છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે.
છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે. રાજ્યમાં 8,000થી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઇ થકી ઓનનાલઇન બૂકીંગ, મોબાઇલ એપ અને કરંટ બૂકીંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના વ્યાપક પ્રયાસોને સાર્થક સાબિત કરે છે . નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ અંતરિયાળ વિસ્તારોમાં બસની સુવિધા વધારવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને દૈનિક મુસાફરોની સંખ્યા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ગાંધીનગર: May 6; 2026: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મુસાફરો માટે પેમેન્ટ…
ગોતાનું ગૌરવ: લોહાણા સમાજની દીકરી વેદાંશી ઠક્કરે ધોરણ-10માં મેળવી ઐતિહાસિક સિદ્ધિ, બે વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ-10ના પરિણામોમાં ગોતા વિસ્તારની તેજસ્વી પ્રતિભા વેદાંશી ઠક્કર (રાણા) એ 98.72 પર્સન્ટાઈલ મેળવીને સફળતાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. વેદાંશીની આ અસાધારણ સફળતાએ સાબિત કરી દીધું છે કે દ્રઢ સંકલ્પ અને સખત પરિશ્રમ દ્વારા કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. શૈક્ષણિક ક્ષેત્રે વિજય પતાકા: સ્કોર કાર્ડ પર એક નજર વેદાંશીએ પરીક્ષામાં જે પ્રદર્શન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે: કુલ ગુણ: 600 માંથી 565 ગુણ મેળવી મેરિટમાં સ્થાન મેળવ્યું. પરફેક્ટ 100: વિજ્ઞાન (Science) અને સામાજિક વિજ્ઞાન (Social Science) જેવા અઘરા વિષયોમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરી સૌને ચોંકાવી દીધા છે. અન્ય વિષયો: ગણિતમાં 95 અને સંસ્કૃતમાં 93 ગુણ સાથે તમામ વિષયોમાં A1…
મસ્કને મોટી રાહત: ટ્વિટર હિસ્સેદારી કેસમાં SEC સાથે સમાધાન, માત્ર $1.5 મિલિયન દંડ
ટેક ઉદ્યોગપતિ Elon Musk એ U.S. Securities and Exchange Commission (SEC) સાથે લાંબા સમયથી ચાલતા ટ્વિટર હિસ્સેદારી કેસમાં સમાધાન કરી લીધું છે. આ સમાધાન મુજબ, મસ્કના નામે આવેલી એક ટ્રસ્ટ માત્ર $1.5 મિલિયનનો નાગરિક દંડ ચૂકવશે—જ્યારે અગાઉ ઓછામાં ઓછા $150 મિલિયનના દંડની માંગ કરવામાં આવી હતી. સોમવારે યુએસ ફેડરલ કોર્ટમાં જાહેર થયેલી આ સમજૂતીમાં મસ્કે કોઈપણ ગેરકાયદેસર કૃત્ય સ્વીકાર્યું નથી. SEC અને ટ્રસ્ટના સંયુક્ત નિવેદન મુજબ, કોર્ટ મંજૂરી આપ્યા બાદ આ મામલો સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. 11 દિવસના વિલંબથી ઊભો થયો વિવાદ આ કેસ 2022માં Twitter (હવે X) ના શેર ખરીદવા સંબંધિત છે. અમેરિકી કાયદા મુજબ, કોઈપણ રોકાણકાર કંપનીમાં 5%થી વધુ હિસ્સો મેળવે ત્યારે સમયસર ખુલાસો કરવો જરૂરી હોય છે. SECના જણાવ્યા મુજબ, મસ્કે આ…
મમતા બેનર્જીનો મોટો દાવો: “હું ચૂંટણી હારી નથી, અમને હરાવવામાં આવ્યા છે”
પશ્ચિમ બંગાળમાં તાજેતરના ચૂંટણી પરિણામો બાદ રાજ્યની મુખ્યમંત્રી Mamata Banerjee એ મોટું નિવેદન આપતાં રાજકીય માહોલ ગરમાવી દીધો છે. પત્રકાર પરિષદમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ ચૂંટણી હાર્યા નથી, પરંતુ ગેરરીતિઓના કારણે તેમને હરાવવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા નહોતી અને વિરોધ પક્ષ પર દબાણ લાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે “આ સ્વાભાવિક હાર નથી, પરંતુ આયોજનબદ્ધ રીતે અમને હરાવવામાં આવ્યા છે.” ભાજપ પર આકરા પ્રહાર મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે કેન્દ્ર સરકારના દબાણ હેઠળ ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ થયો છે. તેમણે આરોપ લગાવ્યો કે Election Commission of India નો પણ દુરુપયોગ કરવામાં આવ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે તેમને કાઉન્ટિંગ સેન્ટર સુધી જવા દેવામાં પણ…
ગંગા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત: ડબલ ડેકર બસ ટ્રક સાથે અથડાતા 30થી વધુ લોકો ઘાયલ
ઉત્તર પ્રદેશના Ganga Expressway પર ફરી એક ગંભીર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. આજે સવારે લુધિયાણાથી હરદોઈ જઈ રહેલી ડબલ ડેકર બસ એક ઉભેલા ટ્રક સાથે જોરદાર અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અંદાજે 30થી 35 મુસાફરો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અકસાન બાદ તમામ ઘાયલોને તાત્કાલિક Bahjoi CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને વધુ સારવાર માટે બદાયૂં જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા સતત સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાસ્થળે અફરાતફરી, રાહત કામગીરી શરૂ અકસાન બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને રાહત ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને બહાર કાઢવા માટે તાત્કાલિક પ્રયાસો…
જલંધરમાં BSF હેડક્વાર્ટર બહાર સ્કૂટીમાં જોરદાર વિસ્ફોટ, વિસ્તારમાં ફેલાઈ દહેશત
પંજાબના જલંધરમાં મંગળવારે રાત્રે થયેલા જોરદાર વિસ્ફોટે શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. Border Security Force (BSF) હેડક્વાર્ટરની બહાર લગભગ રાત્રે 8 વાગ્યે એક સ્કૂટીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ લગભગ એક કિલોમીટર સુધી સંભળાયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, વિસ્ફોટ સ્કૂટીમાં થયો હતો, જે સંપૂર્ણપણે તૂટી પડી હતી. ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હોવાની માહિતી મળી રહી છે, જોકે તેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ઘટના બાદ તરત જ પોલીસ, ફોરેન્સિક ટીમો અને BSFના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને સીલ કરી તપાસ શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક સૂત્રો મુજબ, ગુરપ્રીત નામનો…
ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર, WhatsApp દ્વારા પણ મળશે રિઝલ્ટ
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) આવતીકાલે એટલે કે 6 મેના રોજ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ જાહેર કરશે. પરિણામ સવારે 8 વાગ્યે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી, જેમાં રાજ્યભરના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઓનલાઈન અને WhatsAppથી સરળતાથી પરિણામ વિદ્યાર્થીઓ GSEB Official Website પર જઈને પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) દાખલ કરીને પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત, બોર્ડ દ્વારા WhatsApp સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર WhatsApp કરીને પણ તરત જ પોતાનું પરિણામ મેળવી શકશે, જે ઝડપી અને સરળ વિકલ્પ સાબિત થશે. ગુણપત્રક…
કેન્દ્ર સરકારનો ગુજરાત માટે મોટો નિર્ણય: બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને શિપ રિપેર ફેસિલિટીને મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો હેઠળ રાજ્યમાં ₹3,900 કરોડથી વધુના રોકાણ સાથે બે નવા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ વાડીનાર ખાતે આધુનિક શિપ રિપેર ફેસિલિટી સ્થાપવા માટે પણ લીલીઝંડી અપાઈ છે. 2,230 લોકોને મળશે રોજગારી આ નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ દ્વારા ભારત કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર આધારિત મિની અને માઇક્રો LED ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સથી અંદાજે 2,230 કુશળ પ્રોફેશનલ્સ માટે રોજગારીની નવી તકો ઉભી થશે. ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ને વેગ આ પ્રોજેક્ટ્સ India Semiconductor Mission હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આ મિશન અંતર્ગત કુલ 12 પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે, જેમાં કુલ રોકાણ ₹1.64 લાખ કરોડ…
રાજકોટમાં સાયબર ઠગો બેફામ: RUDAના CEOના નામે અધિકારીને બનાવ્યો નિશાનો
રાજકોટમાં સાયબર ગુનેગારો હવે સામાન્ય નાગરિકોને છોડીને સરકારી કચેરીઓ સુધી પહોંચ્યા છે. તાજેતરમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) ના એક અધિકારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ થયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ, અજાણ્યા નંબર પરથી RUDAના એક જવાબદાર અધિકારીને મેસેજ મોકલવામાં આવ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ RUDAના CEO જી.વી. મિયાણી તરીકે આપી હતી. વિશ્વાસ જમાવવા માટે ઠગે ઉચ્ચ અધિકારીની જેમ ભાષા અને પ્રોફાઇલનો ઉપયોગ કર્યો હતો. ઠગ દ્વારા “તાત્કાલિક જરૂરિયાત” બતાવીને નાણાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, પૈસા મોકલવા માટે બેંક એકાઉન્ટની વિગતો પણ મોકલવામાં આવી હતી. જોકે, અધિકારીને શંકા જતા તેમણે સાવચેતી રાખી અને નાણાં ટ્રાન્સફર કર્યા નહોતા, જેના કારણે મોટી છેતરપિંડી ટળી ગઈ. ઉલ્લેખનીય છે કે…
મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો અડાલજ ત્રિમંદિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો
મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો અડાલજ ત્રિમંદિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો —— કોલોબરેટ-ઈનોવેટ એન્ડ ટ્રાન્સફોર્મ ફોર બેટર લેન્ડ ગવર્નન્સ થીમ સાથે મહેસૂલી અધિકારીઓ-જિલ્લા કલેક્ટરોનું સામૂહિક ચિંતન-મંથન —— *ચિંતન શિબિર એ પોતાની જાત સાથે સંવાદ અને નાનામાં નાના માનવીના સુખાકારી કલ્યાણના ચિંતનનું સક્ષમ માધ્યમ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ* —— _*::મુખ્યમંત્રીશ્રી::*_ * *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા લોકોની સુખાકારી અને લોકહિત કામોથી દેશનું ગૌરવ વધાર્યુ છે.* * *આપણે પ્રજાલક્ષી કામો કરવા જ બેઠા છીએ ત્યારે ચિંતા મુક્ત થઈને સ્પષ્ટતા અને સંવેદના સાથે કાર્યરત રહીએ.* * *સામૂહિક તાકાતથી સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના વડાપ્રધાનશ્રીના કાર્યમંત્રને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતથી પાર પાડીએ.* ———- *પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈએ મહેસૂલી અધિકારી-કર્મચારીઓને પ્રેરણાદાયી પ્રવચનથી પ્રોત્સાહિત કર્યા* ———-…
















