Patan : હોળીનાં તહેવારને લઈને આરોગ્ય વિભાગનો સપાટો, પાટણમાં ઘી બનાવતા બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરાયા
ગુજરાતમાં હોળીનાં તહેવારને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવી છે. ત્યારે પાટણમાં ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરી દીધા છે. મોડી રાત્રે શંકાસ્પદ બે ગોડાઉનમા દરોડા દરમિયાન પાટણ -ઊંઝા હાઈવે પર હાંસાપુર નજીક પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1 ગોડાઉન સીલ કર્યુ છે. આ પણ વાચો :- Vadodara : ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા કરાઈ રજૂઆત મળતી માહિતી મુજબ, પાટણમાં ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ બે ગોડાઉનમા દરોડા પાડ્યા હતા. મોડી રાત્રે શંકાસ્પદ બે ગોડાઉનમા દરોડા દરમિયાન પાટણ -ઊંઝા હાઈવે પર હાંસાપુર નજીક પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1 ગોડાઉન સિલ કર્યુ છે. ગોડાઉનમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ વિભાગે રેડ કરી…
Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત! આ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતમાં હજી બે દિવસ તાપમાન ઊંચુ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે બાદ ફરીથી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચો જાય તેવી આશંકા છે. ત્યારે આજે એટલે કે, 11મી માર્ચના રોજ મંગળવારે નવ જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. એટલે આજે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ તૈયાર ! હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર :- હવામાન વિભાગે રાજ્યમાં આજે 1 નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 12 માર્ચે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું…
gandhinagar : ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ તૈયાર ! હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ
રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈ યલો એલર્ટ આપ્યું છે જેમા બનાસકાંઠા, સાબરકાંઠા,ગાંધીનગર,અમદાવાદ,સુરત, વલસાડ,દમણ,સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ,અમરેલી, ભાવનગર, બોટાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચો :- Gandhinagar :- ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે! તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો થશે વધારો કયા કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ભુજમાં 40.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી,અમદવાદમાં 38.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી,નલિયામાં 39.5, કેશોદમાં 39.2 ડિગ્રી,કંડલામાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 39 ડિગ્રી,ડીસામાં 38.9 ડિગ્રી, સુરતમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ચાલુ અઠવાડિયાની શરુઆતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અચાનક ઘટાડો…
Ahmedabad : અમદાવાદમાં રાહુલ ગાંધીનો કાર્યકરો સાથે સંવાદ, કહ્યું-‘કોંગ્રેસનાં અડધા લોકો ભાજપ સાથે મળેલા છે’
રાહુલ ગાંધીનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. અમદાવાદમાં રાહુલ ગાંધીનો કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. તે પહેલા કોંગ્રેસના મહિલા આગેવાનોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓને આડે હાથ લીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતનું નતૃત્વ, કાર્યકર્તાઓમાં બે પ્રકારના લોકો છે. એક છે, જે જનતા સાથે ઊભો છે અને જનતા માટે લડે છે. જેના દિલમાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે. બીજો છે, જે જનતાથી દૂર છે, જનતાનું સન્માન કરતા નથી અને તેમાંથી અડધા બીજેપી સાથે મળેલા છે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતનાં પ્રવાસે, અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક! વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું- જ્યાં સુધી આપણે આ બન્નેને અલગ નહીં કરીએ ત્યાં સુધી…
Junagadh : જૂનાગઢમાં બેંક મેનેજરનો આપઘાત, પરિવારજનોમાં શોકનો માહોલ
જૂનાગઢમાં બેંક મેનેજરે બેંકમાં આપઘાત કરી લેતા શોકનો માહોલ છવાયો છે. ગુજરાત રાજય સહકારી અને ગ્રામીણ બેંક જૂનાગઢ શાખાના મેનેજરે આપઘાત કરી લેતા પરિવારમાં અને અન્ય સહકર્મીઓમાં શોકની લાગણી જોવા મળી છે. જોકે, આપઘાત પાછળનું કારણ અકબંધ છે. આ પણ વાંચો :- Surat : રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, સુરતમાં એક વ્યક્તિ કંટાળી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી છે. જોકે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. મળતી મહિતી મુજબ જૂનાગઢમાં સહકારી અને ગ્રામીણ બેંકમાં ફરજ બજાવતા મેનેજરે બેંકમાં સવારે આવીને આપઘાત કરી લીધો છે.ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.આપઘાત કેમ કર્યો તેને લઈ પોલીસ પણ તપાસ કરી રહી છે. આ પણ વાંચો :- Surat…
Gandhinagar :- ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે! તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો થશે વધારો
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં દિવસના અને રાતના તાપમાનમાં વધારો થવાનું પૂર્વાનુંમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી કે, હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ સાથે તાપમાનમાં વધારો થઈ શકે છે. આ પણ વાંચો :- Ahmedabad : ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ શરુ થશે? આ તારીખની હવામાન વિભાગે કરી આગાહી ગુજરાતમાં આગામી દિવસોએ ગરમી વધશે ? :- હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. જેમાં તેમણે મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. આ સાથે આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ સાથે લઘુત્તમ તાપમાનમાં…
Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે
આગામી હોળી ધુળેટીનાં તહેવારો દરમિયાન લોકોને સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમિયાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે. એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે. નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરીને રાજ્યના નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે વધારાની પરિવહન સેવા દર વર્ષે પુરી પાડે છે. આ પણ વાંચો :- Ahmedabad : હોળીનાં તહેવારને લઈને સ્પેશિયલ ટ્રેનો દોડશે, ઓનલાઈન ટિકિટ કરી શકાશે બૂક હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ :- નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી, વ્યવસાય, મજૂરી અર્થે આવન જાવન કરે છે. વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો…
Gandhinagar : આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, વિવિધ કાર્યક્રમો આપશે હાજરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી એટલે કે 8 અને 9 માર્ચે એમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે. જેમાં ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. 8 માર્ચે બપોરે 12:00 વાગ્યે અમિત શાહ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચન કરશે. પછી તેઓ કોડીનારના ચલાલા ખાતે સુગર મિલના પુનઃસ્થાપના માટે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે, જુનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. આ પણ વાંચો :- Gandhinagar : ભાજપના જિલ્લા પ્રમુખોનાં નામ જાહેર, જાણો ક્યાં કોની કરાઈ વરણી અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો :- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૈના આચાર્ય શ્રીમદ બુદ્ધિશાગર સૂરીશ્વર મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન…
SURAT : વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, સુરક્ષાને લઈને ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. આજે વડાપ્રધાન મોદી બપોરે 1:30 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચશે અને 1:45 વાગ્યે હેલિકોપ્ટર મારફતે સેલવાસ જશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી સેલવાસમાં વિવિધ કાર્યક્રમમાં હાજર રહેશે. અને સેલવાસમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ભૂમિપૂજન કરશે. અને સાંજે 5 વાગ્યે લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પહોંચશે. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે વડાપ્રધાન મોદીનો લીંબાયતમાં રોડ શો :- વડાપ્રધાન મોદી હેલિપેડથી નીલગીરી ગ્રાઉન્ડ સુધીનો રોડ શો કરશે. જેમા રોડ શોના રસ્તામાં 30 સ્ટેજ બનાવવામાં આવ્યા છે.લીંબાયતમાં NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરશે. અને નીલગીરી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી જાહેરસભા કરશે. ત્યારબાદ વડાપ્રધાન સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ…
Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતનાં પ્રવાસે, અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક!
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતનાં પ્રવાસે છે. રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પરથી સીધા રાજીવ ગાંધી ભવન જશે. અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ બેઠકમાં ભાગ લેશે. મળતી માહિતી પ્રમાણે, રાહુલ ગાંધી કોઈ કાર્યકર્તાના નિવાસસ્થાને રાત્રિ રોકાણ કરશે તેવી શક્યતા છે. પ્રથમ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને અન્ય પદાધિકારીઓ હાજર રહેશે. બપોરે ભોજન સાથે બેઠક, સાંજે પૂર્વ ધારાસભ્યો સાથે ચર્ચા, અને શનિવારે વિશ્વાસુ કાર્યકરો અને આગેવાનો સાથે સંવાદ યોજાશે. સલામતીના કારણોસર, તેમના કાર્યક્રમ સ્થળની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે 8 માર્ચ, 2025ના રોજ એટલે કે, મહિલા…
















