ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ


સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીએ માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં સહયોગી બનીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મહાત્મા ગાંધીજી દેશસેવામાં સમર્પિત હતા ત્યારે કસ્તૂરબા ગાંધીજી તેમની સાથે પડછાયા સમા રહી અવિરત સહયોગ આપ્યો હતો.

અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામના વિર શહીદોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, ત્યારે આજના યુવાનોની ફરજ છે કે તેઓ દેશના વિકાસ માટે સમર્પિત બની કાર્ય કરે અને રાષ્ટ્રને પ્રગતિના માર્ગે આગળ ધપાવે.

આ પ્રસંગે દિલ્હી પબ્લિક સ્કૂલ, કોબાના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમણે વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત પણ લીધી હતી.

આ કાર્યક્રમમાં વિધાનસભાના અધિકારી ઓ અને કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહી પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

  • Related Posts

    Surat Jain Diamond Trader Jay Mehta Passes Away: માત્ર 36 વર્ષની વયે જિંદગી સામે હારી ગયા યુવાન વેપારી

    Suratમાં 36 વર્ષીય જૈન હીરા વેપારી જય મહેતાનું નિધન, સગરામપુરા વિસ્તારમાં શોકની લાગણી તાપી નદી નજીકની ઘટનાને પગલે પોલીસ તપાસ શરૂ, પત્ની સાથેની અંતિમ વાતચીત અંગે વિગતો સામે આવી; આર્થિક મુશ્કેલીની આશંકાની પણ તપાસ રિપોર્ટર: રશ્મિ રાણા Surat શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના સગરામપુરા વિસ્તારમાં રહેતા 36 વર્ષીય જૈન હીરા વેપારી જય મહેતાનું નિધન થતાં પરિવારજનો, સંબંધીઓ અને પરિચિતોમાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના તાપી નદી નજીક બની હતી. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતકના પરિવારજનો પાસેથી વિગતો મેળવવા સહિત ઘટનાની પાછળનાં સંજોગો જાણવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. -> સગરામપુરા વિસ્તારમાં રહેતા હીરા વેપારીના નિધનથી શોક :- મળતી માહિતી અનુસાર,…

    Significance Of Vagh Baras In Gujarati Culture 2026: કેમ ભારતીય સંસ્કૃતિમાં વાઘ બારસનું સ્થાન અનોખું છે? FESTIVE LIGHTS..

    Vagh Baras – 5 નવેમ્બર 2026: દિવાળીના પર્વનો પવિત્ર પ્રારંભ, ગાય-વાછરડાની પૂજા કરી સુખ-સમૃદ્ધિની કરાશે પ્રાર્થના ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરામાં દિવાળીના પર્વનું વિશેષ મહત્ત્વ છે. પ્રકાશ, આનંદ, ઉમંગ અને ઉત્સાહના આ મહાપર્વની શરૂઆત Vagh Barasથી થાય છે. વર્ષ 2026માં વાઘ બારસનો પવિત્ર તહેવાર 5 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરી તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે અને તેને પોષણ, સમૃદ્ધિ, પવિત્રતા તથા સેવાનું પ્રતીક ગણવામાં આવે છે. વાઘ બારસનો દિવસ માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિમાં પશુધનના મહત્ત્વ અને પ્રકૃતિ પ્રત્યેના આદરનો સંદેશ પણ આપે છે. -> દિવાળીના પર્વનો પ્રારંભ Vagh Barasથી :- દિવાળીનો તહેવાર અનેક…