રાજકોટમાં સાયબર ઠગો બેફામ: RUDAના CEOના નામે અધિકારીને બનાવ્યો નિશાનો

રાજકોટમાં સાયબર ગુનેગારો હવે સામાન્ય નાગરિકોને છોડીને સરકારી કચેરીઓ સુધી પહોંચ્યા છે. તાજેતરમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) ના એક અધિકારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ થયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

માહિતી મુજબ, અજાણ્યા નંબર પરથી RUDAના એક જવાબદાર અધિકારીને મેસેજ મોકલવામાં આવ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ RUDAના CEO જી.વી. મિયાણી તરીકે આપી હતી. વિશ્વાસ જમાવવા માટે ઠગે ઉચ્ચ અધિકારીની જેમ ભાષા અને પ્રોફાઇલનો ઉપયોગ કર્યો હતો.

ઠગ દ્વારા “તાત્કાલિક જરૂરિયાત” બતાવીને નાણાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, પૈસા મોકલવા માટે બેંક એકાઉન્ટની વિગતો પણ મોકલવામાં આવી હતી. જોકે, અધિકારીને શંકા જતા તેમણે સાવચેતી રાખી અને નાણાં ટ્રાન્સફર કર્યા નહોતા, જેના કારણે મોટી છેતરપિંડી ટળી ગઈ.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના મેનેજિંગ ડિરેક્ટરની નકલી ઓળખ આપી આવો જ છેતરપિંડીનો પ્રયાસ થયો હતો. હવે તે જ મોડસ ઓપરંડી RUDAમાં પણ અજમાવવામાં આવ્યો છે.

સાયબર ઠગો હવે ઉચ્ચ અધિકારીઓના નામ, ફોટા અને પદનો દુરુપયોગ કરીને તાબાના કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે. તેઓ ઇમરજન્સીનો બહાનો આપી તાત્કાલિક નાણાં માંગે છે, જેથી સામેનો વ્યક્તિ વિચારવાનો સમય ન લઈ શકે. આ બનાવ અંગે સાયબર ક્રાઇમ વિભાગને જાણ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • Related Posts

    જગન્નાથ રથયાત્રા ૧૪૯: અમદાવાદ ફરી ભક્તિના રંગે રંગાશે, તૈયારીઓ પૂરજોશમાં!

    ભક્તિ અને શ્રદ્ધાનો મહાસાગર: અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા માટે જમાલપુરનું જગન્નાથ મંદિર સજ્જ! અમદાવાદ: અષાઢી બીજનો દિવસ એટલે આખા દેશમાં ભગવાન જગન્નાથના ભક્તો માટે ઉત્સવનો દિવસ. જ્યારે પુરીના દરિયાકિનારે ભક્તોનો મેળાવડો…

    અફઘાનિસ્તાન–પાકિસ્તાન વચ્ચે તણાવ તેજ : સરહદી વિસ્તારોમાં હુમલાઓના અહેવાલો, ISIS મથકોને નિશાન બનાવ્યાનો દાવો

    અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર સરહદી વિસ્તારોમાં હિંસક અથડામણો અને હવાઈ હુમલાઓની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં બંને પક્ષો એકબીજા પર…