અમિત શાહે દેશવ્યાપી ‘Anti-Terror Grid’ની કરી જાહેરાત, આતંકવાદ પર 360 ડિગ્રી પ્રહારની તૈયારી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દિલ્હીમાં બે દિવસીય “આતંકવાદ વિરોધી પરિષદ-2025”નું ઉદ્ઘાટન કર્યું. સંબોધનમાં શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “જીરો ટોલરેન્સ” વિઝનનો પુનરોચ્ચાર કર્યો અને દેશભરમાં આતંકવાદ અને સંગઠિત અપરાધ સામે તાકીદના પગલાં લેવા હાકલ કર્યો.

ગૃહમંત્રી શાહે કહ્યું કે આ પરિષદ માત્ર ચર્ચા માટેનું મંચ નથી, પરંતુ NIA અને રાજ્ય એજન્સીઓ દ્વારા કામ કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ છે, જે દેશભરના સુરક્ષા નેટવર્કને મજબૂત બનાવશે. તેમણે ઉલ્લેખ કર્યો કે ટેકનોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને, સલામતી એજન્સીઓને દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

આ દરમિયાન, શાહે NIAના અપડેટેડ ક્રાઈમ મેન્યુઅલ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક ડેટાબેઝ અને ખોવાયેલા/લૂંટાયેલા શસ્ત્રોનો ઈ-ડેટાબેઝ લોન્ચ કર્યો. તેઓએ રાજ્યના પોલીસ અધિકારીઓને આ સાધનોનો પ્રભાવશાળી ઉપયોગ કરી સંગઠિત ગુનાખોરી અને આતંકવાદી નેટવર્કને બંધ કરવા વિનંતી કરી.

પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતાં શાહે જણાવ્યું કે સુરક્ષા દળોએ ઑપરેશન સિંદૂર અને ઑપરેશન મહાદેવ દ્વારા આતંકીઓ અને ગુનેગારોને ઠાર કર્યો, જે એવી કાર્યવાહી હતી જેમાં આતંકવાદી કાવતરાના બંને છેડા સામે કાર્યવાહી કરવામાં આવી. તેમણે ATSનું રાષ્ટ્રીય સ્તરે એકીકૃત માળખું બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને “જાણવાની જરૂરિયાત” કરતાં “શેર કરવાની ફરજ”ના સિદ્ધાંતને અપનાવવા હાકલ કર્યો.

શાહે ઉમેર્યું કે જેમ જેમ ભારત આર્થિક રીતે પ્રગતિ કરશે તેમ પડકારો વધશે, અને ભવિષ્યની પેઢીઓ માટે એક અભેદ્ય અને મજબૂત આતંકવાદ વિરોધી માળખું નિર્માણ કરવું જરૂરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…