gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ

ગુજરાત વિધાનસભા ખાતે એલોપેથીક-આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. આગામી તા.૧૮ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં તા.૧૮ અને ૧૯ માર્ચના રોજ એલોપેથીક તેમજ તા.૨૦ અને ૨૧ માર્ચના રોજ આર્યુવેદિક-હોમિયોપેથિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :- Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો

એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે :- જે અંતર્ગત તા.૧૮ માર્ચના રોજ મંત્રીઓ-ધારાસભ્યો માટે અને તા.૧૯ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીઓ-ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારઓ માટે એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. તેવી જ રીતે તા.૨૦ માર્ચના રોજ મંત્રીઓ-ધારાસભ્યો માટે અને તા.૨૧ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીઓ-ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારો માટે આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. આ મેડિકલ કેમ્પ વિધાનસભા સંકુલના ચોથા માળે સવારે ૮:૩૦ કલાકથી કાર્યરત થશે.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં ધૂળેટીના પર્વ પર જ હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોના મોત

વિવિધ ટેસ્ટ કરવામાં આવશે :- આ મેડિકલ કેમ્પમાં ઓપીડી ચેકઅપ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવશે. જેમાં જરૂરિયાત મુજબ બ્લડ રિપોર્ટ, યુરીન રિપોર્ટ, ઇસીજી જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવશે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉકટરો દ્વારા રિપોર્ટ અને વ્યક્તિ ચકસ્યા બાદ જો કોઈને વધારાના ટેસ્ટની આવશ્યકતા જણાય તો તે માટે GMERS, મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવશે.

આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે

યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટમાંથી હ્રદયરોગના નિષ્ણાંત, ધી ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી કેન્સરરોગના નિષ્ણાંત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસીઝ અને રિસર્ચ સેન્ટરમાંથી કીડની રોગના નિષ્ણાંત જરૂરી સાધનસામગ્રી અને સ્ટાફ સાથે હાજર રહેશે. આ કેમ્પમાં ઓપ્થલમોલોજી, ઈએનટી, સ્કીન, ઓર્થોપેડિક, ગાયનેક, ડેન્ટલ, મેડિસિન, સર્જરી જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત ડૉક્ટરો અને તેમની ટીમ સાધનસામગ્રી, દવાઓ અને લોજિસ્ટિક સાથે GMERS, ગાંધીનગરમાંથી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત લેબોરેટરીની તમામ સાધનસામગ્રી તથા વધુમાં વધુ ટેસ્ટ થઈ શકે તે પ્રકારની સુવિધા સ્થળ ઉપર જ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે, એમ કમિશનર, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાતમાં 72મો National ફિલ્મ એવોર્ડ સમારોહ: Elite Honor

ગુજરાતમાં 72મો National ફિલ્મ એવોર્ડ સમારોહ: કાર્તિક આર્યન અને મામૂટી બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ National ગુજરાતના એકતા નગર ખાતે 72મા National ફિલ્મ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહેલો આ સમારોહ ભારતીય સિનેમા માટે ઐતિહાસિક બની રહ્યો છે, કારણ કે પ્રથમ વખત નેશનલ ફિલ્મ એવોર્ડ્સનો સમારોહ નવી દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે. 22 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાયેલા આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને સન્માનિત કરી રહ્યા છે. આ વર્ષે 2024માં બનેલી ભારતીય ફિલ્મો અને સિનેમામાં થયેલા ઉત્કૃષ્ટ યોગદાનને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. 72મા National ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટર કેટેગરીમાં કાર્તિક આર્યન અને મલયાલમ સિનેમાના દિગ્ગજ અભિનેતા મામૂટી બંનેને સન્માન મળ્યું છે.કાર્તિક આર્યનને ફિલ્મ **‘ચંદુ ચેમ્પિયન’**માં તેમના અભિનય…

Fancy Number Plate: ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, 18 હજારથી વધુ કેસ અને 4,187 વાહનો ડિટેઇન Mega Drive

Fancy Number Plate વગરના અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવ Fancy Number Plate : ગુજરાતમાં ટ્રાફિક નિયમોના પાલન અને માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી તથા અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે વિશેષ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ વિશેષ ટ્રાફિક ડ્રાઇવ 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે અને 14 ઓક્ટોબર 2026 સુધી ચાલુ રહેશે. ખાસ કરીને એવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જેના પર નંબર પ્લેટ લગાવવામાં આવી નથી, નંબર પ્લેટ સાથે ચેડાં કરવામાં આવ્યા છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *