ખાવડા IV (સી) લિમિટેડ દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સમર્પિત ટોલ-ફ્રી હેલ્પલાઇન ‘સંવાદ’નો પ્રારંભ

અમાધરા ગામ (ગુજરાત): સમુદાય સાથે સક્રિય જોડાણ અને ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા, ખાવડા IV C પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા ‘સંવાદ’ નામની સમર્પિત ટોલ-ફ્રી હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ખેડૂતોના જમીન અને પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો અને ચિંતાઓનું નિરાકરણ લાવવાનો છે.

આ પહેલનો સત્તાવાર પ્રારંભ અમાધરા ગામ ખાતે સ્થાનિક ખેડૂતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો, જેમાં ખેતી કરતી મહિલાઓએ આગેવાની લઈ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. આ પહેલ સમાનતા, તળિયાના સ્તરે ભાગીદારી અને સમુદાયમાં વિશ્વાસ વધારવાનું પ્રતીક છે.
‘સંવાદ’ પહેલ અંતર્ગત હવે ખેડૂતો જમીન સંબંધિત મુદ્દાઓ, ટ્રાન્સમિશન કામ માટે જમીનના ઉપયોગ, વળતર અને વાજબી મૂલ્યાંકન તેમજ અન્ય કોઈપણ પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો માટે સીધો સંપર્ક કરી શકશે.

સરળ અને સુલભ સંપર્ક માટે સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતો માટે ખાસ ટોલ-ફ્રી નંબર 18003095501 શરૂ કરવામાં આવ્યો છે. કંપનીએ વધુમાં ખાતરી આપી છે. કે આ પ્લેટફોર્મ દ્વારા મળતી તમામ ફરિયાદો અને પ્રશ્નોનું નિરાકરણ 48 કામકાજના કલાકોમાં કરવામાં આવશે, જે સમયસર, પારદર્શક અને ખેડૂત કેન્દ્રિત સેવાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ પહેલ અંગે વાત કરતા, નવસારી અને વલસાડ માટેના પ્રોજેક્ટ હેડ કંદર્પ પાંડે જણાવ્યું હતું કે, “સંવાદ’ માત્ર હેલ્પલાઇન નથી, પરંતુ અમારી અને ખેડૂત સમુદાય વચ્ચે વિશ્વાસનું એક મજબૂત સેતુ છે. અમે સમજીએ છીએ કે ખાસ કરીને ખેડૂતો માટે સ્પષ્ટતા અને સમયસર માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પહેલ દ્વારા અમે સાચી માહિતી પૂરી પાડવા, પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા અને દરેક હિતધારકને સાંભળવામાં આવે તેવી ખાતરી આપવા પ્રયત્નશીલ છીએ.”

કુમાર ગૌરવ, પ્રોજેક્ટ હેડ, ખાવડા–સુરતએ જણાવ્યું હતું કે, “આ ટોલ-ફ્રી હોટલાઇનની શરૂઆત પ્રોજેક્ટના લાભાર્થીઓ સાથે વિશ્વાસ અને પારદર્શિતા મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલા રૂપે છે. આ સમર્પિત હેલ્પલાઇન દ્વારા અમે જમીન, વળતર અને પ્રોજેક્ટ સંબંધિત દરેક મુદ્દાને સાંભળવા, યોગ્ય રીતે ઉકેલવા અને ઝડપથી નિવારણ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. વિકાસ સાથે આગળ વધતાં અમે લોકોની જીવિકાનો માન રાખીને અને તમામ હિતધારકો સાથે લાંબા ગાળાના સંબંધો નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા અમાધરા ગામના સરપંચ કલપેશપટેલ એ જણાવ્યું હતું કે, “આ અમારા ખેડૂતો માટે ખૂબ જ સરાહનીય અને અનોખી પહેલ છે. હવે ખેડૂતો સીધા પોતાના પ્રશ્નો પુછી શકશે અને કોઈપણ ગેરમાર્ગે દોરતી માહિતી વિના યોગ્ય માર્ગદર્શન મેળવી શકશે. આવી પહેલો તળિયાના સ્તરે ખરેખર બદલાવ લાવે છે.”

ખાવડા IV C પાવર ટ્રાન્સમિશન લિમિટેડ હાલમાં સાઉથ ઓલપાડ (જીઆઇએસ) થી બોઈસર-II (જીઆઇએસ) સુધીનો 258 કિમી લાંબો, 765 કિલોવૉટ ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ વિકસાવી રહી છે, જે ભારતના રાષ્ટ્રીય વીજ ગ્રીડને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પ્રોજેક્ટ દેશના 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ ફ્યુઅલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાની મહત્ત્વાકાંક્ષી લક્ષ્યને ટેકો આપે છે. આ સાથે, કંપની ‘સંવાદ’ જેવી સમુદાય કેન્દ્રિત પહેલો દ્વારા સામાજિક જવાબદારી નિભાવતી રહે છે, જેથી વિકાસ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં દીર્ઘકાલીન સકારાત્મક અસર પણ સર્જાય શકે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

  • Related Posts

    કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

    ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…

    કાશ્મીરમાં મોસ્ટ વોન્ટેડ લશ્કર આતંકી મોહમ્મદ લતીફ ભટ સામે સુરક્ષા એજન્સીઓનો સિકંજો, શ્રીનગરમાં ‘વોન્ટેડ’ પોસ્ટરો

    જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ચાલી રહેલા અભિયાનને વધુ તીવ્ર બનાવતાં ભારતીય સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબા (LeT)ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ લતીફ ભટને ઝડપી પાડવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરમાં તાજેતરમાં થયેલી લક્ષિત હત્યાઓમાં તેની સંડોવણી હોવાની શંકા છે. આ કેસમાં એક પોલીસ જવાન અને બે પરપ્રાંતીય મજૂરોની હત્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર કાશ્મીર ખીણમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સુધી ઝડપથી પહોંચી શકાય તે માટે પોલીસે અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સામાન્ય નાગરિકોનો સહયોગ મેળવવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત શ્રીનગર શહેરના વિવિધ જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને પ્રેસ એન્ક્લેવ સહિતના વિસ્તારોમાં મોહમ્મદ લતીફ ભટના ફોટોગ્રાફ સાથે ‘વોન્ટેડ’ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં તેની ઓળખ અંગે માહિતી આપવામાં આવી…