ગંગા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત: ડબલ ડેકર બસ ટ્રક સાથે અથડાતા 30થી વધુ લોકો ઘાયલ

ઉત્તર પ્રદેશના Ganga Expressway પર ફરી એક ગંભીર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. આજે સવારે લુધિયાણાથી હરદોઈ જઈ રહેલી ડબલ ડેકર બસ એક ઉભેલા ટ્રક સાથે જોરદાર અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અંદાજે 30થી 35 મુસાફરો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ઘાયલોને તાત્કાલિક સારવાર
અકસાન બાદ તમામ ઘાયલોને તાત્કાલિક Bahjoi CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને વધુ સારવાર માટે બદાયૂં જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા સતત સારવાર આપવામાં આવી રહી છે.

ઘટનાસ્થળે અફરાતફરી, રાહત કામગીરી શરૂ
અકસાન બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને રાહત ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને બહાર કાઢવા માટે તાત્કાલિક પ્રયાસો કરવામાં આવ્યા હતા.

અગાઉ પણ બની ચૂકી છે ઘટનાઓ
ગંગા એક્સપ્રેસવે પર છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. પાપડ વિસ્તાર નજીક તાજેતરમાં એક કાર આગળ અચાનક પશુ આવી જતા બે મહિલાઓ ઘાયલ થઈ હતી, જ્યારે બીજા એક બનાવમાં કારનું ટાયર ફાટી જવાથી મોટો અકસ્માત થતાં બચી ગયો હતો.

ડ્રાઈવર નશામાં હોવાની શંકા
પ્રાથમિક માહિતી મુજબ, બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો અને અકસ્માત સર્જાયો. જોકે, આ અંગે પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરી રહી છે.

 

 

  • Related Posts

    Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

    મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…