gandhinagar : ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર, અનેક શહેરોમાં હજી પણ વધશે ગરમી

ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયો છે. જો કે, આજથી ગરમીથી આશિંક રાહત મળશે તેવી વાત સામે આવી છે તો તાપમાનમાં 2-4 ડિગ્રી જેટલો ઘટાડો થશે. સાથે સાથે મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે તો કેટલાક જિલ્લામાં તાપમાન ઊંચુ રહેવાની સંભાવના છે અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન ઊંચુ રહેશે તો બીજી તરફ પોરબંદર, કચ્છમાં તાપમાન ઊંચુ રહેશે અને ઉત્તર પૂર્વના પવનોને લીધે ગરમીની અસર રહેશે.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા

આ શહેરોમાં હજી પણ વધશે ગરમી :- આગામી 3-4 દિવસ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે. હવે ગુજરાતાના અનેક શહેરોમાં ગરમી 40 થી 42 ડિગ્રી પહોંચશે.

ક્યાં કેટલું તાપમાન? :- 11 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે,સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.1 ડિગ્રી નોંધાયું છે,અમરેલી, સુરેન્દ્રનગર, કંડલામાં 41 ડિગ્રી તાપમાન,અમદાવાદ 40.7 ડિગ્રી, ગાંધીનગર 40.6 ડિગ્રી,ડિસા અને ભુજ 40.2 ડિગ્રી તાપમાન,પોરબંદર અને કેશોદમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.આજે રાજ્યના 5 જિલ્લાઓમાં ગરમીનું યલો અલર્ટ,અમદાવાદ,ગાંધીનગરમાં ગરમીનું યલો અલર્ટ,કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે,આજથી તાપમાનમાં નોંધાશે આંશિક ઘટાડો.

આ પણ વાંચો :- gandhinagar : હોળી-ધૂળેટીનાં તહેવારને લઈ તંત્રની ખાસ તૈયારી, 838 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે

ગરમીનું પ્રમાણ વધ્યું :- દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ રાજસ્થાન અને ગુજરાતમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *