Rajkot : રાજકોટમાં આરોપીને LCBએ તમિલનાડુમાંથી ઝડપી પાડ્યો, 11 વર્ષથી યુવકની હત્યાના કેસમાં હતો ફરાર
દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યને વધુ બહેતર માનવામાં આવે છે. પરંતુ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. તેવામાં 2014માં રાજકોટમાં યુવકની હત્યા કરીને 11 વર્ષથી ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો છે. રાજકોટમાં યુવકની હત્યા કરી 11 વર્ષથી ફરાર આરોપીને LCBએ તમિલનાડુના તિરુનેલવેલીમાંથી ઝડપી પાડ્યો છે. 2014માં મવડીમાં રહેતા યુવકની હત્યાના કેસમાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે વેશપલટો કરીને ઝડપી પાડ્યો છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો LCBએ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા યુવકની હત્યાના કેસમાં 11 વર્ષથી ફરાર આરોપી તમિલનાડુના તિરુનેલવેલીમાં બેફામ ફરતો હતો. રાજકોટ LCBને બાતમીના આધારે તમિલનાડુના તિરુનેલવેલીમાંથી…
Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુંડાતત્વોને ચેતવણી આપી છે કે, કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો. ગૃહમંત્રીએ ખૂંખાર ગુંડાઓને ઉદેશીને ચીમકી ઉચ્ચારી છે કે સુધરી જાઓ નહીંતર.. વધુ કડક કાયદાનો સામનો કરવો તૈયારી રહેજો. અમદાવાદની ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં આવ્યા છે. આજે સાંજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળશે. આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના લો એન્ડ ઓર્ડરને લઇને મહત્વની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાય હાજર રહેશે. આ ઉપરાંત તમામ જિલ્લાના IG, પોલીસ કમિશ્નર અને SP પણ બેઠકમાં પણ હાજર રહેશે. એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર જોવા…
Ahmedabad : રાજ્યમાં ડ્રગ્સ વિરૂદ્ધ મોટુ અભિયાન, વિધાનસભામાં ગુજરાત ATSએ આંકડા કર્યા રજૂ
ગુજરાતની જળ સિમાંકનમાંથી છેલ્લા 2 વર્ષમાં ATS દ્વારા રૂપિયા 484.85 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં આ વિગતો સામે આવી છે. દરિયાઈ પટ્ટીમાંથી ATSએ કરેલી કામગીરીના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં ATSએ કરેલી કામગીરીના આંકડા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે. વર્ષ 2023માં રૂપિયા 422 કરોડની કિંમતનું 60 કિલો 304 ગ્રામ ડ્રગ્સ (મેથામ્ફેટામાઈન) ઝડપાયું છે. વર્ષ 2024માં રૂપિયા 62.85 કરોડની કિંમતનું 173 કિલો ચરસ તો 460 ગ્રામ હેરોઈન ઝડપાયું છે. એટીએસના ઓપરેશનમાં કુલ 6 વિદેશી નાગરીક ઝડપાયા છે. આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસ એટલે કે વિદેશથી આવતા પાર્સલો અમદાવાદની આ પોસ્ટ…
gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ
ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગને લઈને આજથી હડતાળની જાહેરાત કરી છે. રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા મુજબ અનેક વખત સરકારને તેમના પ્રશ્નોને લઈને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પરંતુ તેમની વારંવારની રજૂઆત બાદ પણ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ના લેવાતા મહાસંઘ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ પણ વાંચો :- gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ આરોગ્યકર્મી મહાસંઘ જિલ્લા કક્ષાએ કલેક્ટર, DDOને આવેદનપત્ર આપશે. તેમજ 18 અને 19 માર્ચે સાંસદો અને ધારાસભ્યોને આવેદન પાઠવશે. આરોગ્ય કર્મચારીઓ પોતાના આવેદન પત્રમાં ગ્રેડ પે, ટેક્નિકલ ગ્રેડમાં સમાવેશ સહિતની માંગણીઓ મંજૂર કરવા સરકારને રજૂઆત કરી છે. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ઘણા સમયથી તેમના પ્રશ્નોનોનો ઉકેલ ના…
Vadodara : વડોદરામાં વધુ એક નબીરાએ સર્જાયો અકસ્માત, બાઈકચાલકને લીધો અડફેટે
ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યાં છે. ત્યારે વડોદરા શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત કર્યો છે. તાંદલજામાં કારચાલકે બાઇક સવારને અડફેટે લીધો છે. કારચાલક ભાગે તે પહેલા લોકોએ તેને ઝડપી મેથીપાક ચખાડયો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. કારચાલકે કહ્યું કે,કાર ચલાવતા હું દારૂનો નશો કરી રહ્યો હતો. આ પણ વાંચો :- Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે” મળતી માહિતી મુજબ, કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર હંકારીને બાઈક ચાલકને અડફેટે લીધો છે. તો કારમાં ચાલકની સીટ નજીક જ દારૂની બોટલ મળી આવી હતી. નશામાં બેફામ કાર ચલાવીને નબીરાએ અકસ્માત સર્જતા લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી છે. આ સમગ્ર કેસમાં જે પી રોડ પોલીસે ગુનો નોંધીને વધુ…
Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે”
ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારને સ્થાન ન આપવાનો વિવાદ જાણે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે,બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે,ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી એ BJPની નીતિ છે. આ પણ વાંચો :- Vadodara : વડોદરામાં ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો, હત્યા કરાઈ હોવાની આશંકા તેઓએ જણાવ્યું હતું કે, સરકારે કલા અને સંસ્કૃતિને જીવંત રાખનાર કલાકારોનું સન્માન કર્યું. ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન ન આપ્યું. સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે તેમાં હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું. તો બીજી તરફ અભિનેતા વિક્રમ ઠાકોરને લોકગાયક કીર્તિદાન ગઢવીનું સમર્થન મળ્યું છે. તેઓએ વિધાનસભામાં વિઝિટ માટે ન બોલાવતા વિક્રમ ઠાકોરની નારાજગીને…
gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ
ગુજરાત વિધાનસભા ખાતે એલોપેથીક-આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. આગામી તા.૧૮ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં તા.૧૮ અને ૧૯ માર્ચના રોજ એલોપેથીક તેમજ તા.૨૦ અને ૨૧ માર્ચના રોજ આર્યુવેદિક-હોમિયોપેથિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પણ વાંચો :- Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે :- જે અંતર્ગત તા.૧૮ માર્ચના રોજ મંત્રીઓ-ધારાસભ્યો માટે અને તા.૧૯ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીઓ-ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારઓ માટે એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. તેવી જ રીતે…
તાઇવાનમાં ભયાનક ભૂકંપ, 5.0 ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી, જાણો નવીનતમ સ્થિતિ
તાઇવાનમાં ભૂકંપ: ગુરુવારે બપોરે 1:09 વાગ્યે (સ્થાનિક સમય) તાઇવાનના તૈતુંગ કાઉન્ટીના દરિયામાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. CENC અનુસાર, તેનું કેન્દ્ર સમુદ્ર સપાટીથી 15 કિલોમીટર નીચે હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તે પૂર્વી ચીનના ફુજિયાન પ્રાંતના ફુઝોઉ, ક્વાનઝોઉ અને અન્ય વિસ્તારોમાં અનુભવાયા. સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા પર પણ ભૂકંપ વિશે માહિતી આપી છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જાન્યુઆરીમાં પણ ભૂકંપ આવ્યો હતો :- આ પહેલા 26 જાન્યુઆરીએ તાઇવાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, તાઇવાનમાં 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. GFZ એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ૧૬ કિલોમીટર (૯.૯૪ માઇલ) ની ઊંડાઈએ સ્થિત હતું. આ પહેલા 21 જાન્યુઆરીએ તાઇવાનમાં પણ ભૂકંપ આવ્યો હતો, જેમાં ડઝનબંધ લોકો…
gandhinagar : હોળી-ધૂળેટીનાં તહેવારને લઈ તંત્રની ખાસ તૈયારી, 838 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે
હોળી-ધૂળેટીનાં તહેવારને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ત્યારે ઈમરજન્સી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે 838 એમ્બ્યુલન્સ 24×7 કાર્યરત રહેશે, અને હોસ્પિટલોમાં વધારાના સુપરવાઈઝરી સ્ટાફ તહેનાત કરાશે. જેથી ઝડપી પ્રતિસાદ અને ઉત્તમ ઈમર્જન્સી મેનેજમેન્ટ સુનિશ્ચિત કરી શકાય. આ પણ વાંચો :- Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા પાછલા વર્ષોના ડેટા અનુસાર, 108-ઈ.એમ.એસ. એ આગાહી કરી છે કે 13મી માર્ચ 2025ના હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં 3.61% (3,870 કેસ) નો વધારો થશે. અને 14મી માર્ચ 2025 ના ધુળેટીના દિવસે 29.88% (4,851 કેસ) નો વધારો થશે, જે સામાન્ય દિવસના સરેરાશ 3,735 કેસની સરખામણીએ વધુ છે. મુખ્ય રીતે, રોડ અકસ્માતો અને ટ્રોમા…
લીંબુના ભાવમાં અધધ…વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બદલાતા હવામાન સાથે શાકભાજીના ભાવમાં ધરખમ બદલાવ થઈ રહ્યો છે. ગરમીનો પારો વધતા જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. ગરમીમાં સૌથી વધુ વપરાશમાં લેવાતા લીંબુની માગ વધારે હોય છે. ત્યારે વધતા ભાવના કારણે ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. એક સપ્તાહ પહેલા લીંબુના ભાવ 100 રૂ કિલો હતા જ્યારે આ સપ્તાહની શરૂઆત સાથે જ સીધા 60 રૂપિયા વધતા પ્રતિ કિલો લીંબુના ભાવ 160 એ પંહોચ્યા છે. જથ્થાબંધ માર્કેટમાં લીંબુનું 160 રુપિયામાં વેચાણ થાય છે જ્યારે છૂટક બજારમાં 200 રૂ કિલોએ વેચાય છે. આમ, એક જ સપ્તાહની અંદર લીંબુમાં સીધો 60 રૂપિયાનો વધારો થતા ગૃહિણીઓનું મહિનાનું બજેટ ખોરવાઈ ગયું છે. આ પણ વાંચો :- સુજી ઢોકળા રેસીપી: સોજી…
















