Gandhinagar :- ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે! તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો થશે વધારો

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં દિવસના અને રાતના તાપમાનમાં વધારો થવાનું પૂર્વાનુંમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી કે, હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ સાથે તાપમાનમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો :- Ahmedabad : ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ શરુ થશે? આ તારીખની હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં આગામી દિવસોએ ગરમી વધશે ? :- હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. જેમાં તેમણે મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. આ સાથે આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ સાથે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થવાનું પૂર્વાનુમાન છે. જેમાં પણ 3થી 5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો :- Ahmedabad : રાજ્યમાં ઠંડી બાદ ફરી ગરમીમાં શેકાવવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની આગાહી

મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા ગઇકાલે એટલે કે શુક્રવારે આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ભૂજમાં નોંધાયું હતુ. મહત્વનું છે કે, હાલ ઉત્તરથી ઉત્તર-પશ્ચિમના પવનો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ગરમીના કારણે 9થી 11 માર્ચ દરમિયાન અકળામણનો અનુભવ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *