રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુજીનું લોકભવન ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજ

ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે પધાર્યા હતા. અહી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરીને આવકાર્યા હતા. મહત્વનું છે કે મંગળવારના રોજ રાષ્ટ્રપતિ લોકભવન ખાતે આયોજિત સામાજિક સમરસતા મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ બપોર બાદ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું લોકભવન ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે પધાર્યા હતા. અહી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરીને આવકાર્યા હતા. મહત્વનું છે કે મંગળવારના રોજ રાષ્ટ્રપતિ લોકભવન ખાતે આયોજિત સામાજિક સમરસતા મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ બપોર બાદ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી

માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત અમદાવાદ એરપોર્ટ પર પધાર્યાં ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે.એલ.એન રાવ, એર માર્શલ મહેતાબસિંહ દેશવાલ, જીઓસી ગૌરવ બગ્ગા, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ.મલિક તથા અમદાવાદ કલેકટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ રાષ્ટ્રપતિનું અભિવાદન કરી તેમને આવકાર્યાં હતાં. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ગુજરાતમાં તાપમાન 42°C પાર જવાની આગાહી, હીટવેવ માટે યલો એલર્ટ જાહેર

રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનમાં સતત વધારો હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. તાજેતરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા ગરમી ફરીથી તેજ બની રહી છે. ઉત્તર-પશ્ચિમ દિશાથી ફૂંકાતા ગરમ પવનોને કારણે વાતાવરણ વધુ સૂકું અને ઉકળાટભર્યું બન્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થિતિ વધુ ગંભીર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની અસર વધુ જોવા મળી શકે છે. રાજકોટ સહિત કેટલાક…

સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલે રૂપ કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહીનાં આદેશ

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના પોલીસ વડાએ જિલ્લાના અન્ય પોલીસ ઉચ્ચ અધિકારી ઓ સાથે આજે આણંદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સુરક્ષા તૈયારીઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી કડક સુચના આપી હતી.

અમદાવાદ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી સંદર્ભે ચૂંટણી નિરીક્ષકને રૂબરૂ મળી શકાશે

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે વિવિધ ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત, અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારનાં ચૂંટણી નિરીક્ષક તરીકે GSPC, ગાંધીનગરનાં મેનેજિંગ ડાયરેક્ટર અવંતિકા સિંઘ ઔલખ (IAS)ની નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુસર આદર્શ આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પણ પ્રશ્નો કે સૂચનો માટે સંબંધિત પક્ષો/ઉમેદવારો/મતદાતાઓ તેમને GSPC ભવન, ઉદ્યોગ ભવન પાછળ, સેક્ટર-11, ગાંધીનગર-382010 ખાતે રૂબરૂ મળી શકશે અથવા 7966701203 પર ટેલિફોનિક સંપર્ક કરી શકશે તેમ જણાવાયું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

દેશની શક્તિ – નારી શક્તિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ આપ્યો પ્રેરણાદાયક સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિજ્ઞાન ભવનમાં ખાતે આયોજિત ‘નારી શક્તિ વંદન સંમેલન’ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ દેશના વિકાસમાં મહિલાઓની વધતી ભૂમિકા અને સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આ સંમેલન મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે વધુ પ્રતિનિધિત્વ આપવા માટે રચાયેલા મહિલા અનામત અધિનિયમના અમલીકરણ તરફ આગળ વધતી એક મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાને મહિલાઓની શક્તિ, પ્રતિભા અને નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી અને જણાવ્યું કે ભારતનું ભવિષ્ય ‘નારી શક્તિ’ના સશક્તિકરણ સાથે સીધું જોડાયેલું છે. શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, ઉદ્યોગસાહસિકતા, મીડિયા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર પ્રતિષ્ઠિત મહિલા હસ્તીઓ આ મંચ પર એકત્રિત થઈ હતી, જે દેશના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓનું જીવંત પ્રતિબિંબ છે. વિશેષ રૂપે, સપ્ટેમ્બર 2023 માં…

મધ્ય પૂર્વ તણાવ વચ્ચે ભારતનો ગેસ પ્લાન: હવે ID પર મળશે 5 કિલો સિલિન્ડર

મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવના પડઘા હવે ભારત સુધી સંભળાવા લાગ્યા છે. ઇંધણ પુરવઠા પર તેની સીધી અસર થવાની શક્યતા વચ્ચે કેન્દ્ર સરકારે ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક મેગા પ્લાન જાહેર કર્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોને ગેસની અછતથી બચાવવાનો અને ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવાનો છે. સરકારના આ નવા નિર્ણય મુજબ હવે પ્રવાસી મજૂરો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. તેઓને હવે ગેસ સિલિન્ડર મેળવવા માટે એડ્રેસ પ્રૂફ આપવાની જરૂર રહેશે નહીં. માત્ર માન્ય ઓળખપત્ર (ID)ના આધારે તેઓ 5 કિલોનો LPG સિલિન્ડર સરળતાથી મેળવી શકશે. આ નિર્ણય ખાસ કરીને શહેરોમાં રહેતા અને વારંવાર સ્થળ બદલતા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ (SVAP)નું આયોજન

આગામી 26  એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર માર્ગદર્શન હેઠળ ‘SVAP’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં વિવિધ પ્રેરક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો પ્રારંભ 13 એપ્રિલના રોજ પ્રાર્થના સભામાં મતદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવશે. 15 થી 18 એપ્રિલ દરમિયાન શાળાઓમાં નિબંધ, વકતૃત્વ, સ્લોગન લેખન, ચિત્રકલા અને રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતા દ્વારા મતદાનનું મહત્વ સમજાવશે. ટેકનિકલ જાગૃતિ માટે 16 એપ્રિલના રોજ ELC ક્લબ દ્વારા EVM મશીન વિશે સમજ આપવામાં આવશે. મતદાર જાગૃતિના આ પર્વને વધુ…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન

આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના માર્ગદર્શન હેઠળ ‘SVAP’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં વિવિધ પ્રેરક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો પ્રારંભ 13 એપ્રિલના રોજ પ્રાર્થના સભામાં મતદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવશે. 15 થી 18 એપ્રિલ દરમિયાન શાળાઓમાં નિબંધ, વકતૃત્વ, સ્લોગન લેખન, ચિત્રકલા અને રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતા દ્વારા મતદાનનું મહત્વ સમજાવશે. ટેકનિકલ જાગૃતિ માટે ૧૬ એપ્રિલના રોજ ELC ક્લબ દ્વારા EVM મશીન વિશે સમજ આપવામાં આવશે. મતદાર જાગૃતિના આ પર્વને વધુ…