શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પાઠવી શુભેચ્છાઓ, જાણો શું કહ્યું
આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સેક્ટર-23, કડી કેમ્પસ સ્થિત એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કુલની મુલાકાત લીધી હતી. તેમણે પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારતા ‘પરીક્ષાને ઉત્સવ’ ગણાવી, ચિંતામુક્ત થઈ પેપર લખવા પ્રેરણા આપી હતી. આ અવસરે શિક્ષણ મંત્રીએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થીઓનું વ્યક્તિગત રીતે અભિવાદન કર્યું હતું. મંત્રીએ દરેક વિદ્યાર્થીને પુષ્પ, પેન અને રાઈટિંગ પેડ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.તથા ભારતીય પરંપરા મુજબ શુભ કાર્યની શરૂઆત મીઠા મોંથી કરાવતા, મંત્રીએ વિદ્યાર્થીઓને સાકર ખવડાવી સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, ‘પરીક્ષા એ તમારા જીવનના ઘડતરનું એક સોપાન છે, ડરવાનું કારણ નથી. મનને શાંત રાખી, આત્મવિશ્વાસ સાથે પરીક્ષા રૂપી આ ઉત્સવને ઉજવો તેમ જણાવતા…
રાજ્યમાં યોજાનારી બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે તા. 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 સુધી યોજાશે. આ જ સમયગાળા દરમિયાન ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.…
ગુજરાતમાં : GSEB HSC 2026 હોલ ટિકિટ – પ્રેક્ટિકલ પરીક્ષા માટે એડમિટ કાર્ડ કરી શકાશે ડાઉનલોડ, જાણો વિગત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ગાંધીનગર દ્વારા બોર્ડ પરીક્ષા 2026 માટે વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. આ એડમિટ કાર્ડ ધોરણ 12ના તે વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવ્યા છે, જેમની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 5 ફેબ્રુઆરી, 2026થી શરૂ થઈ રહી છે. શાળા દ્વારા નોંધાયેલા અને પાત્ર ઉમેદવારો તેમના હોલ ટિકિટ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ — sciprac.gsebht.in, gsebht.in અથવા gseb.org — પરથી ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોના એડમિટ કાર્ડ (હોલ ટિકિટ) તા. 27/01/2026 થી બોર્ડની વેબસાઇટ્સ –sciprac.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. શાળાઓ પોતાના સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને લોગિન કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. અડમિટ કાર્ડ આ રીતે ડાઉનલોડ…
ધોરણ 12માં નાપાસ થયેલા વિધાર્થીઓને રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી સલાહ, જાણો શું કહ્યું
આજે જાહેર થયેલ ધોરણ 12ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. પરીક્ષામાં સફળ થયેલ વિધાર્થીઓને શુભકામના પાઠવી છે. પ્રફુલ પાનશેરીયાએ જે વિધાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે તે બધા વિધાર્થીઓને અભિનંદનને પાઠવું છું પરંતુ જે વિધાર્થીઓને સફળ નથી થયા એ વિધાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ ઓફ ટુ પરીક્ષા અંતર્ગત ફરીથી પરીક્ષા આપી પોતાનું સપનું પૂરું કરી શકશે અથવા વિધાર્થી જે વિષયમાં નાપાસ થયા છે એની પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકશે. નાપાસ થયેલ વિધાર્થી માટે શું કહ્યું મંત્રીએ કહ્યું કે, કોઈ પણ વિધાર્થીને હતાશ અને ડિપ્રેશનમાં આવવાની જરૂર…
આવતીકાલે GPSC વર્ગ 1-2ની લેવાશે પરીક્ષા, 405 કેન્દ્રમાં 97 હજાર જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા
આવતી કાલે રાજ્યમાં GPSC ક્લાસ-1-2 માટે 21 જિલ્લામાં પરીક્ષા યોજાશે. જેને લઈને 21 જિલ્લાના 405 કેન્દ્રમાં તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્યમાં કુલ 97 હજાર જેટલા ઉમેદવારો રવીવારે પરીક્ષા આપશે. GPSC દ્વારા પરીક્ષાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સાથે ઉમેદવારો માટે વેબસાઈટ પર જરુરી સૂચનાઓ પણ મૂકી દેવામાં આવી છે. રવીવારે યોજાનારી પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવાોરને પોણા બે કલાક વહેલો પ્રવેશ અપાશે. દિવ્યાંગ ઉમેદવાર માટે અલગ રૂમ અને વ્હિલચેરની વ્યવસ્થા કરાશે. પરીક્ષાર્થીની હાજરીમાં જ OMR સીલ કરી સહી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Vadodara: વડોદરામાં 12 સાયન્સના વિદ્યાર્થીનો આપઘાત, પરિવારજનોમાં છવાયો શોકનો માહોલ
વડોદરા શહેરમાં ધોરણ 12ની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીએ મોડી રાત સુધી વાંચ્યા બાદ પરીક્ષાના તણાવથી સ્યુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવ્યું છે. 12 સાયન્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ પણ વાંચો :- Dwarka : દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળશે દાદાનું બુલડોઝર, તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને પાઠવી નોટિસ સાયન્સ વિદ્યાર્થીનો આપઘાત :- હરણી વિસ્તારમાં વિદ્યાર્થીના આપઘાતનો કિસ્સો સામે આવતા પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનું નામ દેવ પાટીલ હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીના આપઘાતની તપાસ કરતા પોલીસે પરિવારના નિવેદન લીધા છે. પરિવારના લોકોએ જણાવ્યું કે, દેવ મોડી રાત સુધી વાંચતો હતો. 17 વર્ષીય દેવ 12 સાયન્સમાં અભ્યાસ કરે…
GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત, ઉમેદવારો 15 માર્ચ સુધી ભરી શકશે ફોર્મ
GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાના શરૂઆત કરવામાં આવી છે. આજે એટલે કે તારીખ 28-2-2025 થી ફોર્મ ભરવામાં આવશે. ઓનલાઇન વેબસાઇટ પર બપોરે 1 વાગ્યાથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ઉમેદવારો 15 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ વર્ષ 2025નું કેલેન્ડર 29 જાન્યુઆરી જાહેર કર્યું છે. કેલેન્ડરમાં જણાવ્યા અનુસાર વર્ષમાં કૂલ 1751 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જૂન મહિનામાં જુદા-જુદા 17 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. જુલાઈ મહિનામાં જુદા-જુદા 19 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. ઓગષ્ટ મહિનામાં જુદા જુદા 9 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. સપ્ટેમ્બર મહિનામાં જુદા જુદા 11 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. ઓક્ટોબર મહિનામાં જુદા જુદા 8 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. નવેમ્બર મહિનામાં જુદા જુદા 10 વર્ગની…
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર, પ્રિલિમ પરીક્ષા આ તારીખે લેવાશે
GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GPSC વર્ગ 1-2 ની ભરતી માટે પ્રિવિમ પરિક્ષા 6 એપ્રિલે યોજાશે. આવનાર ત્રણથી ચાર દિવસમાં નિયમો તૈયાર કરી જાહેર થશે. અરજી કરવા માટે ઉમેદવારો તૈયારી કરી રાખવા સૂચના આપવામાં આવી છે. ઝડપી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી પરીક્ષા લેવાશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ ૧ અને મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ ૨ ની ભરતી રદ કરાઈ છે. બન્ને બેઠકો મા ત્રણ જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ હતી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 01/02/2025 ના રોજ જાહેર કરાયેલ ભરતી 19 ફેબ્રુઆરી 2025 ના રોજ રદ કરવામાં આવી હતી. જેના કારણમાં આ બંને જગ્યાઓ માટેના ભરતી નિયમોમાં…















