gandhinagar : ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર, અનેક શહેરોમાં હજી પણ વધશે ગરમી
ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયો છે. જો કે, આજથી ગરમીથી આશિંક રાહત મળશે તેવી વાત સામે આવી છે તો તાપમાનમાં 2-4 ડિગ્રી જેટલો ઘટાડો થશે. સાથે સાથે મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે તો કેટલાક જિલ્લામાં તાપમાન ઊંચુ રહેવાની સંભાવના છે અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન ઊંચુ રહેશે તો બીજી તરફ પોરબંદર, કચ્છમાં તાપમાન ઊંચુ રહેશે અને ઉત્તર પૂર્વના પવનોને લીધે ગરમીની અસર રહેશે. આ પણ વાંચો :- Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા આ શહેરોમાં હજી પણ વધશે ગરમી :- આગામી 3-4 દિવસ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે.…
gandhinagar : ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ તૈયાર ! હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ
રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈ યલો એલર્ટ આપ્યું છે જેમા બનાસકાંઠા, સાબરકાંઠા,ગાંધીનગર,અમદાવાદ,સુરત, વલસાડ,દમણ,સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ,અમરેલી, ભાવનગર, બોટાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચો :- Gandhinagar :- ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે! તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો થશે વધારો કયા કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ભુજમાં 40.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી,અમદવાદમાં 38.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી,નલિયામાં 39.5, કેશોદમાં 39.2 ડિગ્રી,કંડલામાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 39 ડિગ્રી,ડીસામાં 38.9 ડિગ્રી, સુરતમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ચાલુ અઠવાડિયાની શરુઆતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અચાનક ઘટાડો…
Gandhinagar :- ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે! તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો થશે વધારો
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં દિવસના અને રાતના તાપમાનમાં વધારો થવાનું પૂર્વાનુંમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી કે, હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ સાથે તાપમાનમાં વધારો થઈ શકે છે. આ પણ વાંચો :- Ahmedabad : ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ શરુ થશે? આ તારીખની હવામાન વિભાગે કરી આગાહી ગુજરાતમાં આગામી દિવસોએ ગરમી વધશે ? :- હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. જેમાં તેમણે મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. આ સાથે આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ સાથે લઘુત્તમ તાપમાનમાં…
Ahmedabad : ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ શરુ થશે? આ તારીખની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આ સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ઉત્તર ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. નવ અને 10મી માર્ચના રોજ એટલે કે, રવિવાર અને સોમવારે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવનના કારણે અકળામણ અનુભવાશે. આ પણ વાંચો :- Ahmedabad : રાજ્યમાં વધુ એક પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત, DG ઓફિસમાં કાર્યરત PIએ ગુમાવ્યો જીવ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, આગામી 24 કલાક અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી થવાની આગાહી છે. ગુરુવારે સતત ત્રીજા દિવસે અમદાવાદનું લઘુત્તમ…
Ahmedabad : રાજ્યમાં ઠંડી બાદ ફરી ગરમીમાં શેકાવવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ગરમીના પ્રારંભમાં જ ઠંડા પવન ફૂંકાતા લોકોને ઠંડીની અસર વર્તાઈ હતી. જેને સતત બે દિવસથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે નલિયાનું તાપમાન ઘટી 6.2 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂંઠવાઈ ગયા હતા. ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જોકે, આગામી 24 કલાક બાદ એટલે કે, 7 માર્ચ બાદ ફરી તાપમાનમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર અશોકકુમાર દાસના જણાવ્યા પ્રમાણે અચાનક પવનની ગતિ વધી જવાનું કારણ પ્રેશર ગ્રેડિએન્ટ છે. એટલે કે ઉત્તર તરફ હવાનું દબાણ વધુ છે અને…
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં આજે યલો એલર્ટ!
રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવનો અને ભેજને કારણે બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોધાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાત સહિત કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપ્યું છે. -> ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બુધવારે અમદાવાદમાં 36.8, ડીસામાં 34.6, ગાંધીનગરમાં 36.6, વીવી નગરમાં 38.5, વડોદરામાં 36.8, સુરતમાં 38.4, ભૂજમાં 37.4, નલિયામાં 36.0, કંડલા પોર્ટમાં 34.9, અમરેલીમાં 38.0, ભાવનગરમાં 36.8, પોરબંદરમાં 38.6, રાજકોટમાં 38.7, કેશોદમાં 38.6, સુરેન્દ્રનગરમાં 37.8માં મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ, સુરત, વી. વી નગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનદરમાં 21 ડિગ્રીથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. -> આગામી બે દિવસમાં તાપમાનમાં થશે…












