ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ
સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીએ માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં સહયોગી બનીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મહાત્મા ગાંધીજી દેશસેવામાં સમર્પિત હતા ત્યારે કસ્તૂરબા ગાંધીજી તેમની સાથે પડછાયા સમા રહી અવિરત સહયોગ આપ્યો હતો. અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામના વિર શહીદોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, ત્યારે આજના યુવાનોની ફરજ છે કે તેઓ દેશના વિકાસ માટે સમર્પિત બની કાર્ય કરે અને રાષ્ટ્રને પ્રગતિના માર્ગે આગળ ધપાવે. આ પ્રસંગે દિલ્હી પબ્લિક સ્કૂલ, કોબાના ધોરણ ૧૦ના…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ: અમદાવાદના ભાજપ પક્ષના ઉમેદવારોની યાદી જાહેર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે 28 એપ્રિલે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીને લઈને ખાસ કરીને અમદાવાદમાં વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. ત્યારે ભારતીય જાણતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં ત્રિપાંખિયો જંગ આ વખતે અમદાવાદમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થતી સીધી ટક્કર હવે ત્રિપાંખિયું સ્વરૂપ ધારણ કરી રહી છે. આમ આદમી પાર્ટી (AAP) પણ આ વખતે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે. ત્રણેય પક્ષો મજબૂત ઉમેદવારોને ઉતારતા હોવાથી આ ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળે તેવી શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ…
ભાજપમાં જોડાયા અને તરત જ ટિકિટ: રાજુ કરપડાને ઉમેદવારીથી રાજકારણ ગરમાયું
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજુ કરપડાને જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક માટે ટિકિટ ફાળવી છે. રસપ્રદ વાત એ છે કે રાજુ કરપડા ગઈકાલે જ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા અને આજે જ તેમને ઉમેદવારી આપતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઝડપી નિર્ણયને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. નવા ચહેરા પર ભાજપનો દાવ મૂળી-2 બેઠક માટે ભાજપે નવા ચહેરાને તક આપીને સ્થાનિક સ્તરે પોતાની સ્થિતિ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. રાજુ કરપડાની ઉમેદવારીને કારણે પાર્ટી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી જંગ બનશે રસપ્રદ આ બેઠક પર હવે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. અન્ય રાજકીય પક્ષો પણ મજબૂત ઉમેદવારો…
બંગાળ ચૂંટણી 2026: Amit Shah દ્વારા ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 પહેલા કેન્દ્રિય ગૃહમંત્રી Amit Shah એ કોલકાતામાં ભાજપનું “સંકલ્પ પત્ર” જાહેર કર્યું. આ મેનિફેસ્ટોમાં મહિલાઓ, યુવાનો, ખેડુતો અને સરકારી કર્મચારીઓ માટે અનેક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા છે. ભાજપે આ મેનિફેસ્ટોને “ભય સામે વિશ્વાસ” થીમ સાથે રજૂ કરીને રાજ્યમાં પરિવર્તન અને વિકાસનો સંદેશ આપ્યો છે. મુખ્ય વચનો યુનિફોર્મ સિવિલ કોડ (UCC) સરકાર બન્યા પછી 6 મહિનામાં UCC લાગુ કરવાનો વાયદો, જેથી તમામ ધર્મ માટે સમાન કાયદા અમલમાં આવશે. મહિલાઓને ₹3000 પ્રતિ મહિનો દરેક મહિલાના બેંક ખાતામાં સીધી ₹3000ની સહાય આપવાનો નિર્ણય. 7મો વેતન પંચ (45 દિવસમાં) સરકારી કર્મચારીઓ માટે 45 દિવસમાં 7મો વેતન પંચ અમલમાં લાવવાનો વાયદો. યુવાનો માટે ભથ્થું બેરોજગાર યુવાનોને ₹3000 માસિક ભથ્થું અને પારદર્શક ભરતી પ્રક્રિયા. ઘુસણખોરી પર કડક…
અનંત અંબાણીનો 31મો જન્મદિવસ: જામનગરના વનતારા ખાતે ભવ્ય ઉજવણી સાથે સેવા અને સંસ્કારની અનોખી ઝલક
જામનગરના : દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી એ 10 એપ્રિલે પોતાનો 31 મો જન્મદિવસ ખૂબ જ ખાસ અંદાજમાં ઉજવ્યો હતો. જામનગરના પ્રસિદ્ધ વનતારા ખાતે આ ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં આયોજિત કાર્યક્રમમાં પરિવારજનો, મિત્રો અને બોલીવુડના અનેક દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. સેવા અને દાનથી ઉજવણીની શરૂઆત જન્મદિવસની શરૂઆત અનંત અંબાણીએ સેવા અને દાનના કાર્યોથી કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગૌસેવા અને હાથીસેવા જેવા વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા, જે તેમના પ્રકૃતિ અને જીવજંતુઓ પ્રત્યેના લગાવને દર્શાવે છે. આ પહેલ દર્શાવે છે કે તેઓ ઉજવણી સાથે સમાજ પ્રત્યેની જવાબદારીને પણ મહત્ત્વ આપે છે. બોલીવુડ સિતારાઓની હાજરી આ ભવ્ય ઉજવણીમાં સલમાન ખાન અને શાહરુખ ખાન સહિત અનેક બોલીવુડ સિતારાઓ હાજર રહ્યા…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહત્વપૂર્ણ નિર્ણય: સિનિયર IAS અધિકારીઓને નિરીક્ષક તરીકે નિયુક્તિ
આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે યોજાવાની ખાતરી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યના અનુભવી અને સિનિયર IAS અધિકારીઓને ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેઓ વિવિધ મહાનગર પાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખશે. આ નિમણૂકોનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો કડક અમલ કરવો અને કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવી છે. સંવેદનશીલ ગણાતી મહાનગર પાલિકાઓમાં નિરીક્ષકોની પસંદગી ખાસ ધ્યાનમાં લેવામાં આવી છે: – અમદાવાદ મહાનગર પાલિકા – અવંતિકા સિંઘ – સુરત મહાનગર પાલિકા – વિનોદ રાવ આ અધિકારીઓ પોતાનો કામકાજ સ્વતંત્ર રીતે કરશે, જેમાં મતદાન મથકોની તૈયારી, ઉમેદવારી પત્રોની ચકાસણી, મતગણતરી અને અન્ય મહત્વપૂર્ણ કાર્યક્ષેત્રો પર નજર રાખવી સામેલ છે. રાજ્ય ચૂંટણી પંચે આશ્વાસન આપ્યું છે…
નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર ઓને સાયબર ક્રાઇમ ક્ષેત્રે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા અપાયું માર્ગદર્શન
ગાંધીનગર: ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (DGP) ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની કામગીરી અંગેની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં સાયબર સેન્ટરના વરિષ્ઠ અધિકારીઓ સહિત તાજેતરમાં નિમણૂક પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને સાયબર ગુનાઓ ઝડપી નિવારવા સમીક્ષા કરાઈ હતી. જેમાં સાયબર ક્રાઇમના વધતા જતા વ્યાપ અને નવી મોડસ ઓપરેન્ડી જેવી કે ડિજિટલ ફ્રોડ, ઓનલાઇન ઠગાઈ, સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ અને નાણાકીય છેતરપિંડી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ ટેકનિકલ સજ્જતા અને ઇન્વેસ્ટિગેશન અંગે પણ માર્ગદર્શન અપાયું હતુ. આ બેઠકમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવતી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે હેલ્પલાઇન 1930 – ફરિયાદોનું ત્વરિત…
અમદાવાદમાં ‘ધ હન્ડ્રેડ સીઝન-2’નો રોમાંચ: વેલિયન્ટ ટીમોની જબરદસ્ત ટક્કર
અમદાવાદ ખાતે ક્રિકેટ પ્રેમીઓ માટે આજે એક યાદગાર દિવસ રહ્યો. વેલિયન્ટ ક્રિકેટ ટીમ દ્વારા આયોજિત ‘ધ હન્ડ્રેડ સીઝન-2’નો રોમાંચક મુકાબલો આજે, કરાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. આ ખાસ મેચ વેલિયન્ટ ક્રિકેટ ટીમ અને વેલિયન્ટ પ્રેસિડેન્ટ XI વચ્ચે રમાઈ હતી. ‘ધ હન્ડ્રેડ’ ફોર્મેટ મુજબ દરેક ટીમને 100 બોલ રમવાની તક મળતા મેચ ઝડપભરી અને અત્યંત રોમાંચક બની હતી, જેને કારણે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન કર્યું હતું. બેટ્સમેનોના આકર્ષક શોટ્સ અને બોલરોની શાનદાર બોલિંગે દર્શકોને અંત સુધી બાંધી રાખ્યા હતા. મેદાનમાં હાજર ક્રિકેટ ચાહકોએ ખેલાડીઓને ઉત્સાહભેર પ્રોત્સાહન આપ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ રમૂજી અને જીવંત બન્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ સ્થાનિક ક્રિકેટ પ્રતિભાને…
સાળંગપુરમાં ગૌ-સેવાનો મહાપર્વ: અંબાણી પરિવારની અનોખી પહેલ
બોટાદ: બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ના પવિત્ર આંગણે ગૌ-સેવાનું ભવ્ય મહાપર્વ ઉજવાયું, જેમાં ભક્તિ અને સેવા બંનેનો અનોખો સંગમ જોવા મળ્યો. આ પ્રસંગ ખાસ કરીને અંબાણી પરિવારના અનંત અંબાણી ના 31 મા જન્મદિન નિમિત્તે વધુ વિશેષ બની ગયો. આ પવિત્ર અવસરે સાળંગપુર ખાતે ભારતની સૌથી આધુનિક ગૌશાળાઓમાંથી એકનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. આશરે 28 એકર વિસ્તારમાં ફેલાયેલ આ વિશાળ ગૌશાળા સ્વીડનની 130 વર્ષ જૂની પ્રસિદ્ધ DeLaval કંપનીના ટેક્નોલોજીકલ સહયોગથી તૈયાર થઈ રહી છે. લગભગ 15 કરોડ રૂપિયાના ખર્ચે બનતી આ ગૌશાળા ગૌસેવામાં એક નવા ધોરણની સ્થાપના કરશે. આ ગૌશાળામાં 500 જેટલી ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં સ્વચ્છતા, આરોગ્ય સંભાળ, પોષણ અને આરામ માટે આધુનિક વ્યવસ્થાઓ…
ખાવડા IV (સી) લિમિટેડ દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સમર્પિત ટોલ-ફ્રી હેલ્પલાઇન ‘સંવાદ’નો પ્રારંભ
અમાધરા ગામ (ગુજરાત): સમુદાય સાથે સક્રિય જોડાણ અને ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા, ખાવડા IV C પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા ‘સંવાદ’ નામની સમર્પિત ટોલ-ફ્રી હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ખેડૂતોના જમીન અને પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો અને ચિંતાઓનું નિરાકરણ લાવવાનો છે. આ પહેલનો સત્તાવાર પ્રારંભ અમાધરા ગામ ખાતે સ્થાનિક ખેડૂતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો, જેમાં ખેતી કરતી મહિલાઓએ આગેવાની લઈ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. આ પહેલ સમાનતા, તળિયાના સ્તરે ભાગીદારી અને સમુદાયમાં વિશ્વાસ વધારવાનું પ્રતીક છે. ‘સંવાદ’ પહેલ અંતર્ગત હવે ખેડૂતો જમીન સંબંધિત મુદ્દાઓ, ટ્રાન્સમિશન કામ માટે જમીનના ઉપયોગ, વળતર અને વાજબી મૂલ્યાંકન તેમજ અન્ય કોઈપણ પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો માટે સીધો સંપર્ક કરી શકશે. સરળ અને…
















