દ્વારકાધીશ મંદિરની સુરક્ષા કડક: પોલીસ, SOG અને LCBનું સતત પેટ્રોલિંગ, રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર ચેકિંગ શરૂ

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને દ્વારકાધીશ મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો છે. દ્વારકામાં પોલીસ, SOG અને LCBની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે, સાથે જ શહેરના મહત્વપૂર્ણ સ્થળો — રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

દ્વારકા દરિયાકાંઠા પર આવેલું હોવાથી સુરક્ષા દળોએ મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખ્યા છે. ઈન્ટેલિજન્સ અને ATS ટીમો પણ સક્રિય થઈ ગઈ છે અને કોઈપણ શંકાસ્પદ વાહન કે વ્યક્તિ પર નજર રાખી રહી છે.

સ્થાનિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન તેજ કર્યું છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો અને કાળા કાચવાળા કાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે મંદિર પરિસર સહિત સમગ્ર દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે જેથી કોઈ પણ અસામાજિક તત્વ શાંતિ ભંગ ન કરી શકે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ટેટૂની શાહીથી કેન્સર અને HIVનો ખતરો? કર્ણાટક સરકારની ચિંતા વચ્ચે જાણો ટેટૂ કરાવતાં પહેલાં શું ધ્યાન રાખવું

આજના સમયમાં ટેટૂ માત્ર શરીર પર બનાવવામાં આવતું ચિત્ર નથી રહ્યું, પરંતુ યુવાનો માટે સ્ટાઇલ અને પોતાની ઓળખ વ્યક્ત કરવાનો એક લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જોકે, ટેટૂની વધતી લોકપ્રિયતા સાથે તેની સલામતી અને સ્વચ્છતાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે ટેટૂ પાર્લરો અને ટેટૂની શાહીને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને દેશભરમાં એકસમાન નિયમો બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. ટેટૂ બનાવતી વખતે સોય ત્વચામાં પ્રવેશ કરે છે અને શાહીના પિગમેન્ટને ત્વચાના ડર્મિસ સ્તરમાં પહોંચાડે છે. જો પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતા અને સ્ટેરિલાઇઝેશનના નિયમોનું પાલન ન થાય તો ચેપ, એલર્જી અને લોહી દ્વારા ફેલાતા રોગોનું જોખમ વધી શકે છે. ટેટૂની વધતી લોકપ્રિયતા વચ્ચે નિયમનની માંગ ભારતમાં ટેટૂ સ્ટુડિયો અને પાર્લરોની સંખ્યા છેલ્લા…

પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક વલણ, FSSAIને બે અઠવાડિયાની મહેતલ

પેકેજ્ડ ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય તો તેના પેકેટના આગળના ભાગે સ્પષ્ટ ચેતવણી આપતું લેબલ લગાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI) સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશના દરેક નાગરિકને તે શું ખાઈ રહ્યો છે અને ખાદ્ય પદાર્થમાં ખાંડ, મીઠું તથા સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ કેટલું છે તેની જાણકારી મેળવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે સરકારને અંતિમ નિર્ણય લેવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. સાથે જ ચેતવણી આપી છે કે જો સરકાર અને FSSAI તરફથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અદાલત પોતે જ આ અંગે જરૂરી આદેશ જારી કરી શકે છે. શું છે સમગ્ર મામલો? આ મામલો પેકેજ્ડ ફૂડના…