Vadodara : વડોદરામાં વધુ એક નબીરાએ સર્જાયો અકસ્માત, બાઈકચાલકને લીધો અડફેટે

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યાં છે. ત્યારે વડોદરા શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત કર્યો છે. તાંદલજામાં કારચાલકે બાઇક સવારને અડફેટે લીધો છે. કારચાલક ભાગે તે પહેલા લોકોએ તેને ઝડપી મેથીપાક ચખાડયો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. કારચાલકે કહ્યું કે,કાર ચલાવતા હું દારૂનો નશો કરી રહ્યો હતો.

આ પણ વાંચો :- Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે”

મળતી માહિતી મુજબ, કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર હંકારીને બાઈક ચાલકને અડફેટે લીધો છે. તો કારમાં ચાલકની સીટ નજીક જ દારૂની બોટલ મળી આવી હતી. નશામાં બેફામ કાર ચલાવીને નબીરાએ અકસ્માત સર્જતા લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી છે. આ સમગ્ર કેસમાં જે પી રોડ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં બ્રાહ્મણ સમાજની મેગા બિઝનેસ સમિટનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર

ઉલ્લેખનિય છે કે, વડોદરામાં નબીરાએ અકસ્માત કર્યાને 24 કલાક થયા ત્યાં બીજો અકસ્માત સામે આવ્યો છે આ અકસ્માતમાં પણ નબીરાએ એક બાઈક ચાલકને અડફેટે લેતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તો સ્થાનિકોએ બાઈક ચાલકને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડી આપ્યો છે અને નબીરાને મેથીપાક આપીને પોલીસને સોંપ્યો છે. આરોપી કાર ચાલકે એટલો નશો કર્યો હતો કે તે ઉભો રહેવાનો પણ લાયક ન હતો.જેપી રોડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

IND vs SL: વરસાદે બગાડી ભારતની તૈયારી! ગિલની ફિટનેસ પર મોટું અપડેટ 2026 Critical Test,

IND vs SL XI: વરસાદે બગાડી ભારતની તૈયારી, શુભમન ગિલની ફિટનેસ પર મોટું અપડેટ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ તૈયારી સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાની તૈયારીઓને વરસાદના કારણે ઝટકો લાગ્યો છે. ભારત અને શ્રીલંકા XI વચ્ચે રમાઈ રહેલી વોર્મ-અપ મેચમાં હવામાનના કારણે રમત પર અસર પડી છે. આ મેચ ભારતીય ખેલાડીઓ માટે શ્રીલંકાની પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની મહત્વપૂર્ણ તક હતી, પરંતુ વરસાદે ટીમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌથી વધુ ચર્ચા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલની ફિટનેસને લઈને થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર ગિલને વોર્મ-અપ મેચમાં બેટિંગ કરાવવામાં ઉતાવળ કરવામાં આવી રહી નથી. ટીમ મેનેજમેન્ટ ગિલને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી, કારણ કે આગામી ટેસ્ટ સિરીઝમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભમન…

ગુજરાતમાં ૩૦૦ નવી MBBS બેઠકોનો વધારો: રાજ્યમાં મેડિકલ સીટોનો કુલ આંકડો 7,500 પર પહોંચ્યો Breakthrough

ગુજરાતમાં 300 નવા MBBS સીટનો વધારો, રાજ્યમાં કુલ બેઠકો 7,500 થઈ ગુજરાતના મેડિકલ શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ખાનગી મેડિકલ કોલેજોમાં 300 નવી MBBS બેઠકોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ ગુજરાતમાં MBBS અભ્યાસક્રમની કુલ બેઠકોની સંખ્યા વધીને આશરે 7,500 થઈ ગઈ છે. મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણયને મહત્વપૂર્ણ તક તરીકે જોવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મેડિકલ શિક્ષણની સુવિધાઓ અને બેઠકોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓની વધતી સંખ્યા અને ડોક્ટર બનવાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને મેડિકલ કોલેજોમાં બેઠકો વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હવે ખાનગી મેડિકલ કોલેજોમાં 300 બેઠકો વધતા વધુ વિદ્યાર્થીઓને MBBSમાં પ્રવેશ મેળવવાની તક મળશે. મેડિકલ વિદ્યાર્થીઓ માટે વધશે તક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *