તેમજ એફ.એસ.એલ.ની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહિલાની હત્યા થઇ હોવાનું ખુલતા ભાવનગર પોલીસે હત્યારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને આખરે બનાવના 534 દિવસ બાદ પોલીસે હત્યારા દંપતિ રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયા, કંચનબેન રણજીતભાઇ ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયાની આ મામલે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. –: આરોપી પોલીસ સકંજામાં :- પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી રણજીતે કબુલ્યું હતું કે, તેની પત્નિ કંચનબેન બિમાર રહેતી હોય જેની સારવાર માટે આર્થીક તંગી ઊભી થતાં તેણે તેના સગા ફઇ અને ભિક્ષાવૃતિ કરતા હલુબેન ધર્મેન્દ્રભાઇ…
રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ, પવનોની દિશા બદલતા તાપમાનમાં થયો વધારો
-: રાજ્યમાં પવનોની દિશા બદલતા અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ :- મોટાભાગના જિલ્લામાં તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાયું છે તો રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી નોંધાયું છે. -: ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે :- હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની આગાહી મુજબ ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે. આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ દર્શાવી છે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. પરંતુ તે પછી 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે. -: કયાં કેટલું તાપમાન નોંધાયું હવામાન વિભાગની આગાહી મુજબ :- કયાં કેટલું…
બાંગ્લાદેશમાં ફરી તખ્તાપલટની તૈયારીના સંકેત, આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકત્ર થવા કર્યો આદેશ
શેખ હસીના સરકારના બળવા પછી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી નથી. નવા સમાચાર એ છે કે બાંગ્લાદેશના આર્મી ચીફે પોતાના સૈનિકોને ઢાકામાં ભેગા થવાનો આદેશ આપ્યો છે. આ આદેશ શા માટે આપવામાં આવ્યો છે તે સ્પષ્ટ નથી, પરંતુ જો આપણે છેલ્લા કેટલાક અઠવાડિયાની ઘટનાઓ પર નજર કરીએ તો, આ આદેશ કોઈ મોટી ઘટનાનો સંકેત હોઈ શકે છે. આ પણ વાંચો :- ‘વાતચીત ચાલુ છે, આશા છે સમજુતી થશે’ ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરીફની જાહેરાતને લઇ MEAની પ્રતિક્રિયા નોર્થ-ઈસ્ટ ન્યૂઝના અહેવાલ મુજબ, બાંગ્લાદેશ સેનાએ દરેક બ્રિગેડના 100 સૈનિકોને ઢાકા પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો. આ અહેવાલમાં, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સાવર સ્થિત 9મા ડિવિઝનના સૈનિકોએ પણ ઢાકા પહોંચવાનું શરૂ કરી દીધું છે. સેનાનો આ આદેશ આ બે…
દેવામાં ડૂબેલા પાકિસ્તાનમાં મંત્રીઓના પગારમાં 188ટકા સુધીનો વધારો, કેબિનેટે આપી દીધી મંજુરી
પાકિસ્તાન હાલમાં ગંભીર ફુગાવા અને દેવાના સંકટનો સામનો કરી રહ્યું છે. સામાન્ય લોકો બે ટંકના ભોજન માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ સરકાર તેના મંત્રીઓ અને અધિકારીઓના પગારમાં ભારે વધારો કરી રહી છે. તાજેતરમાં, પાકિસ્તાનના મંત્રીમંડળે મંત્રીઓ, રાજ્યમંત્રીઓ અને સલાહકારોના પગારમાં ૧૮૮% સુધીના વધારાને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ તેમનો માસિક પગાર હવે 5,19,000 પાકિસ્તાની રૂપિયા થશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી લોનનો બીજો હપ્તો મળ્યો છે. આ પણ વાંચો :- Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે” આર્થિક સંકટ છતાં નેતાઓ પ્રત્યે દયા :- પાકિસ્તાનનું અર્થતંત્ર નાદારીની આરે છે. ફુગાવો રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો છે…
ઉનાળુ વેકેશન લઈને મન ફાવે ત્યાં ફરો નામની યોજના, ગુજરાતનાં કોઈ પણ ખૂણે માત્ર આટલા રુપિયામાં ફરી શકશો
ઉનાળુ વેકેશન લઈને ગુજરાત એસટી નિગમે નવી યોજના બહાર પાડી છે. ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના બનાવી છે. જેને આગામી ઉનાળુ વેકેશન જોતા મૂકવામાં આવી છે જે અંતર્ગત કોઈપણ ગુજરાતી માત્ર રૂપિયા 450 થી લઈ રૂપિયા 1450 સુધીમાં ચાર દિવસથી લઈ સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે. તેમજ સાથે વિશેષ સુવિધા મેળવી શકે છે. આ પણ વાંચો :- Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે” ગુજરાતનાં તમામ એસટી ડેપો પર યોજના લાગુ :- ગુજરાતભરના તમામ એસ ટી ડેપોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરે છે ત્યારે ગુજરાત એસટી નિગમ…
















