અમિત શાહે દેશવ્યાપી ‘Anti-Terror Grid’ની કરી જાહેરાત, આતંકવાદ પર 360 ડિગ્રી પ્રહારની તૈયારી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દિલ્હીમાં બે દિવસીય “આતંકવાદ વિરોધી પરિષદ-2025”નું ઉદ્ઘાટન કર્યું. સંબોધનમાં શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “જીરો ટોલરેન્સ” વિઝનનો પુનરોચ્ચાર કર્યો અને દેશભરમાં આતંકવાદ અને સંગઠિત અપરાધ સામે તાકીદના પગલાં લેવા હાકલ કર્યો. ગૃહમંત્રી શાહે કહ્યું કે આ પરિષદ માત્ર ચર્ચા માટેનું મંચ નથી, પરંતુ NIA અને રાજ્ય એજન્સીઓ દ્વારા કામ કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ છે, જે દેશભરના સુરક્ષા નેટવર્કને મજબૂત બનાવશે. તેમણે ઉલ્લેખ કર્યો કે ટેકનોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને, સલામતી એજન્સીઓને દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આ દરમિયાન, શાહે NIAના અપડેટેડ ક્રાઈમ મેન્યુઅલ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક ડેટાબેઝ અને ખોવાયેલા/લૂંટાયેલા શસ્ત્રોનો ઈ-ડેટાબેઝ લોન્ચ કર્યો. તેઓએ રાજ્યના પોલીસ અધિકારીઓને આ સાધનોનો પ્રભાવશાળી ઉપયોગ કરી સંગઠિત ગુનાખોરી અને આતંકવાદી નેટવર્કને બંધ…

લંડન સ્થિત આઝમગઢના મૌલવી સામે EDની મોટી કાર્યવાહી, પાકિસ્તાન કનેક્શન…

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ યુકેમાં રહેતા આઝમગઢના ઇસ્લામિક ઉપદેશક મૌલાના શમસુલ હુદા ખાન વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા દાખલ કરાયેલી FIRના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ED એ મૌલાના વિરુદ્ધ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ તપાસ શરૂ કરી છે. તપાસ એજન્સીઓ અનુસાર, શમસુલ હુદા ખાન પર કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક શિક્ષણની આડમાં ગેરકાયદેસર ભંડોળ મેળવવાના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. મૌલાના શમસુલ હુદા ખાનને 1984માં સરકારી સહાયિત મદરેસામાં સહાયક શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2013માં બ્રિટિશ નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી પણ, તેમણે ભારતમાં રહેતા ન હતા કે ત્યાં શિક્ષણ આપતા ન હતા, તેમ છતાં 2017 સુધી ભારત તરફથી પગાર મેળવ્યો…

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા કડક: પોલીસ, SOG અને LCBનું સતત પેટ્રોલિંગ, રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર ચેકિંગ શરૂ

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને દ્વારકાધીશ મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો છે. દ્વારકામાં પોલીસ, SOG અને LCBની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે, સાથે જ શહેરના મહત્વપૂર્ણ સ્થળો — રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દ્વારકા દરિયાકાંઠા પર આવેલું હોવાથી સુરક્ષા દળોએ મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખ્યા છે. ઈન્ટેલિજન્સ અને ATS ટીમો પણ સક્રિય થઈ ગઈ છે અને કોઈપણ શંકાસ્પદ વાહન કે વ્યક્તિ પર નજર રાખી રહી છે. સ્થાનિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન તેજ કર્યું છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો અને કાળા કાચવાળા કાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું…

Ahmedabad : રાજ્યમાં ડ્રગ્સ વિરૂદ્ધ મોટુ અભિયાન, વિધાનસભામાં ગુજરાત ATSએ આંકડા કર્યા રજૂ

ગુજરાતની જળ સિમાંકનમાંથી છેલ્લા 2 વર્ષમાં ATS દ્વારા રૂપિયા 484.85 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં આ વિગતો સામે આવી છે. દરિયાઈ પટ્ટીમાંથી ATSએ કરેલી કામગીરીના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં ATSએ કરેલી કામગીરીના આંકડા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે. વર્ષ 2023માં રૂપિયા 422 કરોડની કિંમતનું 60 કિલો 304 ગ્રામ ડ્રગ્સ (મેથામ્ફેટામાઈન) ઝડપાયું છે. વર્ષ 2024માં રૂપિયા 62.85 કરોડની કિંમતનું 173 કિલો ચરસ તો 460 ગ્રામ હેરોઈન ઝડપાયું છે. એટીએસના ઓપરેશનમાં કુલ 6 વિદેશી નાગરીક ઝડપાયા છે. આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસ એટલે કે વિદેશથી આવતા પાર્સલો અમદાવાદની આ પોસ્ટ…