Ahmedabad : રાજ્યમાં ડ્રગ્સ વિરૂદ્ધ મોટુ અભિયાન, વિધાનસભામાં ગુજરાત ATSએ આંકડા કર્યા રજૂ

ગુજરાતની જળ સિમાંકનમાંથી છેલ્લા 2 વર્ષમાં ATS દ્વારા રૂપિયા 484.85 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં આ વિગતો સામે આવી છે. દરિયાઈ પટ્ટીમાંથી ATSએ કરેલી કામગીરીના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં ATSએ કરેલી કામગીરીના આંકડા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે. વર્ષ 2023માં રૂપિયા 422 કરોડની કિંમતનું 60 કિલો 304 ગ્રામ ડ્રગ્સ (મેથામ્ફેટામાઈન) ઝડપાયું છે. વર્ષ 2024માં રૂપિયા 62.85 કરોડની કિંમતનું 173 કિલો ચરસ તો 460 ગ્રામ હેરોઈન ઝડપાયું છે. એટીએસના ઓપરેશનમાં કુલ 6 વિદેશી નાગરીક ઝડપાયા છે.

આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ

થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસ એટલે કે વિદેશથી આવતા પાર્સલો અમદાવાદની આ પોસ્ટ ઓફિસમાં આવે છે અને ત્યારબાદ ગુજરાતના અલગ અલગ જગ્યાઓ પર તેને ડિલિવરી કરવામાં આવતા હોય છે, ત્યારે છેલ્લા થોડા સમયથી ગુજરાતના અલગ અલગ જગ્યા ઉપર રહેતા યુવાધન નશો કરવા માટે વિદેશથી નશાકારક પદાર્થો મગાવતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને લઈને પોલીસ પણ સતત થઈ રહી છે.

આ પણ વાંચો :- Morbi : મોરબીમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યાનો કેસ ઉકેલ્યો, ત્રણ આરોપીઓની કરી ધરપકડ

અગાઉ અમદાવાદ સાઈબર ક્રાઈમ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આ પ્રમાણે વિદેશથી આવેલા નશાકારક પદાર્થોના પાર્સલો પકડી પાડવામાં આવ્યા હતા. વધુ એક વખત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલા 105 જેટલા નશાકારક પદાર્થના પાર્સલો પકડી પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે ઈન્ટરનેટ અને ડાર્ક વેબના માધ્યમથી રમકડા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં આ નશાકારક પદાર્થો પાર્સલ થતા હોય છે અને તે અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં પહોંચી ત્યારબાદ જે તે સરનામા પર ડિલિવરી કરવામાં આવતા હોય છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ઠક્કરનગર વિસ્તારમાં Traffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી Brutality 2026

ઠક્કરનગર વિસ્તારમાંTraffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી: નો-એન્ટ્રીમાં જતાં ટ્રકને રોકવા પોલીસકર્મીએ ઈશારો કર્યો, ડ્રાઈવરે ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાંTraffic પોલીસ અને ટ્રક ડ્રાઈવર વચ્ચે થયેલી એક ઘટનાનો વીડિયો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, નો-એન્ટ્રી વિસ્તારમાં પ્રવેશી રહેલા એક ટ્રકને ટ્રાફિક કર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીએ ટ્રક ડ્રાઈવરને રોકવા માટે ઈશારો કર્યો હોવા છતાં ટ્રક આગળ વધ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ડ્રાઈવરે ટ્રક પોલીસકર્મી તરફ ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે. ટ્રકને રોકવા માટે પોલીસકર્મીએ રસ્તા પરથી ઈંટ અથવા પથ્થર જેવી વસ્તુ ઉઠાવીને ટ્રક તરફ ફેંકી હોવાનો પણ દાવો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, સમગ્ર ઘટનાની…

ODIમાં ભારત સામે જ્હોન કેમ્પબેલે ફટકારી સૌથી ઝડપી કેરેબિયન સદી, 65 બોલમાં બનાવ્યા 101 રન Explosive

WIના જ્હોન કેમ્પબેલે 65 બોલમાં ફટકારી સદી: ભારત સામે ODIમાં સૌથી ઝડપી કેરેબિયન સદીનો રેકોર્ડ, 101 રન પર આઉટ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગૌહાટી ખાતે રમાઈ રહેલી બીજી ODIમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જ્હોન કેમ્પબેલે ધમાકેદાર બેટિંગ કરીને ભારતીય બોલિંગ આક્રમણને મુશ્કેલીમાં મૂકી દીધું છે. કેમ્પબેલે માત્ર 65 બોલમાં સદી પૂરી કરીને ભારત સામે વેસ્ટ ઈન્ડિઝના બેટર દ્વારા સૌથી ઝડપી ODI સદીનો નવો રેકોર્ડ બનાવ્યો. જોકે સદી બાદ તેઓ 101 રન બનાવીને આઉટ થયા હતા. ઉપલબ્ધ સ્કોરિંગ અહેવાલો મુજબ તેમની આખી ઇનિંગ્સ 68 બોલમાં 101 રનની રહી, જેમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થયો.કેમ્પબેલની આ તોફાની ઇનિંગ્સના કારણે વેસ્ટ ઈન્ડિઝે શરૂઆતના ઓવરોમાં જ ભારત પર દબાણ બનાવી દીધું હતું. બીજી તરફ ભારતીય ટીમ માટે આ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *