gandhinagar : હોળી-ધૂળેટીનાં તહેવારને લઈ તંત્રની ખાસ તૈયારી, 838 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે

હોળી-ધૂળેટીનાં તહેવારને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ત્યારે ઈમરજન્સી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે 838 એમ્બ્યુલન્સ 24×7 કાર્યરત રહેશે, અને હોસ્પિટલોમાં વધારાના સુપરવાઈઝરી સ્ટાફ તહેનાત કરાશે. જેથી ઝડપી પ્રતિસાદ અને ઉત્તમ ઈમર્જન્સી મેનેજમેન્ટ સુનિશ્ચિત કરી શકાય.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા

પાછલા વર્ષોના ડેટા અનુસાર, 108-ઈ.એમ.એસ. એ આગાહી કરી છે કે 13મી માર્ચ 2025ના હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં 3.61% (3,870 કેસ) નો વધારો થશે. અને 14મી માર્ચ 2025 ના ધુળેટીના દિવસે 29.88% (4,851 કેસ) નો વધારો થશે, જે સામાન્ય દિવસના સરેરાશ 3,735 કેસની સરખામણીએ વધુ છે. મુખ્ય રીતે, રોડ અકસ્માતો અને ટ્રોમા (નૉન-વ્હીક્યુલર) સંબંધિત ઈમર્જન્સી કેસોમાં વધારો થવાની સંભાવના છે.

હોળીના દિવસે 36.10% (656 કેસ) અને ધુળેટીના દિવસે 89% (911 કેસ) નો વધારો થવાની સંભાવના છે, જે સામાન્ય દિવસના 482 કેસની સરખામણીએ છે. આ વધારો વાહનવ્યવહારના વધારા અને સાવચેતીના અભાવના કારણે થાય છે.

આ પણ વાંચો :- Botad : બોટદામાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો, SOG પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડયો

શારીરિક હુમલાના કેસો :- હોળીના દિવસે 72.93% (230 કેસ) અને ધુળેટીના દિવસે 243.61% (457 કેસ) નો વધારો થવાની શક્યતા છે, જે સામાન્ય દિવસના 133 કેસની સરખામણીએ વધુ છે. આ મોટાભાગે ઉત્સવ દરમિયાન થતાં વિવાદોને કારણે થાય છે.એવા જિલ્લાઓ જ્યાં બંને દિવસ દરમિયાન 20% થી વધુ ઈમર્જન્સી કેસો વધી શકે છે, તેમાં અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડનો સમાવેશ થાય છે. ધુળેટીના દિવસે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 20% થી વધુ ઈમરજન્સી કેસો જોવા મળી શકે છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *